Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
SSSSSSSSSSS
થાય છે.
'
" હવે મૂળ પ્રશ્ન પર આવીએ સિદ્ધિકાર કહે છે. “પરમ બુદ્ધિ કૃશ દેહમાં આ કથન શાસ્ત્રીય કથન નથી પરંતુ જે દેહવાદી વ્યકિત છે, તે દેહને જ સર્વસ્વ માને છે. દેહ સિવાય બીજું કોઈ દ્રવ્ય નથી, તેઓ ત્યાં સુધી આગળ વધીને કહે છે કે દેહનો વિકાસ થવાથી જ બધા ગુણોનો વિકાસ થાય છે. આવા દેતવાદી વ્યકિતને લક્ષમાં લઈને શાસ્ત્રકાર કહે છે કે પરમબુદ્ધિ કૃશ એટલે પાતળા શરીરમાં પણ જોવામાં આવે છે. અર્થાત્ પાતળા શરીરરૂપ અધિકરણમાં બુદ્ધિનો ધારક એવો આત્મા બિરાજમાન છે પરંતુ દેહવાદીને દેહદૃષ્ટિ હોવાથી તેને પૂછે છે કે પાતળા શરીરમાં પરમ બુદ્ધિ કયાંથી આવી ? તે કેવી રીતે સંભવે છે? આ કથનનો અર્થ એ છે કે પરમ બુધ્ધિ કૃશ દેહમાં નથી કે કોઈપણ દેહમાં નથી અને અલ્પ બુધ્ધિ પણ સ્કૂલ શરીરમાં નથી. પ્રશ્ન સૂચક ભાવમાં વિધિભાવનો ઉલ્લેખ કરીને હકીકતમાં નિષેધ ભાવ જ પ્રગટ કર્યો છે. કોઈ એમ કહે કે શું પત્થરમાં સોનું છે ? તો પ્રશ્નકર્તાનો ભાવ એ છે કે પત્થર તે સોનું નથી. તેમ અહીં સિધ્ધિકાર આ વિકલ્પને પ્રશ્નાર્થ રૂપે મૂકીને હકીકતમાં કોઈપણ પ્રકારના દેહમાં બુધ્ધિ નથી. બુધ્ધિનું અધિષ્ઠાન ન્યારું છે, તો આ વિકલ્પ એટલે આવો પ્રશ્ન ઘટિત થતો નથી. દેહમાં બુધ્ધિ નથી અને દેહ પણ બુધ્ધિ નથી. આ બંને ભાવ એક જ વિકલ્પને પ્રગટ કરે. તેથી દેહમાં બુદ્ધિનો અભાવ સાબિત થાય છે અને જો બુદ્ધિ દેહ રૂપ નથી તો આત્મા દેહરૂપ હોય જ કયાંથી ? એક ગુણની 'પણ હાજરી નથી, તો સમગ્ર ગુણી એવો આત્મા હાજર હોય જ કયાંથી ? આમ આવા રહસ્યમય ભાવથી અને તેને સમજવાથી પૂર્વપક્ષનું નિરાકરણ થઈ જાય છે. “પરમ બુદ્ધિકૃશ દેહમાં એમ જે કહ્યું છે તે સમજવા ખાતર કહેવાયું છે. આખો સાર તો એ જ છે કે બુદ્ધિ દેહમાં નથી. દેહ બુદ્ધિ પણ નથી અને દેહ આત્મા પણ નથી... અસ્તુ.
- વિકલ્પ” શબ્દનું રહસ્ય : ગાથામાં પ્રયુકત વિકલ્પ' શબ્દ એક નવો બોધ આપી જાય છે. તર્કને ખાતર જે પ્રશ્ન કે જે વિચાર ઉદ્ભવે, પણ જે વિચારનું ધરાતલ ન હોય અથવા ન્યાયયુકત વિચારો ન હોય, તેને ધર્મશાસ્ત્રમાં વિકલ્પ કહેવામાં આવે છે. જયારે વ્યાકરણશાસ્ત્રમાં વિકલ્પનો અર્થ આમ પણ હોય અને તેમ પણ હોય છે. અર્થાત્ એક પ્રત્યયની જગ્યાએ અન્ય પ્રત્યયે આવી શકતો હોય, એકવચન કે બહુવચન બંને લાગુ પડતા હોય અથવા ઉભય લીંગી શબ્દ હોય, તો ત્યાં વિકલ્પ વપરાય છે. આ અધ્યાત્મશાસ્ત્ર છે, ધર્મશાસ્ત્ર છે એટલે તેમાં વિકલ્પ શબ્દનો અર્થ સ્પષ્ટ પ્રગટે છે કે બુદ્ધિ દેહમાં છે કે નથી? તે પ્રશ્ન નિરાધાર છે. બુદ્ધિ અને દેહ, તે બંનેના સ્વભાવ અને ગુણધર્મો નિરાળા છે. તે બંનેમાં કોઈ એકતાનું ભાન કરે, તો તે કોરો વિકલ્પ છે અને આવો વિકલ્પ ઘટિત થતો નથી અર્થાત્ સંભવ નથી. વિકલ્પ શબ્દ શુધ્ધભાવમાં 'ઉચ્ચારણ કરેલો છે અર્થાત્ તર્કયુકત છે. જે ધારણા છે તેનો છેદ ઉડાડે છે. આ તર્ક અઘટિત છે કોરો વિકલ્પ છે, ગ્રહણ કરવા યોગ્ય નથી. આત્મસાધનામાં વિકલ્પ માત્ર અગ્રાહ્ય હોય છે. વિકલ્પ તે અનિર્ણયાત્મક અવસ્થા છે અને સંકલ્પ તે નિર્ણયાત્મક અવસ્થા છે, તેથી વિકલ્પમાંથી મુકત થઈ સંકલ્પ તરફ જવું, અસ્થિર અને અઘટિત ભાવોથી મુકત થઈ સ્થિર અને શાશ્વતભાવો તરફ જવું, તે સાધનાનો માર્ગ છે. અહીં ‘વિકલ્પ” શબ્દ દ્વારા આવો તર્કવાદ અઘટિત છે, તેમ કહીને
S LS(૧૦૭)