________________
ઉપોદઘાત (લેખક: પ. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય) मा कार्षीन् कोऽपि पापानि, मा च भूत् कोऽपि दुःखितः ।। मुच्यतां जगदप्येषा, मतिमैत्री निगद्यते॥
અથ– કોઈપણ પ્રાણી પાપ ન કરે, કેઈપણ પ્રાણી દુઃખી ન થાઓ, પ્રાણી માત્ર મોક્ષને પામે, આ પ્રકારની મતિને શાસ્ત્રકારે મિત્રી ભાવના કહે છે. - આ જગતમાં ઈચ્છા કેને હોતી નથી ? સંસારી જીવ માત્રના હૃદયમાં કઈને કઈ પ્રકારની ઈચ્છા હોય જ છે. બધી ઈચ્છાઓને સમાવેશ માત્ર બે જ પ્રકારની ઈચ્છાઓમાં થાય છે. “મને પોતાને જરા જેટલું પણ દુઃખ ન આવે અને જગતમાં જેટલું સુખ છે, તે બધું મને જ મળે ” આ બે પ્રકારની ઈચ્છાઓ સંસારી જીવ માત્રના હદયમાં નિરંતર રહ્યા જ કરે છે. બીજી બધી ઈચ્છાઓના મૂળમાં પણ આ બે પ્રકારની જ ઈચ્છાઓ રહેલી હોય છે. તે બંને જાતની ઈચ્છાઓ કદી પણ પૂર્ણ થતી નથી, એ વાત પણ સતત લક્ષમાં રાખવા જેવી છે. એ કારણે શાસ્ત્રકારોને એ સિદ્ધાંત નક્કી કરે પડે છે કે ઈચ્છા એ જ દુઃખ છે, અને ઈચ્છાને–અભાવ એ જ સુખ છે !
આહારની અગ્ય ઈચ્છામાંથી મુક્ત થવા માટે શાસ્ત્રકારોએ તપ ધર્મ ઉપદેશ્ય છે, અર્થ અને કામની અગ્ય ઈચ્છાઓમાંથી ક્રમશઃ મુક્તિ મેળવવા માટે દાન અને શીલ ધર્મ ઉપદેશ્યો છે.