________________
અવસ્થામાં તે પ્રમેાનું સ્થાન સર્વગુણી જીવા બને છે. પૂર્વદશામાં કરુણાના વિષય કેવળ વ્યક્તિગત દુઃખ હોય છે, અર્થાત્ ‘મારું દુઃખ દૂર થાઓ, ' એવી સંકુચિત ઇચ્છારૂપે હેાય છે; જ્યારે ઉત્તર દશામાં કરૂણા સર્વ દુ:ખી જીવાનાં દુઃખ દૂર કરવા જેટલી વિશાળ અને છે. અજ્ઞદશામાં માધ્યસ્થ્ય (ઉપેક્ષા)ના વિષય ધર્માત્માઓ, ધર્મ અને ધર્મનાં સાધના હોય છે; જ્યારે જ્ઞાનદશામાં માધ્યસ્થ્ય પાપાત્માઓ, પાપનાં સાધના અને પાપ પ્રત્યે હાય છે.
પૂર્વ અવસ્થામાં બીજાએ તેના પ્રત્યે મંત્રીને ધારણ કરે, એ તેને ઈષ્ટ હાય છે; પણ તે ખીજાએ પ્રત્યે મૈત્રી અતાવતા નથી. ખીજાએ પાતાના ગુણાને જોઈ ને આનદ્ભ પામે, એ તેને ગમે છે; પણ તે ગુણવાન પુરુષો પ્રત્યે પ્રમાદ ધારણ કરતા નથી. તેના કરતાં અધિક સુખી આત્મા તેના પ્રત્યે કરુણાને ધારણ કરે એ તેને રુચે છે, પણ તેના મનમાં દુ:ખી જીવા પ્રત્યે કરુણા ઉત્પન્ન થતી નથી. તેનાથી કાઈ પણ પાપાચરણ થઈ જાય ત્યારે બીજાએ તે વિષયમાં મધ્યસ્થ ( મૌન ) રહે, એ તેને ગમે છે; પણ બીજાએાનાં પાપ પ્રત્યે તે મધ્યસ્થ રહી શકતા નથી. ધર્મ પ્રાપ્તિ પછી આ બધી ભૂમિકાએ ફ્રી જાય છે.
ઉપરનાં વિવેચન ઉપરથી સમજાશે કે મય્યાદિભાવા જીવમાં (વિપરીતપણે ) અનાદિકાળથી રહેલા જ છે, પણ ધર્મપ્રાપ્તિ પછી તે ભાવાનાં વિષય ફરી જાય છે.
૩