________________
બીજા દર્શનમાં મિત્રી કહેલી છે, પણ તે માનવજાત જેટલી જ પરિમિત છે; “ગ” દર્શનની મિત્રીના વિષય કેવળ સુખી જીવે છે, જ્યારે જૈનદર્શને તે એકેન્દ્રિયાદિ સર્વ પ્રાણીઓના હિતની ચિંતાને મિત્રી કહી છે. .
મૈત્રીભાવનાના સતત અભ્યાસથી ઈર્ષ્યા, અસૂયા, વિર વગેરે અનેક માનસિક મળે નાશ પામે છે, તેથી ચિત્ત નિર્મલ અને પ્રસન્ન બને છે, અર્થાત્ યોગની સાધના માટે ચિત્ત યોગ્ય બને છે. મિત્રીભાવનાના પ્રભાવથી આપણને સત્વ, શીલ, સજજનતા, ઔદાર્ય, વિશાળતા વગેરે અનેક સદ્ગુણોની પ્રાપ્તિ થાય છે. ચિત્તમાં રહેલા દ્વેષાદિ ભલે વસ્તુસ્વરૂપના યથાર્થ જ્ઞાનમાં પ્રતિબંધક છે. મૈત્રીભાવનાથી તે મલે દેવાઈ જાય છે અને આપણને નિર્મલ બેધની પ્રાપ્તિ થાય છે. મિત્રીભાવના વડે સર્વ પ્રાણીઓ આપણું તરફથી નિર્ભય બને છે અને પરિણામે આપણને પણ સાર્વભૌમ નિર્ભયતા સિદ્ધ થાય છે. - આધુનિક જગતના અનેક જટિલ પ્રશ્નોનું સમાધાન મૈત્રીભાવનામાં રહેલું છે, તેથી તે સમાધાનને ઈચ્છતા વિચારકેને અંતે મૈત્રીભાવનાનું શરણ લેવું જ પડશે.”
સર્વ પુરુષોએ સમગ્ર વિશ્વને મિત્રની આંખે જોયું છે અને તેથી જ તેઓ મહાત્મા કહેવાયા છે. શ્રી તીર્થ કર ભગવતેના સમવસરણમાં જન્મજાત વૈરવાળા પ્રાણીઓ પણ એકત્ર બેસી શકે છે, એ તેમણે પૂર્વે સેવેલી મૈત્રી ભાવનાને જ પ્રભાવ છે.
વાય છે.