________________
* સંસારનું સુખ તુચ્છ છે, છતાં એમાં જ જેને રતિ છે તેની મતિ પણ તુચ્છ છે એમ માનવું રહ્યું.
* પક્ષપાત એ એકાન્તે દોષ નથી અને સમદષ્ટિ એ એકાન્તે ગુણ નથી : તાત્ત્વિક પક્ષપાત એ ગુણ છે અને તત્ત્વ-અતત્ત્વનો ભેદ ભૂંસી નાંખે તેવી સમદષ્ટિ એ મિથ્યાત્વરૂપ દોષ છે.
* ભગવાનના ધર્મથી સુખ મળે છે અને દુ:ખ આવતું નથી-આ શ્રદ્ધા નથી જોઈતી. ભગવાનના ધર્મથી સંસારસમુદ્ર તરી જવાય છે અને મોક્ષમાં પહોંચાય છે : આવી શ્રદ્ધા વિના ભગવાનનાં દર્શન કે પૂજા ફળ નહિ આપે.
* કોઈના કહેવાથી ધર્મ મૂકી દે તેને ધર્મ ન અપાય. સમર્થ ભવ્ય તેને કહેવાય કે જે માબાપના કહેવાથી પણ ધર્મ છોડી ન દે. સારામાં સારી વસ્તુ તેને અપાય કે જે કોઈના કહેવાના કારણે મૂકી ન દે. હમાલ પણ કેવો શોધો ? રસ્તામાં સામાન મૂકી દે તેવો ? કે ઇષ્ટ સ્થાને પહોંચાડે એવો ? આજે વ્યવહાર સાચવવા માટે આપણે ધર્મ મૂકવા તૈયાર થઈએ ને ? આપણે વ્યવહાર સાચવવા માટે ધર્મી નથી થયા, આપણી જાતને સાચવવા માટે ધર્મી થયા છીએ: એટલું યાદ રાખવું.
* દેરાસર-ઉપાશ્રયમાં આવતા કરવા માટે આકર્ષણની જરૂર પડે, પણ દેરાસરઉપાશ્રયમાં આવી ગયેલાને આચરણ કરાવવાની જરૂર છે.
ભિખારીને ભીખ આપીએ ત્યારે પણ કાણા ભાજનમાં કે ફાટેલી થેલીમાં ન આપીએ ને ? તો ધર્મ આપનાર, સત્ત્વ-સામર્થ્ય વિનાનાને ધર્મ કઈ રીતે આપી શકે ?
** નિયમમાં આગારો એટલા માટે આપ્યા છે કે નિયમભંગના ભયથી આપણે નિયમ વિનાના રહી ન જાઈએ. આગારો સેવવા માટે નથી, સેવાઈ જાય તો નિયમનો ભંગ નથી થતો તે જણાવવા માટે છે. નિયમના આગારો એ છૂટછાટ નથી, નિયમની સુરક્ષા માટેનું બારણું છે. દિવાલમાં બારણું હોય તો ઘરમાં પેસી શકાય. તેમ જે ક્રિયાઓ આપણને આધીન નથી અને કુદરતી થઈ જાય એવી છે-એવી ક્રિયાઓ થઈ જવા છતાં નિયમ ભાંગી ન જાય તે માટે આગારો છે.
* આપણે ત્યાં એકે ક્રિયાનું પ્રાધાન્ય નથી. જે કાળે ભગવાને જે કરવાનું કહ્યું હોય તે કાળે તે કરવું એ જ પ્રધાન છે.
૧૬
Jain Education International
For Private & Personal Use Only
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
www.jainelibrary.org