________________
પ્રયત્ન કર, (૩) પિતાની થતી ભૂલની ક્ષમા માગવા સદા તત્પર રહેવું અને (૪) બીજાઓથી પિતા તરફ થતી ભૂલની ક્ષમા આપવા સર્વદા તત્પરતા બતાવવી.
२. परदुःखविनाशिनी करूणा દુઃખ બે પ્રકારનું છે, શારીરિક અને માનસિક. શારીરિક દુઃખને દ્રવ્ય દુઃખે કહ્યા છે અને માનસિક દુઃખને ભાવ દુઃખે કહ્યાં છે. શારીરિક દુઃખેનું કારણ અશાતા વેદનીય કર્મને ઉદય છે અને માનસિક દુઃખનું કારણ મોહનીય આદિ કર્મોને ઉદય છે.
માણસને પિતાનાં દુઃખનું નિવારણ કરવાને માટે કુદરતી જ લાગણી હોય છે, તે પણ તેનાં બધાં દુઃખેનું નિવારણ અશક્ય પ્રાયઃ હેય છે. તેથી કઈને કઈ દુઃખની હયાતી તેને સદા પજવે છે અને તેની શાતિમાં ભંગ કરે છે, તેથી અકળાઈને આત્મા દુઃખ નિવારણના વાસ્તવિક ઉપાયને છેડી અવાસ્તવિક ઉપાયે લે છે. દુઃખનિવારણું કરવાને વાસ્તવિક ઉપાય, પિતા સિવાય બીજા આત્માએનાં દુઓનું નિવારણ કરવા તત્પર રહેવું તે છે. એથી બે જાતના લાભ થાય છે, એક તો એ પુરૂષાર્થ કરતી વખતે તેટલે કાળ પિતાનાં દુઃખોનું વિસ્મરણ થાય છે અને બીજું બીજાનાં દુઃખો દૂર કરવાના પ્રયત્નથી શુભકમ ઉપાર્જન થાય છે તથા તેના પરિણામે ઉત્તરોત્તર શાન્તિ અને સુખની વૃદ્ધિ અનુભવાય છે.
કરૂણ ભાવનાનાં પાત્ર જીવે પણ ચાર પ્રકારના હોય છે– (૧) વર્તમાનમાં દુઃખી અને ભવિષ્યમાં દુઃખી
15