________________
એક સ્થાને રહેવાનું છે, પ્રતિકૂળતા ભોગવવા માટે રહેવાનું છે. પાણીનું ટીપું હાથ પર પડ્યું હોય તો સુકાય નહિ ત્યાં સુધી ખસાય નહિ. આવું ચારિત્ર પાળનાર સાધુ ઉપરનો વરસાદ બંધ થયા પછી પણ કઈ રીતે જઈ શકે ? એક પાણીના ટીપામાં અસંખ્યાત જીવો છે – એવું માનનાર કાચા પાણીમાં પગ મૂકીને મજેથી જઈ શકે? અપવાદ પણ અસહિષ્ણુ માટે છે, પ્રભાવના માટે નહિ. વરસાદના ભીનામાં કે આગળ વધીને વરસાદમાં, અસહિષ્ણુ માટે ભિક્ષા લેવા જઈ શકાય પણ ચૈત્યપરિપાટી માટે ન જવાય. સાધુ ભગવન્તોના આ આચાર સાંભળી તમારે એમ વિચારવાનું કે સાધુ ભગવન્તને આ રીતે ચાતુર્માસમાં બિનજરૂરી હલનચલન કરવાથી પાપ લાગતું હોય તો મારું શું થશે ? તમારે પણ આજથી નિયમ લેવાની જરૂર છે કે જેમ બને તેમ ઓછું ખાવું છે, ઓછું પીવું છે,
ઓછું ફરવું છે, ચાતુર્માસમાં મુસાફરી તો કરવી જ નથી. તમે માંદા હો તો ક્યાંય જાઓ? તેમ ધર્માત્મા પાપ કરવા માટે કાયમ માટે માંદા હોય. વિરતિ પામવા માટે અને વિરાધના ટાળવા માટે આ પર્વ છે. સાધુભગવન્ત માટે પણ આટલું નિયમન હોય તો તમારે શું કરવું જોઈએ ? બાહ્ય અને અત્યંતર: બંને ઉપદ્રવ જેને લાગુ પડયા હોય તેને કેટલી સાવચેતી રાખવી પડે ? એક બાજુ શરીર નબળું પડી ગયું હોય અને બીજી બાજુ રોગચાળો ફાટી નીકળ્યો હોય તો શી દશા થાય ?
* આજે ચારિત્ર લેવાની શક્તિ હોવા છતાં ચારિત્ર નથી લેતા, તેનું કારણ ચારિત્ર લેવાથી અવિરતિનું સુખ જતું રહે છે એ જ છે ને ?
* જેને દુઃખ ઉપર દ્વેષ ગાઢો હોય તેને સુખ ઉપર રાગ પણ વધારે હોય જ. આજે જો આપણે મરીને નરકમાં જવાનું છે – એવી ખબર પડે તો આપણે ધર્મ કરીએ ખરા ? શ્રી શ્રેણિક મહારાજાએ તો એવું જાણીને આરાધના વધારી ને ? અહીંથી જ દુઃખ વેઠવાની શરૂઆત કરી, “હવે દુ:ખ ભોગવવાનું જ છે, તો અત્યારે જલસા કરી લો એવો વિચાર ન કર્યો. આપણે શું કરીએ ? દુઃખ ટાળવા માટે અને સુખ મેળવવા માટે જ ધર્મ કરીએ છીએ ને ? ધર્મથી દેવલોક મળે છે અને નરક ટળે છે, માટે જ ધર્મ કરીએ છીએ ને ?
સ. જેવી ભવિતવ્યતા હશે એવું થશે, અત્યારે ઉતાવળ કરવાથી કાંઈ વળે એવું
નથી.
પહેલાં તમારે ત્યાં ભવિતવ્યતાને આગળ કરો, પછી અમારે ત્યાં ભવિતવ્યતાની વાત કરજે. આચાર્યભગવત્તે કહ્યું હતું કે જેઓ પોતાના હાથે ભાણામાં રહેલો કોળિયો
૧૪
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org