Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
અહંકારથી મુકત થતાં તેમને ઉપર કહ્યો તેવો શુદ્ધ પરમાર્થ સમજાય છે. હાથ લાગવામાં હજી વાર છે પરંતુ સમજવા માત્રથી આનંદનું ઝરણું વહેવા માંડે છે અને આ બધા પ્રયત્નમાં સુધર્મ દિવેલ પૂરે છે, મનવચન-કાયાના યોગની સ્થિરતા લાવીને સુધર્મ પોતાનું કર્તવ્ય પૂરું કરે છે. અહીં જે કાંઈ ધ્યાન અવસ્થા છે, તે સુધર્મનું અંતિમ અસલી રૂપ છે. દીવામાં રહેલો દીવો, તેલ અને વાટ, એ બધું દીવો છે જ પરંતુ અસલી દીવો તે જ્યોતિ છે. તેમ બહારના અનુષ્ઠાનો તે સુધર્મનું શરીર છે. જ્યારે શુકલમય સાત્ત્વિક અવસ્થા, તે સુધર્મનો આત્મા છે. - જ્યારે પરમાર્થને વાગોળે છે, જુએ છે, સમજે છે, પરમાર્થ સમજીને જે આનંદ લે છે, તે સમયે ધ્યાનરૂપ શુકલભાવ સુધર્મને પૂરી સહાય કરે છે. ધ્યાનની જો આવી અડોલ અવસ્થા હોય તો જ. પરમાર્થને પામી શકાય છે. આ રીતે આ છએ સ્થાનક પરમાર્થને સમજવા માટે ઉપકારી છે. ચાર સ્થાનક અનુકૂળ ક્રિયા કરી પરમાર્થને સમજવા ઉપકારી છે, જયારે બે સ્થાનક પોતાની પ્રતિકૂળ સ્થિતિ ઉત્પન્ન કરી નિવૃત્ત થવાથી પરમાર્થને સમજવામાં જે આડખીલી હતી, તેને હટાવે છે. પ્રતિયોગી હટી જતાં અનુયોગી પોતાનું કામ કરી શકે છે. અસ્તુ.
અહીં ખરેખર સંક્ષેપમાં કહેલા આ છ સ્થાનક પરમાર્થને સમજવા માટે અત્યંત ઉપકારી છે અને ષસ્થાનકનું ઉચ્ચારણ કરવામાં શાસ્ત્રકારનો હેતુ પણ એ જ છે. એટલે જ છ સ્થાનકને છે દર્શન જેવા કહીને પણ ઉત્તરાર્ધમાં સ્પષ્ટ કહે છે “સમજાવવા પરમાર્થને કહ્યા જ્ઞાનીએ એહ'.
આ પદમાં જ્ઞાની શબ્દ મૂકેલો છે. તે ફકત પોતા પૂરતો સીમિત નથી. સ્વયં તો જ્ઞાની છે. પરંતુ પૂર્વમાં જે કોઈ જ્ઞાની પુરુષો થઈ ગયા છે અને તેઓએ ભિન્ન ભિન્ન પ્રકારે આ ષસ્થાનક કહ્યા છે, તે બધાનો હેતુ પણ પરમાર્થ સમજવા માટે છે. વળી આ જ્ઞાની શબ્દમાં સિધ્ધિકારની અત્યંત વિનયશીલતા પ્રગટ થાય છે. તેઓ કહે છે કે જ્ઞાની પુરુષોએ જે કાંઈ કહ્યું છે તેની હું અભિવ્યકિત કરું છું અર્થાત આ કાવ્યમાં જ્ઞાની મહાત્માએ ભાસેલા કે પ્રરૂપેલા સત્યની ઝલક છે. ' આ રીતે પોતે જ્ઞાનધારક હોવા છતાં નિરાળા બની, તટસ્થ ભાવે અભિવ્યકિત કરી, રચયિતા તરીકે પરોક્ષ રહી હલકાફૂલ બની ગયા છે, ધન્ય છે ! કાવ્યકારની આ કલાને ! અને તેમની અલૌકિક ગુણસંપન્નતાને ! “જ્ઞાની' શબ્દમાં દ્વિરુકતભાવ છે. જેનું સ્પષ્ટીકરણ હવે કરશું.
કલા જ્ઞાનીએ એહ – જે ષસ્થાનકને સમજયા હોય, તે જ્ઞાની છે અને જે જ્ઞાની છે તે ષસ્થાનકને સમજી શકે છે. આ રીતે અહીં જ્ઞાન અને શેયનો બંનેનો સંશ્લેષ કર્યો છે. અર્થાત ષસ્થાનકના જાણકાર તે જ્ઞાની છે અને જે જ્ઞાની છે, તે ષસ્થાનકને વિશેષ રૂપે જાણે છે. જ્ઞાની પુરુષ ષસ્થાનક સિવાય બીજું ઘણુ વ્યાપક જ્ઞાન ધરાવી શકે છે, ષસ્થાનકને જાણનાર તે કોઈ મર્યાદામાં બંધાતા નથી પરંતુ જ્ઞાનીની મર્યાદામાં ષસ્થાનક આવી જાય છે. જો આ ષસ્થાનકનું જ્ઞાન ન હોય અર્થાત જે પુરુષ જ્ઞાની કહેવાયા છતાં ષસ્થાનકનું જ્ઞાન ન ધરાવતા હોય, તો તે હકીકતમાં જ્ઞાની બની શકતાં નથી કારણ કે સમગ્ર આત્મજ્ઞાનનો આધાર આ ષસ્થાનક છે. જ્ઞાનીએ આ ષસ્થાનક કહ્યા છે. તેમ કહીને સિધ્ધિકાર આ છએ કેન્દ્રબિંદુઓને પ્રમાણિત કરે છે, અને આ છએ બિંદુ મૂળ પરંપરા સાથે સંબંધિત છે. આ ફકત પોતાની બુદ્ધિથી વિચારેલા નથી, આદિકાળથી આરાધ્ય તત્ત્વ છે.
S (૬) આ
SSSSSSSSSSSSSSSSSS', ' , ' '