________________
મેતા મહામુનિ વગેરે મત્રીભાવનાના જ્વલંત દૃષ્ટાન્તા છે. જવલાં ચણી ગયેલ પક્ષીના પ્રાણ બચાવવા માટે પોતાનાં પ્રાણાના ભાગ આપનાર એ મહાત્માની કેવી અદ્ભૂત મૈત્રીભાવના !
ચરમતીર્થપતિ શ્રમણભગવાન શ્રીમહાવીર પ્રભુ તે મૈત્રીભાવનામય હતા. કાનમાં ખીલા ઠાકનાર પ્રત્યે, પગ ઉપર ખીર રાંધનાર પ્રત્યે કેવી સુંદર મૈત્રી ! * સગમના પ્રસગમાં તે તેના આત્માને થયેલી હાનિની વિચારણામાં પ્રભુની આંખો અશ્રુથી આર્દ્ર બની ગઇ હતી. કેવી અલૌકિક મૈત્રી !
જૈન પ્રવચન અહિંસામય અને ક્ષમાપ્રધાન હોવાથી તે મૈત્રીમય જ છે. અહિંસા અને ક્ષમા એ મૈત્રીનાં અ ંગે છે. અહિંસા એટલે સમગ્ર જીવરાશિ પ્રત્યેના પ્રેમ (Reverance for Life). સત્ય, અચૌય વગેરે ખીજા વ્રતા પણ અહિંસાની સિદ્ધિને કરનારાં હોવાથી મૈત્રીનાંજ અગા છે. જિનપ્રવચન x અનેકાંતમય છે. આ પ્રવચનમાં સ નયાને સમાન સ્થાન છે. આવી સર્વનયસાપેક્ષતા માત્ર જૈનદનમાંજ છે. આ સર્વનયનસાપેક્ષતા પણ મૈત્રીના જ એક પ્રકાર છે, કારણ કે કોઇપણ નયને અન્યાય ન થાય, એ તેનું મુખ્ય લક્ષ્ય છે.
* પ્રભુ ઉપર અનેક ઉપસર્ગા કરનાર દેવતા. ×અનેકાન્તવાદ (સ્યાદ્વાદ) અને નયાનું સ્વરૂપ ગ્રંથાથી જાણવું.
૧૫
અનન્યાયના