________________
રહેવાની આજ્ઞા કરી છે એનું કારણ એ છે કે ચાતુર્માસમાં વિરાધના વધારે થાય છે. આથી વિરાધનાથી બચવા માટે ઓછામાં ઓછી પ્રવૃત્તિ કરવાનું અને એક સ્થાને રહેવાનું કહ્યું છે. સાધુભગવન્તને ખાધાપીધા વગર ચાલે એવું હોય તો મકાનની બહાર પગ મૂકવાની પણ ના પાડી છે અને જરૂર વગર હાથ પણ હલાવવાની ના પાડી છે. મમત્વનો પ્રસંગ હોવા છતાં વિરાધનાના ભયંકર પાપથી બચવા માટે એક સ્થાને રહેવાની આજ્ઞા હોય તો, પ્રભાવનાના નામે સાધુભગવન્તો ચાતુર્માસમાં કોઈ પણ પ્રવૃત્તિ વિરાધનાની ઉપેક્ષા કરીને કરે તો તે ચાલે ? આજે અમે તો બે ય રીતે માર ખાઈએ છીએ. શેષકાળ કરતાં ચાતુર્માસમાં પ્રવૃત્તિ પણ ધમધોકાર ચાલુ હોવાથી વિરાધનાથી બચી નથી શકાતું અને ચાતુર્માસમાં બે - ચાર એડ્રેસ વધતા જાય એટલે મમત્વ પણ વધે.
સ. સાધુના ભગત બને – એમાં વાંધો શું ?
ભગત બને એમાં વાંધો નથી પણ સાધુભગવન્ત ભગત બનાવે તેનો વાંધો છે. ભગવાન પોતાના ભગત બનાવે કે આપણે ભગવાનના ભગત બન્યા ?
સ. ભગવાને સંઘ સ્થાપ્યો ને ?
જે આવ્યા તેને સ્થાપ્યા કે સામેથી બોલાવીને સંઘમાં સ્થાપ્યા ? ઈન્દ્રભૂતિ ભગવાનને સમજાવવા આવ્યા હતા પણ જાતે સમજી ગયા અને ભગવાનનું શરણું સ્વીકારીને બેસી ગયા. આપણને આપણી સમજણ પર વિશ્વાસ કે ભગવાનના જ્ઞાન ઉપર ? ભગવાનનું જ્ઞાન ચઢિયાતું કે આપણી સમજણ ? આપણને તો ભગવાનના ભગત બનતાં ય આવડતું નથી. સાચો ભગત તો તેને કહેવાય કે જે ભગવાનના કે ગુરુના વચનમાં એકે દલીલ ન કરે.
* સાધુભગવન્તોને ચાતુર્માસમાં સ્વાધ્યાય કરતાં પણ જયણાનું મહત્ત્વ વધારે છે. ચાતુર્માસમાં સ્વાભાવિક જીવોત્પત્તિ વધારે થતી હોય છે આથી વિરાધનાથી બચવા માટે સ્વાધ્યાય પર કાપ મૂકીને પણ વિશેષ જયણા સાચવવાનું કહ્યું છે. સાધુભગવન્તના હાથ ઉપર વરસાદનું એક ટીપું પાણી પડયું હોય તો હાથ ઊંધો પણ ન કરાય, એવા વખતે વરસાદમાં કે વરસાદના ભીનામાં છબછબિયાં બોલાવી ચૈત્યપરિપાટી માટે શાસનપ્રભાવનાના બહાને પણ સાધુથી કેમ જવાય ? શ્રી દશવૈકાલિક સૂત્રની સજ્ઝાયમાં પણ જણાવ્યું છે કે ‘શાંત દાંત થઈ પરિષહ સહેવા સ્થિર વરસાળે રહેવું'. જલસા કરવા માટે કે વધુ અનુકૂળતા ભોગવવા માટે એક સ્થાને નથી રહેવાનું; પરિસહ સહેવા માટે
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
૧૩
www.jainelibrary.org