________________
જીવને અનાદિ કાળથી હોય છે. નેહપૂર્વક અનુભવેલા સુખમાંથી, “આ સુખ. મને સર્વદા પ્રાપ્ત હે,” એવી રાગાત્મક ચિત્તવૃત્તિ (વાસના) ઉત્પન્ન થાય છે. સુખનાં સઘળાં સાધનની પ્રાપ્તિ ન થવાથી આ રાગ ચિત્તને વિક્ષિપ્ત બનાવી કલુષિત કરે છે. આ વાસના નીચે દબાચેલે જીવ ઈષ્ટ વસ્તુના વિયોગમાં અને અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિમાં આર્તધ્યાનને પરવશ બને છે. તેને સંકલેશ વધતો જ જાય છે. આવી અવસ્થામાં વ્યક્તિગત સનેહને સર્વ જીવેના સુખ જેટલો વિશાળ બનાવવો જોઈએ.
સર્વ જી સુખી થાઓ,” એ ભાવનામાં પિતાનાં દુઃખ વિલીન થઈ જાય છે અને તે દુઃખના કારણે થતા સંકલેશે પણ નાશ પામે છે.
આપણને જ્યારે બિમારી વગેરે કોઈ દુઃખ આવે, ત્યારે આપણે પિતાને ભૂલી જઈને બીજાઓનાં દુઃખ દૂર કરવાની પ્રવૃત્તિમાં આપણા મનને લગાડીએ, તે પરમ શાંતિ મળે છે. બીજાને સહાય કરવી એ પિતાનાં દુઃખને મટાડવાનું અમેઘ ઔષધ છે. દુઃખમાં આપણે કેવળ આપણે જ વિચાર કર્યા કરીએ અને એ દુઃખને મટાડવાના લાખ ઉપાયે કરીએ, તે પણ આપણને તે શાંતિ
* समस्तसत्त्वविषयकस्नेहपरिणामो मैत्री ।
સ્નેહરૂપ આત્મ-અધ્યવસાયને સમસ્ત છ જેટલા વિશાળ બનાવવો તે મૈત્રી છે.
(ગશાસ્ત્ર ૪. ૧૧૮. ટીકા)