Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda

View full book text
Previous | Next

Page 401
________________ દ્વિતીય ખંડ ઉપસંહાર દ્વિતીય ખંડ ઉપસંહાર : મહાભાષ્યના દ્વિતીય ખંડનો જો વિસ્તારથી ઉપસંહાર કરવા જઈએ, તો તે પણ ઘણા વિશાળ ચિંતન સમૂહને આવરી લે છે. કારણ કે આત્મસિદ્ધિનો જે મુખ્ય પાયો છે, તે “ષપદ નિરૂપણ” અથવા “ષપદ સમાધાન છે. તે આખું નિરૂપણ લગભગ પ્રશ્નોત્તર રૂપે પીરસાયું છે. મતાથ રૂપે એક જિજ્ઞાસુનું સ્વરૂપ સામે રાખીને સદ્ગુરુનો ઉપદેશ પ્રકાશિત કરવામાં આવ્યો છે. પ્રશ્નોત્તર રૂપે શાસ્ત્રો પીરસવા, તે પદ્ધતિ પ્રાચીનકાળથી જ ચાલી આવે છે. ભારતીય સંસ્કૃતિના બધા શાસ્ત્રો કે સંપ્રદાયોમાં કે પ્રાચીન આગમગ્રંથોમાં આ પદ્ધતિ અપનાવી છે. જૈનશાસ્ત્રોમાં અનેક સ્થાને ગણધર ગૌતમસ્વામીના પ્રશ્નો અને ભગવાન મહાવીરનો ઉત્તરો છે. તે જ રીતે સનાતન ધર્મના આર્યગ્રંથોમાં પણ પ્રશ્નોત્તર પદ્ધતિ પ્રચૂર માત્રામાં જોઈ શકાય છે. અહીં પણ કૃપાળુ ગુરુદેવે આ સરળ પદ્ધતિનો ઉપયોગ કરીને આ દ્વિતીયખંડમાં લગભગ ઘણા પ્રશ્નોનું ઉત્તમ સમાધાન કર્યું છે. - જેમાં આત્માથી લઈ મોક્ષના ઉપાય સુધીની સ્થાપના છે, તેવા આ છ એ ધ્રુવપદો સમગ્ર સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યક ચારિત્રને આધ્યાત્મિક રીતે પ્રગટ કરી મોક્ષમાર્ગનું નિર્ધારણ કરે છે. આત્માની સ્મૃતિ અને સ્વીકૃતિ, તે સમ્યગ્દર્શન છે અને ત્યાર પછીના પદોમાં કર્તા, ભોક્તાનો વિચાર કરી અકર્તા–અભોક્તા રૂપે શુદ્ધ થવું, તે મોક્ષ છે. અને તેના સાધનરૂપ જે ઉપાસના છે, તે ચારિત્ર છે....... અસ્તુ. અહીં આપણે આ દ્વિતીય ખંડમાં પાંચ પદનું વિવરણ કરી આ ખંડને પૂરો કરી રહ્યા છીએ. (૧) આત્મા છે, (૨) આત્મા નિત્ય છે, (૩) કર્તા છે, (૪) ભોક્તા છે અને (૫) મોક્ષ છે. આ પાંચે પદો ઉપર યથાસંભવ ઊંડું માર્મિક વિવેચન કરવામાં આવ્યું છે. જેમાં પૂર્વપક્ષ ઊભો કરી સમજવા માટે કેટલાક પ્રશ્નોની છણાવટ કરી છે. તે જ રીતે મતાર્થીને પણ શંકાકાર રૂપે કે પ્રતિપક્ષી રૂપે કે જિજ્ઞાસુ શિષ્યરૂપે પ્રદર્શિત કરીને કૃપાળુ ગુરુદેવના રહસ્યમય ભાવો સમાહિત કર્યા છે. અનેક શ્રીમાન ધુરંધર વિદ્વાન વિરક્ત આત્માઓએ આત્મસિદ્ધિ ઉપર વિશાળ વિવેચન કર્યું છે અને ઘણા ઘણા ઉપદેશાત્મક ભાવોને સંચિત કર્યા છે. જે પઠનીય અને સુવાચ્ય છે. તેઓએ ગંભીર ભાવોને આલેખીને ઊંડા પાણીમાં ડૂબકી મારી છે. સમજદારને મોતી પણ હાથ લાગે. અહીં કહેવાનો ઉદ્દેશ એ છે કે આ મહાભાષ્ય થોડી અનોખી શૈલીથી ચિંતન કણિકાઓને પ્રગટ કરી રહ્યું છે. તે ઉપરાંત અધ્યયનશીલ વ્યક્તિઓ માટે કેટલાક ગુપ્ત ભાવો પ્રસ્કૂટિત કરવામાં આવ્યા છે. આત્મસિદ્ધિ જેવા મહાન અધ્યાત્મગ્રંથો ઉપર થયેલી વિશાળ ટીકાઓ અને આ મહાભાષ્ય, આ સુવર્ણગ્રંથરૂપી સિક્કાની બંને બાજુને અંકિત કરે છે. એક બાજુ દિવ્યદર્શન છે અને બીજી બાજુ અનુપમ પ્રતિભા છે. ઉપર્યુક્ત પાંચે પદ બંને રીતે ચિંતન માંગે છે. એક તરફ સરળ સમાધાન અને આત્મા \\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\(૩૮૦) ISLS

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404