________________
આ ભાવનાઓનાં વિષય જ્યારે “વિપરીત હોય છે, ત્યારે તેઓ આ અથવા રૌદ્ર ધ્યાનરૂપઝ હોય છે, જેમકે કેવળ પિતાના જ સુખનું ચિંતન તે આર્તધ્યાન છે. ભાવનાના વિષય જ્યારે “સમ્યફ બને છે, ત્યારે આ ભાવના ધર્મધ્યાનનું અંગ બની જાય છે, જેમકે “સર્વના હિતની ચિંતા ” રૂપ મિત્રી એ ધર્મધ્યાનનું એક અંગ છે.
ભાવનાઓનાં વિષયની વિચારણા આ રીતે પણ કરી શકાય છે. અધાર્મિક અવસ્થામાં જીવને અન્ય છ પ્રત્યે ઈષ્ય, દ્રષ, અસૂયા વગેરે હોય છે, જ્યારે ધાર્મિક અવસ્થામાં મંત્રી આવે છે. પૂર્વ અવસ્થામાં ગુણિજનો પ્રત્યે ઉપેક્ષા કે તિરસ્કાર હોય છે, જ્યારે ઉત્તર અવસ્થામાં તેમના પ્રત્યે પ્રમાદ આવે છે. પ્રથમ દિશામાં દુઃખીઓનાં દુઃખ તરફ જુગુપ્સા (ધૃણા) કે ઉપેક્ષા હોય છે, જ્યારે ઉત્તર
x ધ્યાન એટલે ચિત્તની એકાગ્રતા. જૈન શાસ્ત્રોમાં ધ્યાનમાં આર્ત, રૌદ્ર, ધર્મ અને શુકલ, એમ ચાર પ્રકારે બતાવવામાં આવ્યા છે. તેમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન અશુભ હોવાથી હેય છે, ધર્મધ્યાન અને શુકલધ્યાન પવિત્ર હોવાથી અનુષ્ઠય છે. અપ્રાપ્ત અનુકૂળતાના સંયોગનું, પ્રાપ્ત અનુકૂળતાના અવિયોગનું, અપ્રાપ્ત પ્રતિકૂળતાના અસંગનું અને પ્રાપ્ત પ્રતિકૂળતાના વિયોગનું ચિંતન, તે આર્તધ્યાન છે. આજ આધ્યાન રુદ્ર (ઉગ્ર) બની જ્યારે હિંસા, અસત્ય, ચિરી વગેરેની પરંપરામાં પરિણમે, ત્યારે તે રૌદ્રધ્યાન કહેવાય છે. ધર્મસંબંધી વિચારણા (જીવાદિ તત્વવિચારણ, કર્મ સ્વરૂપની વિચારણા, લોકના સ્વરૂપની વિચારણા, વગેરે) તે ધર્મધ્યાન છે. ધર્મધ્યાનની પરાકાષ્ઠા પછી થતા આત્માનુભવને શુકલધ્યાન કહેવાય છે.