Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
દ્રવ્યની સ્થાપના કરવામાં આવી છે. મોક્ષશાસ્ત્ર વગેરે ગ્રંથોમાં પાંચ દ્રવ્યોનું જ નિરૂપણ છે. કાલને
સ્થાયી દ્રવ્ય તરીકે ઘણા આચાર્યોએ સ્વીકાર કર્યો નથી. પ્રાયઃ દિગંબર પરંપરામાં કાળ એક સ્વતંત્ર દ્રવ્ય છે, તેવું આચાર્યાનું મંતવ્ય છે... અસ્તુ.
અહીં આપણે એટલું જ કહેવા માંગીએ છીએ કે આ બધા દ્રવ્યો બે ભાગમાં વિભકત થાય છે, જડ અને ચેતન. બીજી યુકિતથી પણ દ્રવ્યો બે ભાગમાં વિભકત થાય છે, રૂપી અને અરૂપી. પ્રથમ વિભાગમાં આત્મતત્ત્વને છોડીને બધા દ્રવ્યો જડ છે. જડનો અર્થ જ્ઞાન રહિત થાય છે અને બીજા પક્ષમાં આત્મતત્ત્વ એક જ ચેતન દ્રવ્ય છે અને તે જ્ઞાન સહિત છે. પંરતુ બીજી રીતે વિભકત કરતા રૂપી દ્રવ્યમાં એક પુદ્ગલ દ્રવ્ય જ છે. બાકીના પાંચેય દ્રવ્યો અરૂપી છે. આ વિભાજન સરખી રીતે સમજી લેવાથી આપણી દર મી ગાથાના આ બંને પદો વધારે સ્પષ્ટ થશે. શાસ્ત્રકારે અહીં દેહને માત્ર એક સંયોગ બતાવ્યો છે. અર્થાત્ કોઈ પણ પ્રકારના ભૌતિક સંયોગ કે કર્મના સંયોગથી આ દેહનું નિર્માણ થયું છે. આટલું કહ્યા પછી આ દેહ જે જડ દ્રવ્યથી નિર્માણ થયો છે, તે જડ દ્રવ્ય રૂપી પણ છે અર્થાત્ પુલાસ્તિકાય છે. પુગલનો પિંડ માત્ર દૃશ્યમાન રૂપી દ્રવ્ય છે. પદાર્થ સ્વયં દ્રશ્ય કે અદ્રશ્ય હોતો નથી પરંતુ જ્ઞાનેન્દ્રિયવાળો જીવ જ્યારે પદાર્થના દર્શન કરે છે, ત્યારે તે પદાર્થ તેને દ્રશ્યરૂપે પ્રતિભાષિત થાય છે. આ આધ્યાત્મિક ઊંડો ભાવ ખાસ સમજવાનો છે. અહીં જડ રૂપી' એમ લખ્યું છે પરંતુ હકીકતમાં આ રૂપી જડ દ્રવ્ય દૃશ્યમાન બને છે.
સામાન્ય મનુષ્યની ઈન્દ્રિયો રૂપી પદાર્થને છોડીને કોઈ પણ બીજા દ્રવ્યને પોતાનો વિષય બનાવી શકતી નથી અને દ્રુશ્ય પણ બનાવી શકતી નથી. ફકત આ જ્ઞાનેન્દ્રિયો રૂપી જડ દ્રવ્યને જ દ્રશ્યમાન કરી શકે છે. અહીં શાસ્ત્રકારની દ્રષ્ટિ પદાર્થ કરતા ફકત જડ દ્રવ્ય ઉપર આધાર રાખી શંકાકારની છૂળ બુદ્ધિનું આખ્યાન કરે છે. શરીર એક માત્ર સંયોગરૂપ છે અને તે જડ રૂપી દ્રવ્યોથી બનેલો છે. જે વ્યક્તિ ફક્ત તેને જ જૂએ છે, તે ત્યાં અટકી જાય છે. તે દેહને જ પ્રધાન તત્ત્વ ગણે છે. તેના માટે દેહનું દ્રશ્ય મુખ્ય દૃશ્ય બની જાય છે પરંતુ અહીં શાસ્ત્રકાર કહે છે આ ફકત જડ રૂપી દ્રશ્ય છે, તે આત્મતત્ત્વને ગ્રહણ કરી શકતું નથી. અહીં દૃશ્ય અને દૃષ્ટા એ બને જ્ઞાનના આધારે છે પરંતુ દૃષ્ટાનો વિવેક ન હોય, ત્યાં સુધી આવા જડ દ્રુશ્યોને પ્રધાનતા આપે છે. અહીં આ પદમાં દેહ તે વિષય છે અને દ્રષ્ટા છે તે જ્ઞાતા છે. અર્થાત્ દૃષ્ટા દેહને દૃશ્યમાન કરે છે. એટલે સિદ્ધિકાર કહે છે કે વળી આ સંયોગ પણ જડ છે, રૂપી છે અને દ્રુશ્ય છે.
ચેતનના ઉત્પત્તિ લય – આ સમસ્યાનું નિવારણ કરવા માટે આગળના પદમાં શાસ્ત્રકાર કહે છે કે શરીરની અંદર રહેલું જે જ્ઞાનમય તત્ત્વ છે અને તેના ઉત્પત્તિ અને લય થાય છે, તે ઉત્પત્તિ અને લય શરીરની ઉત્પત્તિ અને લય સાથે સંબંધ ધરાવતા નથી. દેહ ભૌતિક પુદ્ગલોના સંયોગથી ઉદ્ભવ્ય છે અને તે પુગલો વિખરાતા લય પામે છે. દેહની ઉત્પત્તિ અને દેહમાં ઉત્પન થનાર જીવની ઉત્પત્તિ બંને નિરાળી ક્રિયા છે. એ જ રીતે દેહની ઉત્પત્તિ અને વિલયે નિરાળી ક્રિયા છે. દેહનો વિલય તે પુદ્ગલોનો અસંગઠિત પ્રભાવ છે. જયારે આત્માનો વિલય તે હકીકતમાં વિલય નથી પરંતુ સ્થાનાંતર રૂપ વિલય છે. આત્માની ઉત્પત્તિ અર્થાત્ આત્માની સૃષ્ટિ
\\\\\\\\\\\\\(૧પ૭) NMMS
NSSSSS