Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ભોગવનાર છે. ભોગક્રિયા કે ભોગ્ય સ્થાન તે ભોગના નિમિત્તો છે. તે મૂળભૂત ભોકતા સાથે સંબંધ ધરાવે છે. આમ કર્મફળનો ભોકતા જીવાત્મા અલગ અલગ ભોગ્યસ્થાનમાં પરિભ્રમણ કરી કર્મફળ ભોગવે છે. આ છે શાસ્ત્રકારનું ભોગ્યસ્થાન વિષે કથન.
સ્થાનક દ્રવ્ય સ્વભાવ : આગળ ચાલીને શાસ્ત્રકાર કહે છે કે ભોગ્યસ્થાનમાં અમુક દ્રવ્યો પણ નિશ્ચિતરૂપે રચના પામેલા છે અને ભોગ્યસ્થાનમાં પરિણામ પામેલા પુદ્ગલો પોતાનો એક ખાસ સ્વભાવ પ્રગટ કરે છે. તેથી સિદ્ધિકારે તેને દ્રવ્ય સ્વભાવ કહ્યું છે, જેમ ચેતનનો જ્ઞાનાદિ સ્વભાવ છે, તેમ જડનો પણ એક વિશેષ સ્વભાવ હોય છે. જડનો સ્વભાવ બે પ્રકારે જાણવા યોગ્ય છે. (૧) જડદ્રવ્યના ગુણો અને (૨) ગુણોનું પરિણમન. જડના જે ગુણો છે તે પણ તેનો સ્વભાવ છે પરંતુ ગુણો જાણવા માત્રથી જ દ્રવ્યનો સ્વભાવ પૂરી રીતે જાણી શકાતો નથી, કારણ કે ગુણોનું પણ એક વિશેષ પરિણમન છે. ગુણોમાં એક વિશેષ પરિણામ આપવાની શકિત છે. કારેલા પણ કડવા છે અને અફીણ પણ કડવું છે. કડવાશનો ગુણ બંનેમાં સ્વભાવ રૂપે રહેલો છે પરંતુ કારેલાની કડવાશ શકિતવર્ધક છે, જ્યારે અફીણની કડવાશમાં મારણ શકિત છે. તે ગુણોનો પરિણામ રૂપ સ્વભાવ છે.
અહીં સિદ્ધિકારે જે દ્રવ્ય સ્વભાવ મૂક્યો છે. તે કર્મદ્રવ્યની અપેક્ષાએ મૂકયો છે. કર્મદ્રવ્યનો જે પૌદ્ગલિક સ્વભાવ છે, તે તો છે જ પરંતુ તેમાં સુખ દુઃખ રૂપે શુભાશુભ ફળ આપવાની જે કર્મશકિત સમાવિષ્ટ થઈ છે, તે કર્મનો સ્વભાવ બની જાય છે અને આ કર્મ બંને રીતે ફળ આપે છે. શરીર પિંડરૂપી જે સ્થૂલ દ્રવ્યો છે તેમાં પણ અનુકૂળ-પ્રતિકૂળતાના ભાવો ઉત્પન્ન કરે છે. અંગ-ઉપાંગની સુઘડતા અથવા ખોડખાપણ, તે કર્મનું દ્રવ્ય પરિણામ છે અને તેનાથી જે સંવેદન થાય છે, તે ભાવ પરિણામ છે. સિદ્ધિકારે અહીં દ્રવ્યસ્વભાવ મૂકીને એક ગૂઢ વિષયની અભિવ્યકિત કરી છે, તેથી સ્વયં ત્રીજા પદમાં કહે છે કે આ વાત ઘણી ગહન છે, ગંભીર છે, ચિંતનીય છે. શા માટે ગહન છે, તેનો ખુલાસો કર્યો નથી. સંક્ષેપમાં કહીને વિષયને આટોપી લીધો છે, હવે આપણે અહીં ગહન વિષય પર થોડો પ્રકાશ નાંખશુ અને દ્રવ્ય સ્વભાવ શું છે ? જીવના અશુભ પરિણામનો કે અશુદ્ધ ભાવનો પદ્ગલ ઉપર કેમ પ્રભાવ પડે છે? પુદ્ગલ શા માટે જીવના અશુદ્ધ પરિણામોથી પ્રભાવિત થાય છે ? શું જડ-ચેતનનો કોઈ પરિણામ સંબંધ છે ? તે વિષે વિચાર કરશું.
જીવ-૫ગલનો સંબંધ : નિશ્ચયવૃષ્ટિએ બન્ને દ્રવ્યો સ્વતંત્ર હોવા છતાં સર્વથા સ્વતંત્ર હોય તેમ કહી શકાય નહીં, કેટલાક શાસ્ત્રો નિમિત્ત નૈમિતિક ભાવ કહીને આ સંબંધને સામાન્ય બુધ્ધિથી ગ્રહણ કરે છે પરંતુ હકીકતમાં નિમિત–નૈમિત્તિક ભાવ હોવા છતાં નિમિત્ત ભિન્ન-ભિન્ન પ્રકારના છે, તેનો ઘટસ્ફોટ થતો નથી.
નિમિત્ત કારણ એટલે શું ? નિમિત્ત બે પ્રકારનું છે (૧) બાહ્ય નિમિત્ત (૨) આત્યંતર નિમિત્ત. બાહ્ય નિમિત્ત તે અસંયોગી હોવાથી ખાલી ઉપસ્થિતિ માત્રથી નિમિત્તે કારણે બની દૂર ખસી જાય છે. જયારે આત્યંતર નિમિત્ત જે કાર્યમાં નિમિત્ત છે, તેની સાથે પરિણામ પામે છે. તે
sssssssssssb\\\\\\\\\\\\\\\\\\(૩૩૨) SSSSSSS