Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda

View full book text
Previous | Next

Page 392
________________ ગાથા-૯૧ ઉપોદ્દાત : આ સમગ્ર વિશ્વ અને તેનું દ્રશ્યમાન નાટક સંયોગ-વિયોગનો જ ખેલ છે. જે કાંઈ ઘટિત થાય છે તેમાં મુખ્ય સંયોગ વિયોગની જ ક્રિયા છે. મળવું અને જુદું થવું, તે બે ક્રિયામાં જ સમગ્ર સંસાર ક્રિયમાણ છે. અર્થાત્ Run કરી રહ્યો છે, પ્રવર્તમાન થઈ રહ્યો છે. આ સંયોગ અને વિયોગ બે પ્રકારના છે. (૧) ક્ષણિક સંયોગ-વિયોગ અને (૨) સંપૂર્ણ સંયોગ-વિયોગ જે સંપૂર્ણ વિયોગ છે, તેને આત્યંતિક વિયોગ કહેવામાં આવે છે. આ ગાથામાં આત્યંતિક વિયોગની અભિવ્યક્તિ કરવામાં આવી છે. આત્યંતિક સંયોગ તે એક નિરાળું પ્રકરણ છે. આ ગાથામાં મુખ્યત્વે આત્યંતિક વિયોગની કથા જણાવીને તેના પરિણામ કે ફળની વિવક્ષા કરી છે. કોઈ સામાન્ય પદાર્થનો આત્યંતિક વિયોગ હોય, તો તે એટલો મહત્ત્વપૂર્ણ નથી પરંતુ જીવની મુખ્ય સંપત્તિ શરીર છે અને શરીરમાં પણ સ્થૂલ ભૌતિક ઔદારિક, વૈક્રિય શરીર અને સૂક્ષ્મ એટલે તેજસ-કાશ્મણ ઈત્યાદિ અદ્રશ્યમાન શરીર ગણાય છે. આમ આ બધા શરીરો દેહાદિક ભાવ છે. તેનો આત્યંતિક વિયોગ ઘણો જ મહત્ત્વપૂર્ણ છે. આ ગાથામાં દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ તથા તેના ફળ સ્વરૂપે ઉદિત થતો સિધ્ધ સ્વભાવ, એ બંનેનું કારણ કાર્ય રૂપે એક સાંકળ નું આખ્યાન કરવામાં આવ્યું છે. હવે આપણે મૂળ ગાથાનો સ્પર્શ કરીએ. દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ, સિદ્ધમોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખભોગાલ્વી પૂર્વપક્ષ ઃ ગાથામાં કહ્યું છે કે દેહાદિક સંયોગ. હકીકતમાં દેહનો આત્મા સાથે સંયોગ થતો જ નથી. દેહનો આત્મા સાથે સંયોગ થઈ શકતો જ નથી. આત્મા અરૂપી તત્ત્વ છે અને દેહ પદ્ગલિક છે, તેથી જીવ અને દેહનો સંયોગ સંભવતો નથી. જ્યાં સંયોગ જ નથી, ત્યાં વિયોગની વાત જ ક્યાંથી આવે ? ગાથાના પ્રથમ પદમાં દેહાદિક સંયોગ, જે લખ્યો છે તે સંયોગ પૂર્વપક્ષની વૃષ્ટિએ સંભવિત નથી. ઉત્તરપક્ષ ઃ હકીકતમાં આત્મા અને દેહનો સંયોગ નથી તે વાત બરાબર છે પરંતુ આ સંયોગ દ્રવ્યના પરિણમન રૂપ નથી, પણ ભાવાત્મક છે. જંગલમાં કોઈ માણસ વાઘથી ડરે છે. વાઘના સંયોગથી ભય પામે છે, ત્યારે હકીકતમાં વાઘ અને માણસનો સંયોગ થયો નથી. વાઘ પોતાની જગ્યાએ છે અને વ્યક્તિ પોતાની જગ્યાએ છે પરંતુ અહીં વાઘ અને મનુષ્યનો ભાવ પરિણમન સંયોગ છે. આ સંયોગ તે દૂરન્વય સંયોગ છે. તે સંયોગથી ભયરૂપ પરિણમન થયું છે, તેથી તેને સંયોગજન્ય પરિણામ કહેવામાં કોઈ દોષ નથી. આ રીતે અહીં સિદ્ધિકારે દેહાદિક સંયોગની જે વાત કરી છે, તે દેહાદિક યોગથી જીવમાં જે ભાવ પરિણમન થાય છે, તેને દેહાદિક સંયોગ કહ્યો છે. હકીકતમાં જો આવો મિથ્થા સંયોગ હોય, તો જ તેનો વિયોગ થઈ શકે અર્થાત જે સંયોગનું ધરાતલ નથી. મૂળમાં બે દ્રવ્યોનો સંયોગ નથી પરંતુ ફક્ત ભાવ પરિણમન રૂપ સંયોગ છે, તેથી તેનો વિયોગ થવો કે વિયોગ કરવો તે સરળ બની જાય છે. મૂળ વગરનું ઝાડ છે એટલે \\\\\(૩૭૧)\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\

Loading...

Page Navigation
1 ... 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404