Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda

View full book text
Previous | Next

Page 399
________________ યોગના અભાવરૂપ પૂર્ણ મુક્તિ. બંને પ્રકારની મુક્તિમાં આત્માની ઉપલબ્ધિ છે. આ મુક્તિ નિજ સુખભોગની જનેતા છે. આમ મુક્તિરૂપી માતા સિદ્ધપદરૂપી ફળનો જન્મ આપે છે, માટે મોક્ષ પણ અનંત સુખનું કારણ બને છે. સિદ્ધપદ : સિધ્ધપદ તે શું છે? સાધકોની સામે તથા ચિંતકોની સામે આ એક મોટો પ્રશ્ન છે. આ પ્રશ્નને ઉકેલવા માટે કોઈ પ્રમાણભૂત સામગ્રી પીરસી શકાય તેમ નથી. ફક્ત શ્રધ્ધાના આધારે સિધ્ધપદનો સ્વીકાર કરવામાં આવ્યો છે. સિધ્ધપદની જે કલ્પના છે, તે અસ્વાભાવિક તો નથી જ કારણકે અનંત યાત્રાનું એક વિરામસ્થળ હોવું જોઈએ, આવું એક વિરામ સ્થાન હોવું, તે સ્વાભાવિક છે પરંતુ તેનો પ્રત્યક્ષ અનુભવ થઈ શકે તેમ નથી. પ્રત્યક્ષ પ્રમાણના ઉપકરણો મર્યાદિત શક્તિવાળા છે. આ બધા ઉપકરણો દોષોથી સર્વથા મુક્ત નથી, તેથી પ્રત્યક્ષ પ્રમાણ આપનારા ઉપકરણો ઉપર અધિક વિશ્વાસ રાખી શકાય તેમ નથી. બુધ્ધિ એકમાત્ર એવું સાધન છે, જે કલ્પનાના આધારે કેટલાક સારા નિર્ણયો કરે છે અને જ્યારે મનુષ્યની કલ્પના નિર્દોષ બને છે, સદ્ગુણો પ્રગટ થાય છે, ત્યારે તેને વિષય-કષાયરૂપ સંસાર દુઃખનું કારણ છે, તે સ્પષ્ટ થાય છે અને આવી શુદ્ધ સ્પષ્ટતા તે જ એક માત્ર મુક્તિનો આધાર બને છે. સિદ્ધપદ તે એક શુદ્ધ કલ્પનાનું પરિપૂર્ણ ચિત્ર છે અને તે શુદ્ધ શ્રદ્ધાથી સ્વીકાર્ય બને છે. શ્રદ્ધા નથી, તો સિદ્ધપદ પણ નથી. ધર્મનો કે સાધનાનો મૂળ પાયો શ્રદ્ધા અને ભક્તિ છે. જ્ઞાનથી તેનું પરિશોધન થાય છે. સોનું તે સોનું જ છે પરંતુ અગ્નિથી તેનું પરિશોધન થાય છે અને નિર્મળ સોનું ઉપલબ્ધ થાય છે, તેમ જ્ઞાનરૂપી અગ્નિથી શ્રદ્ધારૂપ સુવર્ણ પરિશુદ્ધ થયા પછી સિદ્ધ પદની ઉપલબ્ધિ થાય છે. પૂર્વપદમાં આત્યાંતિક વિયોગની વાત કહી છે અને આ ઉત્તરપદમાં શાશ્વત સિદ્ધપદની વ્યાખ્યા કરી છે. આમ બહુ જ સુંદર રીતે કાર્યકારણનું સંકલન કર્યું છે. એક બાજુ કારણરૂપ આત્યંતિક વિયોગ છે અને બીજી બાજુ કાર્યરૂપ શાશ્વત પદ છે. આત્યંતિક વિયોગ તે અનંત અભાવને સૂચિત કરે છે, જ્યારે શાશ્વત પદ તે આત્માની અનંત સદ્ભાવ સૂચિત કરે છે. આમ કર્મનો અનંત વિયોગ અર્થાત્ અભાવ તે શાશ્વત સદ્ભાવનું પ્રધાન કારણ છે. દેહાદિક સંયોગ તે ક્ષણિક હોવા છતાં નિરંતર ચાલનારો સંયોગ હતો અને આવા સંયોગની પરંપરાને સંપૂર્ણ છેદવાથી કર્મનો અને સંયોગનો, બંનેનો આત્યંતિક અર્થાત્ અનંત અભાવ પ્રગટ થાય છે. હવે અનંતકાળ સુધી સંયોગ થવાનો નથી. સંયોગનો તેવો અભાવ, તે આત્યંતિક વિયોગ છે અને નિષ્પન્ન થયેલો આ આત્યંતિક વિયોગ તે અનંતકાળ સુધી ટકી રહેતા શાશ્વત પદનું કારણ છે. અંતવાળો અભાવ ક્ષણિક સુખ આપે છે, જ્યારે અનંતકાળનો અભાવ તે અનંતકાળનું શાશ્વત પદ આપે છે. ગાથામાં કથિત કર્મનો ક્ષય, તે સાધન છે અને શાશ્વત પદ, તે સાધ્ય છે. હવે આગળની ગાથામાં કર્મક્ષયના ઉપાયો બતાવશે પરંતુ આ ગાથામાં કર્મમુક્તિની સ્થાપના કરવામાં આવી છે અને કર્મમુક્તિથી શાશ્વત એવી સિધ્ધપદરૂપી મુક્તિ અર્થાત્ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ગાથામાં સ્પષ્ટ કથન છે કે મોક્ષ તે શૂન્યતત્ત્વ નથી. પરંતુ શાશ્વત અનંતકાળ સુધી આત્માને શાંતિ આપી શકે તેવો સહચારી ભાવ છે. આધ્યાત્મિક સંપૂટ : પરિણામરૂપ મોક્ષ ભલે સમયે થાય પરંતુ જીવ જ્ઞાન દ્વારા મુક્તિ પILLSLLLLLLLLLLLLLLSLLLLLSLLLLLSLLS(૩૭૮) LLLLLLLLLS

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404