________________
થાય તેવા પાપ માર્ગે જ પ્રવર્તનારા, (૨) વર્તમાનમાં આહાર, વસ્ત્ર, શયન, આસન, ઔષધાદિ સામગ્રીના અભાવે દુખ ભેગવનારાને (૩) વર્તમાનમાં સુખી પણ હિંસાદિ પાપકર્મો કરીને દુર્ગતિનાં દુઃખે ઉભાં કરનારા તથા () વર્તમાનમાં સુખી પણ મિથ્યાત્વાદિ પાપકર્મ કરીને ભાવિ દુઃખોને ઉત્પન્ન કરનારા.
એ રીતે દુઃખ અને તેના કારણભૂત પાપથી રીબાતા અને તે અનેથી છોડાવવાની વૃત્તિ તે કરૂણા ભાવના છે.
દુખીનું દુઃખ દૂર થાઓ, કે ન થાઓ, પણ દુ:ખ દૂર કરવાની ભાવના અને પ્રયત્ન કરનારને અવશ્ય લાભ મળે છે. એ રીતના પ્રયત્નથી નિકાચિત કર્મને ઉદય ન હિય તે હામાનું દુ:ખ દૂર પણ થાય છે. દ્રવ્ય દુઃખે દૂર કરવાના પ્રયત્ન કરતી વખતે તે દુઃખના કારણભૂત પાપકર્મોથી એને બચાવવાનું પણ લક્ષ્ય રહેવું જોઈએ. ભાવદયાના પરિણામ વિના થનારી દ્રવ્યદયા ધર્મસ્વરૂપ બનવાને બદલે ઘણીવાર અધર્મસ્વરૂપ બની જાય છે. દ્રવ્ય અને ભાવદુઃખને અન્ય દર્શનકાએ ત્રણ વિભાગમાં વહેચ્યાં છે. . (૧) આધ્યાત્મિક-શરીર અને મન સંબંધી દુઃખો. . (૨) આધિભૌતિક-હિંસક પશુ-પક્ષી આદિ પ્રાણીઓ તરફથી પ્રાપ્ત થતાં દુઃખે. . (૩) આધિદૈવિક-દેવતાઇ ઉપદ્ર, જેવા કે ધરતીકંપ, દુષ્કાળ, મરકી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, અગ્નિ, આદિના ઉપદ્ર. ઉપરનાં દુખેને જૈનશાસનની રીત મુજબ ત્રણ વિભાગમાં સમાવેશ થઈ શકે છે. (૧)મિથ્યાત્વ-કુમતની વાસના,