________________
પુરુષને જ દેવગુરૂની પૂર્ણ કૃપાથી લાધે છે. બીજાઓને તે ઉપાયની ગંધ પણ પ્રાપ્ત થતી નથી. આ ઉપાય પ્રાપ્ત થવામાં જીવની લઘુકમિતા કે આસન્નસિદ્ધિતા જ મુખ્ય ભાગ ભજવે છે.
- ઉપાય તદ્દન સરળ છે, અને તેને બંધ થવે પણ સુલભ છે; છતાં પ્રત્યક્ષ અનુભવ એમ કહે છે કે, તે તરફ કેઈ વિરલ જીવનું જ લક્ષ જાય છે, અથવા કેઈ વિરલ આત્મા જ તે ઉપાય પર યોગ્ય વિચાર કરી તેને જીવનમાં ઉતારવા કટિબદ્ધ થાય છે.
કેવળ પિતાના જ સુખદુઃખસંબંધી તીવ્ર સંકલેશને અશુભ ભાવ ટાળવાને એકનો એક (અનન્ય) ઉપાય આ લેખની આદિમાં જ ટાંકવામાં આવ્યો છે. તે ઉપાયનું નામ મિત્રી ભાવના છે. - જેમ કાંટાથી કાંટે કાઢી શકાય અને ઝેરથી ઝેરનું વારણ કરી શકાય, તેમ કનિષ્ટ કેટિના અધમ સ્વાથ ભાવને ઉત્તમ કોટિના મૈત્રીભાવ કે પ્રશસ્ત ભાવથી દૂર કરી શકાય અને પરિણામે ઈચ્છામાત્રથી રહિત થઈ શકાય છે. દાન–શીલ–તપ એ ત્રણે પ્રકારની સાથે આ ચેાથે ભાવધર્મને પ્રકાર ભળે તે જ તે લોકેત્તર ધર્મસ્વરૂપ બને અને જીવને સંપૂર્ણ સુખી અને સર્વ પ્રકારનાં દુઃખથી મુક્ત બનાવે.
જીવ જ્યારે ઉપર્યુક્ત મિત્રી ભાવનાથી ભાવિત અંતઃકરણવાળ બનીને વિધિયુક્ત દાનાદિ ધર્મોનું સેવન કરે છે, ત્યારે તેનાં ચિત્તના કલેશ શાંત થતા અનુભવાય
10