________________
મેાહના કારણે પાતા કરતાં અધિક સુખી માણસને જોઇને તેના પર સામાન્ય માણસને ઇર્ષ્યા થાય છે. ઇર્ષ્યા એટલે પારકાનું સુખ સહન ન થવું, વારંવાર થતી ઈર્ષ્યામાંથી અસૂયા ઉત્પન્ન થાય છે. અસૂયા એટલે બીજાના ગુણામાં દોષોના આરેાપ. જેના પર અસૂયા થાય છે, તેનાં ગુણા પણ દોષરૂપે દેખાય છે. ઇર્ષ્યાને વશ થયેલા માણસને ‘ સારૂં થયું તેને ( સુખીને ) સુખ મળ્યું, ’ એવા વિચાર સ્પર્શીતા પણ નથી. આ ઈર્ષ્યાનું મૂળ તેને ખીજાના જેવું સુખ નથી મળ્યું, તેના અસતાષ એ છે. સામાન્યતઃ જીવાના મનમાં ‘મને જ બધું સુખ મળેા, મને જ બધાં સુખનાં સાધન પ્રાપ્ત થાઓ,' એવી ઇચ્છા અનાદિ કાળથી દૃઢ થયેલી હાય છે. આ ઇચ્છા જ્યારે પૂર્ણ થતી નથી, ત્યારે તેને સંકલેશ (માનસિક દુઃખ ) થાય છે. આ ઈચ્છા જેટલા પ્રમાણમાં અધિક, તેટલું જ તેનું જીવન અશાંતિમય