Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
અહીં શાસ્ત્રકાર જીવને ઉપદેશ આપે છે કે કર્તા કોઈ અલગ ઈશ્વર નથી પણ તું પોતે જ તારા કર્મનો કર્તા છે. ઈશ્વર તો પોતાના શુધ્ધ સ્વભાવમાં સંસ્થિત છે. ઈશ્વર એ શક્તિધર, નિર્મળ જ્ઞાનાત્મક તત્ત્વ છે. સાંસારિક પ્રપંચથી દૂર થઈ ભગવાન પોતાના સ્વભાવમાં બિરાજમાન છે. આ રીતે ઈશ્વર, એ ઉપાસ્યતત્ત્વ છે, પૂજ્ય તત્ત્વ છે, દિવ્ય તત્ત્વ છે. તેને આવા માયાવી સાંસારિક કાર્યમાં કર્તા માનીને જો કોઈ છટકી જાય, તો તે ધર્મથી વિરુદ્ધ છે. એટલે જ ગાથાના બીજા પદમાં શાસ્ત્રકારે સ્વયં ઈશ્વરનો સ્વીકાર કર્યો છે અને કહે છે કે ઈશ્વર શુદ્ધ સ્વભાવ' આ વાક્યથી પ્રતિબોધ થાય છે કે અહીં ઈશ્વરવાદનો વિરોધ કરવામાં આવ્યો નથી. ઈશ્વર એ શુદ્ધ તત્વ છે. પોતાની દિવ્ય પ્રતિભાથી સંસારને આલોકિત – પ્રકાશિત કરે છે. નમોત્થરં સ્તોત્રમાં દેવાધિદેવ માટે લોકપઈવાણં' અર્થાત્ “સમસ્ત લોકને પ્રકાશ આપનારા', શબ્દનો પ્રયોગ છે. ઈશ્વર પોતાની નિર્મળ સત્તાથી સાક્ષાત્ સ્વયં અપ્રભાવ્ય અવસ્થામાં પ્રકાશમાન રહે છે. તેથી ઈશ્વરને શુદ્ધ સ્વભાવ કહીને પરોક્ષ ભાવે પ્રભુના ગુણાનુવાદ કર્યા છે. “કર્તા ઈશ્વર કોઈ નહીં આ ગાથામાં “ કોઈ શબ્દનો જે પ્રયોગ છે, તે એક પ્રકારનો વિશેષ દિશાનિર્દેશ છે. અન્યથા ગાળામાં કોઈ બોલવાની જરૂર ન હતી. - ઈશ્વર કર્તા નહિ એટલું કહેવાથી પણ મંતવ્ય પ્રગટ થઈ શકતું હતું. તો કોઈ' કહેવાનું શું તાત્પર્ય છે ? ગુજરાતી ભાષામાં કોઈ શબ્દ “ફોડ અથવા “દે જે કોઈપણ કોઈ શબ્દ આશ્ચર્યવાચક સર્વનામ છે. જે તત્ત્વને આપણે જાણતા નથી તેના માટે આ સર્વનામનો પ્રયોગ થાય છે. જેમકે કોઈ આવ્યું નથી. ત્યાં આવનાર કોણ છે, તેનો કોઈ બોધ નથી. આવા અગમ્ય તત્ત્વ માટે કોઈ શબ્દ વપરાય છે. કોઈ જવાનું નથી, કોઈ બોલવાનું નથી. આ બધા વાક્યોમાં બોલનાર કે જનાર અસ્પષ્ટ છે, તે રીતે અહીં ઈશ્વર નામની કોઈ વ્યક્તિ સ્પષ્ટ નથી. ઈશ્વર નામની કોઈ સત્તા સ્પષ્ટ નથી, માટે પ્રત્યક્ષ ભાવે પ્રતિકાર કરવામાં આવ્યો છે. પરોક્ષ ભાવે ભલે ને ઈશ્વર કર્તા હોઈ શકે. અહીં કોઈ શબ્દ મૂકવાનો અર્થ એ છે કે પ્રત્યક્ષ દૃષ્ટિગોચર કોઈ કર્તા નથી. આ રીતે પ્રત્યક્ષ પ્રતિકાર કરવા માટે કોઈ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. કોઈ દેખાતું નથી તેમ કહેવામાં પ્રત્યક્ષ કોઈ દેખાતું નથી, તેવો અર્થ થાય છે. સૂક્ષ્મ સ્થિતિ શું છે ? તે અગમ્ય છે. અદ્રશ્ય ભાવોનો પરિહાર કરી દ્રશ્યભાવે જે કાંઈ ઘટિત થતું હોય, ત્યાં “કોઈ શબ્દનો પ્રયોગ કરવો પડે છે. કોઈ જણાતું નથી. તેનો અર્થ એ છે કે પ્રત્યક્ષ કોઈ જણાતું નથી... અસ્તુ..
આ જ ભાવોમાં શાસ્ત્રકાર કહે છે કે “કર્તા ઈશ્વર કોઈ નહી' પ્રત્યક્ષ રૂપે જીવના કર્મોનો કર્તા ઈશ્વર નથી પરંતુ સૂક્ષ્મ ભાવે જીવ અને આત્માને એક માનીએ તો કર્તા બની શકે છે.
જેનદર્શન અનેકાંતવાદી છે તે સ્પષ્ટ છે. આ આત્મસિદ્ધિશાસ્ત્રમાં સિદ્ધિકારે સ્યાદ્વાદનો પૂરો પ્રયોગ કર્યો છે અને એકાંતવાદને ટાળવા ભરપૂર પ્રયાસ કર્યો છે. તો અહીં પણ આત્માથી ઈશ્વરને જો અલગ માનવામાં આવે તો ભેદ દ્રષ્ટિએ ઈશ્વર કર્તા નથી, તે સ્પષ્ટ છે અને ભેદવૃષ્ટિના અવલંબનથી પ્રત્યક્ષ રૂપે કર્તા ઈશ્વર કોઈ નહિ' એમ કહ્યું છે.
આ ગાથામાં ઈશ્વરની ચર્ચા મુખ્ય નથી પરંતુ કર્તુત્વની ચર્ચા મુખ્ય છે. કર્તુત્વ એટલે કર્મનો
(૨૬૩) INS