________________
* જે યોગ્ય હોય તેને જ ધર્મ અપાય. આચાર્યભગવન્ત ધર્મ આપવા તૈયાર થયા છે તો આપણે આપણી યોગ્યતા પુરવાર કરવી છે. વ્યાખ્યાનમાં કરેલી વાત પણ બીજે દિવસે ભૂલી જઈએ છીએ તો કઈ રીતે કહી શકીએ કે “આપ જે આપશો તેને જિંદગીભર નહિ છોડીએ” ? શક્તિ પ્રમાણે લેવું છે પણ લીધા પછી મૂકવું નથી. નિયમ લેતાં પહેલાં સો વાર વિચાર કરવો પણ લીધા પછી પાછા નથી પડવું.
* બીજી ગાથામાં ‘સંક્ષેપથી કહીશ એમ કહ્યું આથી શિષ્ય શંકા કરે છે કે સંક્ષેપ કેમ કર્યો? સુખી-સંપન્ન માણસ ભોજન સમારંભ યોજવાને બદલે અલ્પાહાર રાખે તો શંકા પડે ને કે “અલ્પાહાર કેમ રાખ્યો ?' તેમ અહીં પણ શિષ્યને સંક્ષેપ કેમ કર્યો એવી શંકા છે. તેના નિરાકરણમાં ત્રીજી ગાથા જણાવી છે કે-શ્રુતસાગર અપાર છે, આયુષ્ય અલ્પ છે અને જીવો મંદબુદ્ધિવાળા છે. કેવળજ્ઞાન કરતાં તો શ્રુતસાગર અનંતમાં ભાગે છે તો શ્રુતસાગર અપાર હોવા છતાં તેનો બોધ કરાવી શકાય ને? આવી શંકા જાગે આથી પહેલું પ્રયોજન બતાવ્યા પછી બીજું પ્રયોજન બતાવ્યું કે આયુષ્ય અલ્પ છે. હવે ફરી શંકા થાય કે ગણધરાદિભગવન્તો અલ્પ આયુષ્યમાં પણ શ્રુતના પારગામી બની ગયા ને ? તો તેના નિરાકરણમાં ત્રીજું પ્રયોજન બતાવ્યું કે ગણધરાદિભગવન્તો પ્રકૃષ્ણ બુદ્ધિવાળા હતા, અત્યારે જીવો અલ્પબુદ્ધિવાળા છે માટે સંક્ષેપથી જણાવ્યું.
* આજે સાધુસાધ્વી પણ વાણિયાને સમજાવવા માટે ભણે, પોતાની જાતને સમજાવવા પ્રાયઃ ન ભણે. સાધુની પચીસ ભાવના(મહાવ્રતોની) ન આવડે પણ શ્રાવકોને સમજાવવા માટેની બાર ભાવના આવડે ! આ શું સૂચવે છે?
* આપણી શક્તિ ન હોય અને ન કરીએ એ બને પણ કોઈના કહેવાના કારણે સારી વસ્તુ મૂકી દઈએ – એ આપણા અસમર્થપણાને સૂચવનાર છે. આચાર્ય ભગવન્તો આપણા પર અનુગ્રહ કરે એ માટે આપણી પાત્રતા કેળવી લઈ, પુરવાર કરી આપવી
* જિનવાણીનું શ્રવણ આ અનુષ્ઠાન અલ્પ પ્રયાસથી સાધ્ય છે. નથી એને માટે શરીરની શક્તિ ખરચવી પડતી, નથી પૈસાનો ખર્ચ કરવો પડતો. માત્ર એક કલાક કે દોઢ કલાક જેટલો સમયનો ભોગ આપીએ તો આ અનુષ્ઠાન સારી રીતે આરાધી શકાય. આટલું સહેલું અનુષ્ઠાન પણ સારી રીતે નથી કરી શકતા, કારણ કે તેના પ્રત્યે આદરભાવ નથી. મોબાઈલ જેટલા આદરથી સાંભળો તેટલા આદરથી જિનવાણી સાંભળો ખરા ?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org