Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda

View full book text
Previous | Next

Page 376
________________ છે. એટલે શાસ્ત્રકારોએ તેને નિવૃત્તિ કહી નથી. “તો સ્ત્રી ને નિવર્તિતે ગીવાઃ” અર્થાત આત્મા એવા સ્થળે પહોંચે કે હવે તેને ત્યાંથી ફરીથી પાછા ફરવાનું નથી કારણકે તેને અજનક કે અજન્મા તેવી નિવૃત્તિ પ્રાપ્ત થઈ છે. સામાન્ય રીતે માણસ કામ કરે છે અને સૂવે છે, તે બંને એક પ્રકારની પ્રવૃત્તિ જ છે. એક કામથી નિવૃત્ત થઈ આરામ લે, બીજી પ્રવૃત્તિ શરૂ કરે, તેવો મનુષ્યનો સ્વભાવ પણ છે અને કર્મ વિપાક પણ તેવો છે, તો આ બધી સાચી નિવૃત્તિ નથી. વ્યવહારમાં કહેવાય છે કે આ ભાઈ નિવૃત્ત થયા છે પણ હકીકતમાં તે કર્મ પ્રવાહથી મુક્ત થયા નથી. તેના મન-વચન-કાયાના યોગો શાંત થયા નથી. તેને નિવૃત્તિની કોટિમાં મૂકી ન શકાય. સાધ્વાચારમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ તે સાધનાનું મુખ્ય અંગ છે. તેમાં સમિતિ શબ્દ પ્રવૃત્તિ વાચક છે અને ગુપ્તિ શબ્દ નિવૃત્તિ વાચક છે. શાસ્ત્રકારે મનગુપ્તિની વ્યાખ્યા નિવૃત્તિરૂપ માની નથી. મન અસભ્યભાવે પ્રવૃત્તિ ન કરે, તેને જ મનોગુપ્તિ કહી છે. એક ખુલાસો : પ્રવૃત્તિની પોતાની બે ધારા છે. સમ્યક–અસમ્યક, હિંસક–અહિંસક, શુભ-અશુભ, ધર્મને અનુકૂળ અને ધર્મને પ્રતિકૂળ. આ રીતે જીવના કર્મોદય પ્રમાણે અને પુરુષાર્થ પ્રમાણે, પ્રવૃત્તિ બંને રૂપમાં પ્રવાહિત થાય છે. અસમ્યક પ્રવૃત્તિથી સમ્યક પ્રવૃત્તિમાં જવું, ત્યાં પણ નિવૃત્તિનો ભાવ છે. ખોટામાંથી નિવૃત્ત થવું અને સત્યમાં પ્રવૃત્ત થવું, અહીં પણ જે નિવૃત્તિ છે, તે આપણે ઉપર કહી તે પ્રમાણે ક્રમિક સાધનાનું અંગ છે. જેમ જીવનનો દોર બદલે અને મિથ્યાભાવથી સમ્યક ભાવમાં પ્રયાણ થાય, ત્યાં જે મિથ્યાભાવમાંથી નિવૃત્ત થયો છે, તે નિવૃત્તિ પણ મંગળકારી છે. તેમાં શક નથી પરંતુ હકીકતમાં આ નિવૃત્તિ તે પણ એક પ્રકારની પ્રવૃત્તિ કે પ્રક્રિયા છે. જ્યારે અહીં જે મોક્ષની વાત છે, તે સંપૂર્ણ શુભાશુભ કર્મના ફળથી વિમુક્ત થવું, કર્મનું મૂળ જ છેદાઈ જવું, સર્વ કર્મનું સત્તા માત્રમાંથી નીકળી જવું. કર્મના પ્રભાવથી મુક્ત થવું છે. અહીં ખાસ સમજવાનું એ છે કે આ કર્મમુક્તિમાં ઘાતિ કર્મથી મુક્ત થવું અને અરિહંત અવસ્થાનો ઉદ્ભવ થવો, તે સાચી નિવૃત્તિનું પ્રથમ પગથિયું છે જ્યારે ઘાતિ અને અઘાતિ બંને કર્મોથી મુક્ત થવું અને સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત થવી તે નિવૃત્તિનું બીજું પગથિયું છે અને ત્યાં સંપૂર્ણ વિરામ છે. ઊંડી વાત : જે જે ગુણસ્થાનોમાં જે-જે કર્મનો ક્ષય ભાવ બતાવેલો છે અને સત્તા પણ વિલુપ્ત થઈ જાય છે. ત્યાં-ત્યાં તે-તે કર્મની નિવૃત્તિ થતાં ગુણસ્થાનની માત્રા આગળ વધે છે. આમ સાતમાં ગુણસ્થાનકથી લઈને ચૌદમા ગુણસ્થાનક સુધી સંપૂર્ણ નિવૃત્તિનો એક ક્રમ જોવા મળે છે. આ ગાથામાં નિવૃત્તિ શબ્દનો ઉલ્લેખ કરીને સિદ્ધિકારે નિવૃત્તિને પ્રમાણભૂત માની છે અને જે જે સ્થાનોમાં કર્મનો સંપૂર્ણ પ્રવાહ અટકે છે, તે પણ એક સફળતા છે. જેમ કર્મ સફળ છે, તેમ કર્મનો અભાવ પણ વિપરીત સફળતા ઉત્પન્ન કરે છે. આ સફળતા તે જીવની પોતાની છે. કર્મ જ સફળ છે તે શુભાશુભ રૂપે છે અને કર્મના અભાવરૂપ જે સફળતા છે, તે જીવના પોતાના

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404