________________
અને છે. વિશ્વમાં થતા અનેક અનર્થોનું મૂળ પણ આ ઈચ્છા છે.
ઉપર બતાવેલી ઈચ્છા એ કુવાસના છે, તે આત્માને રેગ છે. તેના પ્રતિકાર માટે મિત્રી ભાવના એ પરમૌષધરૂપ છે. બીજાને સુખી જોઈ તેના પર ઈર્ષ્યા કે અસૂયા ન કરતાં, તેને આપણે મિત્રની આંખે જવું જોઈએ. “બધા સુખી થાએ, કઇપણ દુઃખી ન જ થાઓ, બધાનું દુઃખ દૂર થાઓ, હું સર્વને મિત્ર છું, બધા મારા મિત્ર છે, કેઈની સાથે મારે વેર નથી, કેઈપણ મારે અપરાધી નથી, ઈત્યાદિરૂપ મૈત્રીભાવના એ મિત્રની આંખ છે. જે રીતે આપણે આપણા અત્યંત પ્રિય મિત્રને જોઈએ છીએ, તે જ રીતે સર્વ પ્રાણુઓને જોતાં શીખવું જોઈએ. જેમ આપણને આપણા મિત્રના સુખની જ ચિંતા સદૈવ રહ્યા કરે છે, આપણા બધા પ્રયત્નો એનું દુઃખ દૂર કરવા માટે હોય છે, આપણને એના ગુણે જ દેખાય છે, એના દેશોને આપણે ગૌણ બનાવીએ છીએ, એની ઉન્નતિ જ આપણને ગમે છે, તેમ સર્વ જી પ્રત્યે થવું જોઈએ. જેમ સૂર્ય * બધાને સમાન રીતે પ્રકાશ આપે છે, તેમ આપણે પણ સર્વ જીવોને સમાન રીતે જોતાં શીખવું જોઈએ.
દરેકને પોતાના આત્મા પર સ્નેહ હોય છે. તે પિતાના જ સુખની ચિંતા કરે છે. બધાં સુખ અને મળે, કેઈપણ દુઃખ મને ન આવો,’ એવી વાસના
* સંસ્કૃતમાં સૂર્યને “મિત્ર' પણ કહેવાય છે.