________________
અને તેથી મટી આપત્તિઓથી તે બચી જવા પામે છે. માધ્યચ્યભાવનાને ભાર્ધનારે એમ જાણે છે કે દુનિયાની કોઈ પણ સચેતન કે અચેતન વસ્તુ સુખ-દુખની ઉત્પાદક નથી, પરંતુ જીવને તે વસ્તુ ઉપર રહેલો રાગદ્વેષ સુખદુઃખની કલ્પના કરાવે છે. સુખ–દુઃખનું કારણ અન્ય પ્રદાર્થ નથી પણ મહાદિકના વિકારથી પિતાના આત્મામાં ઉત્પન્ન થતે રાગદ્વેષને પરિણામ જ છે. પદાર્થો તે પિતાના સ્વરૂપમાં રહેવાને વ્યવસ્થિત થયેલા છે, પણ પોતે જ પિતાનો સ્વભાવ છેડીને રાગદ્વેષ રૂપી વિભાવમાં પડે છે અને તેથી સુખી અથવા દુઃખી થાય છે. એ રીતે સુખને આશ્રય પદાર્થોને નહિ, પણ પોતાના આત્માને જ માનતો જ્ઞાની જીવ જગતના તમામ સચેતન કે અચેતન પદાર્થો ઉપર મધ્યસ્થભાવ ધારણ કરી શકે છે અને તે જ માધ્યચ્યભાવનાની પરાકાષ્ટા ગણાય છે. આ ચાર ભાવનાઓ મહાપુરૂષોને પણ વારંવાર અભ્યાસથી પ્રાપ્ત થાય છે, અનેક જન્મમાં અભ્યાસ દઢ થયા બાદ આ ભાવનાઓ આત્મસાત્ થાય છે. કારણ કે એની પ્રતિપક્ષી અશુદ્ધ વૃત્તિઓ જીવને અનાદિ કાળથી લાગેલી હોય છે. ક્રોધ, દ્રોહ, ઈર્ષ્યા, અસૂયા, આદિ વૃત્તિઓ મિત્રી પ્રદ કારૂણ્ય આદિ ભાવનાની પ્રતિપક્ષી છે અને તે અનાદિ કાળથી જીવને લાગેલી હોય છે. મિત્રીભાવના દૃઢ થવાથી ઈર્ષાભાવ, પ્રમેદભાવના દઢ થવાથી અસૂયાભાવ, કરૂણાભાવના દઢ થવાથી દ્રોહભાવ અને માધ્યચ્ચભાવના પરિણામ પાપ્ત થવાથી ક્રોધભાવ ચાલ્યો જાય છે, આ ચાર સુંદર ભાવનાઓથી સહુ કેઈ આત્માઓ પિતાના જીવનને નિર્મળ બનાવે !
20