________________
મહા મહિનો જૈનો માટે પ્રતિષ્ઠાનો અને ધનવ્યયનો મહિનો આ વખતે બની રહ્યો. અનેક અનેક ઠેકાણે કરોડો કરોડોના ખર્ચે થયેલા નૂતન દેરાસરો અને તીર્થોની અંજનશલાકા - પ્રતિષ્ઠાના મહામહોત્સવો આ દિવસોમાં થયા. તે નિમિત્તે લખલૂટ ધનવ્યય થયો. તે પ્રસંગે દીક્ષા સહિત અન્યાન્ય વિવિધ કાર્યો પણ થયાં. આ પ્રસંગોને અનુલક્ષીને જે આમંત્રણ પત્રિકાઓ છપાઈ, તેનું વૈવિધ્ય પણ અનેરું રહ્યું. તમામ મુખ્ય અને મહત્ત્વપૂર્ણ ઉપક્રમોની વિશિષ્ટ પત્રિકાઓનું જ માત્ર અવલોકન કરીએ, તો તેના પ્રકાશન અને વિતરણ પાછળ થયેલ સદ્વ્યયનો આંકડો એકાદ કરોડને આંબી જાય તો શક્ય છે. આ બધું જ, જે તે ઉપક્રમ સાથે સંકળાયેલ વ્યકિતઓ/વર્ગને માટે તો અત્યંત આવશ્યક, આનંદદાયક અને વળી ધર્મ આરાધનારૂપ જ હોય, તેમ નિઃશંક માની શકાય.
વિચારક વર્ગ આ બધી બાબતે જરા જુદી રીતે વિચારે. એ એમ પૂછે કે આ કંકોત્રીઓનું, પ્રસંગ પત્યા પછી, શું કરવાનું? એમાં પણ બધી પત્રિકાઓમાં અનેકવિધ તસવીરો છાપી જ હોય છે. હવે તો જે લોકો ફોટોગ્રાફ છાપવાનો નિષેધ કરનારા હતા તેઓ પણ ભગવાનની અને પોતાની છબીઓ છપાવવા લાગ્યા છે. આ ફોટાઓની આશાતના ન થાય? આ બધું પસ્તીમાં ન ફેરવાઈ
જાય?
વિચારશીલ માણસ એમ પણ વિચારે કે જે લોકો સ્થાપના-નિક્ષેપામાં એટલે મૂર્તિમાં નથી માનતા તેવા સંપ્રદાયના લોકો પણ હવે તો ભગવાનનાં આગમસૂત્રોને સરસ ચિત્રો સાથે છપાવવા માંડ્યા છે, અને એ રીતે આગમોના ઉપદેશોને વધુ લોકભોગ્ય તથા લોકપ્રિય બનાવવા મહેનત કરી રહ્યા છે. આપણે ત્યાં બધી જ ક્ષમતાઓ તથા ધન, માત્ર કંકોત્રીઓની નવનવી ડિઝાઈનો માટે જ વપરાય છે. શું આ ધન તથા શક્તિનો સદુપયોગ આગમો તથા શાસ્ત્રોના સુંદર અલંકૃત પ્રકાશનાદિ માટે ન થઈ શકે ?
ગુજરાતમાં વિસનગર નજીક ઉમતા ગામમાં સેંકડો જિનબિંબો સાથેનું પ્રાચીન જિનાલય ધરતીમાંથી નીકળ્યું છે. તેમાં દિગંબર-શ્વેતાંબર બન્ને સંપ્રદાયોનો સંબંધ જોડાયેલો છે. કરોડોના ખર્ચે નવાં નવાં તીર્થોનાં નિર્માણ કરનારા – આપણા કોઈ શક્તિસંપન્ન મહાત્માનું ધ્યાન આ દિશામાં હજી સુધી કેમ જતું નથી ? તીર્થોમાં કેસ-ક્લેશો ચાલે છે. ત્યારે આ તો ઘરને આંગણે રસ લેવા લાયક તીર્થ જડ્યું છે. આપણી બેદરકારીનો પૂરો લાભ દિગંબર પક્ષે ઉઠાવી લીધો છે.
સરકારી ગ્રાન્ટ સહિત બધું જ તે પક્ષ વગે કર્યું જાય છે. ર૫-૫૦ કરોડ ખર્ચાવી ના જાણનાર લોકો આવી ઐતિહાસિક વાતે તદ્દન અજ્ઞાન, બેદરકાર, ઉદાસ કેમ
ધર્મચિન્તન