________________
જેમ, અર્થ, કામ અને આહારાદિની અયોગ્ય ઈચ્છાઓ જીવના દુઃખની વૃદ્ધિનું અને સુખની હાનિનું કાર્ય કરે છે, તેમ, તેથી પણ અધિક સુખહાનિ અને દુઃખવૃદ્ધિનું કાર્ય ઉપર્યુક્ત બે પ્રકારની અશુભ ઈરછાઓ કરે છે.
“મને જ સુખ મળે અને મારું જ દુઃખ ટળો આ ઈચ્છા એ સૌથી વધારે કનિષ્ટ કોટિની અને સૌથી વધુ પીડાકારક છે, છતાં તે વાતનું જ્ઞાન ઘણાં ડાંઓને જ હોય છે. આ કનિષ્ટ પ્રકારની ઈચ્છા અને તેમાંથી જન્મ પામતી ક્લિષ્ટ કેટિની પીડાને પ્રતિકાર હજારેનાં પણ ધનથી , કડો વર્ષના પણ શીલથી, કે કટિ જન્મનાં પણ તપથી થઈ શકતું નથી.
દાન, શીલ અને તપ વડે કૅમશઃ પરિગ્રહ, મિથુન કે આહારની સંજ્ઞાઓનું જોર ઘટે છે અને તેથી થતી વિવિધ પ્રકારની માનસિક તથા શારીરિક પીડાઓથી અવશ્ય બચી જવાય છે, પરંતુ તે બધી બાધાઓ અને પીડાઓના સરવાળા કરતાં “મને એકલાને જ સુખ થાઓ અને મારા એકલાનું જ દુઃખ ટળે; એ પ્રકારની અયો– ગ્ય, અઘટિત અને અશકય ઈચ્છા વડે થતી માનસિક અને શારીરિક પીડાઓના સરવાળાની તે કઈ અવધિજ નથી. શાસ્ત્રકારોએ તે અશકય ઈચ્છાઓને પૂર્ણ કરવાના અશકય મને રથમાંથી ઉત્પન્ન થતા અનંત કષ્ટથી ઉગરી જવા માટે શુભ ભાવનાને માર્ગ ચીંધે છે. તેને ધર્મને ચેાથે પ્રકાર કહ્યો છે. એ “ભાવ” ધર્મ કે પુણ્ય