Book Title: Dharm Tattva Chintan Part 01
Author(s): Sheelchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 13
________________ એક સાધુ હોવાને કારણે સંસાર અને તેના સ્વરૂપ વિષે વારંવાર ચિંતન તથા કથન કરવાનું બનતું રહે છે. અને આ એક એવો મુદ્દો છે કે બીજું કશું જ ન આવડતું કે ન ફાવતું હોય તેવો માણસ પણ “સંસાર અસાર છે” કે સંસાર છોડવા યોગ્ય છે એવા વાક્યને, વગર વિચાર્યું પણ, પકડી લે અને બોલવા માંડે તો તે ભાગ્યે જ ખોટો પડે કે નિષ્ફળ જાય. એનો મતલબ એ નથી કે સમજ્યાવિચાર્યા વગર બોલનારો એ માણસ સાચો છે; એનો મતલબ એટલો જ કે લોકો જ એટલા બધા દુઃખી છે અને એવી ઘોર વિડંબનાનો ભોગ બનેલા છે કે તેઓ વગર વિચાર્યું જ પેલા અણસમજુની વાતને સાચી માની જ લેવાના. સંસાર કેટલો બધો વિચિત્ર-ખતરનાક હશે, તે આ ઉપરથી અંદાજી શકાય. તેથી જ તેના સ્વરૂપ વિશે વિચારો ચાલ્યા જ કરે. સંસાર એટલે ક્લેશ. જ્યાં ક્લેશ નથી ત્યાં સંસાર નથી હોતો. નમક વિના જેમ રસોઈ અલૂણી. તેમ ક્લેશવિહોણો સંસાર પણ અલૂણો, નિદ્માણ, વ્યર્થ બની રહે. ઉપાધ્યાયજી મહારાજે તેથીજ કહ્યું : “ક્લેશ-રહિત મન તે ભવ-પાર.” આ ક્લેશનું કારણ શું? નદિગ્રામમાં કવિવર મકરન્દ દવે સાથે આ મુદ્દે વિમર્શ થયો ત્યારે તેમણે કહેલું ક્લેશનાં બે કારણ છેઃ અહં અને ઇચ્છા. આ બેય વાનાં સાધનાપથમાં, આત્મશુદ્ધિની આડે આવનારાં, નડનારાં નડતર છે. બેમાંથી કોઈ એકને નાબૂદ કરવાથી કામ ન ચાલે. બન્નેનો નિકાલ થવો જોઈએ. તો જયાં અહં છે ત્યાં ક્લેશ છે. જ્યાં ઇચ્છા છે ત્યાં પણ ક્લેશ જ છે. અને મજાની વાત તો એ છે કે આ બન્ને એકબીજા પર નિર્ભર છે. અહં ઈચ્છા વિના નહિ ટકે. અને ઇચ્છા પણ અહં હશે તો જ ટકવાની. ફલતઃ બેમાંનું કોઈપણ એક ટળી જાય તો બીજું વિના પ્રયાસે ટળી જ જવાનું. અલબત્ત, સાધકે લક્ષ્ય તો એ બન્નેને નાબૂદ કરવાનું જ રાખવું રહે. ધારો કે કોઈ એક કામ કરવાની આપણને ઇચ્છા થઈ. ઇચ્છા એટલા માટે થઈ કે એ કામ કરીશ તો મારું નામ થશે, મારું સારું લાગશે અને બોલાશે. આ પ્રકારના અહંભાવમાંથી ઇચ્છા પેદા થઈ. એને પાર પાડવા માટે પછી અનેક જાતનાં આયોજનો વિચાર્યા, તખતા ગોઠવવા માંડ્યા, અને તેને સાકાર બનાવવાની દિશામાં ડગ માંડ્યું. હવે બને એવું કે તે જ પળે આપણને ખબર મળે કે એ કામ તો બીજાએ કરી વાળ્યું છે કે કરવા માંડ્યું છે ! એ વેળા આપણી ધર્મચિન્તન

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 310