Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
અશુભ કર્મનો આત્યંતિક ક્ષય થઈ જાય છે, ત્યારે પુણ્યનો બંધ થતો અટકી જાય છે. નીચેની વિભાજન વ્યવસ્થાથી આ વાત સ્પષ્ટ થશે.
શુભ ક્રિયા બે રીતે થાય છે. (૧) અશુભ ક્રિયાના અભાવમાં સ્વતઃ થનારી નિરવધ શુભ ક્રિયા, જ્યાં સુધી શરીર છે, ત્યાં સુધી વધતે ઓછે અંશે યોગોની ચંચળતા અનુસાર શુભક્રિયાના બંધમાં ઓછી-વધતી સ્થિતિ બંધાય છે. આ આખી ક્રિયા સ્વતંત્ર છે. તેમાં જીવનું કર્તુત્વ નથી. શુભક્રિયાની સ્વતંત્રતા એક રીતે પરાધીન છે. અશુભ ક્રિયાની નિવૃત્તિ થતાં શુભક્રિયાને અવકાશ મળે છે. આ છે પ્રથમકક્ષાની સામાન્ય શુભક્રિયા. (૨) બીજી શુભક્રિયા તે મનુષ્ય પોતાના ભાવોથી યોગોનું સંચાલન કરી ઈચ્છાપૂર્વક શુભકાર્યો કરે છે. જો કે ત્યાં પણ ઈચ્છા કે રાગ મંદ કષાય રૂપે અસ્તિત્વ ધરાવે છે પરંતુ કષાયનો અભાવ થતાં યોગો સ્વયં શુભ ક્રિયા કરે છે. આ બીજા નંબરની શુભક્રિયામાં જીવાત્મા પોતાના વીર્યનો પ્રયોગ કરે છે અને પરિણામે પુણ્યનો બંધ થાય છે. પુણ્યના ફળ ભોગવવા કે ન ભોગવવા તેમાં જીવ સ્વતંત્ર છે.
રાત
ના પુણ્યફળનો બે રીતે ત્યાગ કરે છે. (૧) પુણ્યફળથી જે પ્રાપ્ત થાય, તેનો ત્યાગ અને (૨) પુણ્યના યોગથી જે દેહાદિ સામગ્રી મળી છે તેમાં અનુરાગ ન રાખે અને સુખની કામના ન કરે, તો પણ પુણ્યનો ત્યાગ થાય છે. એકમાં ત્યાગ છે અને બીજામાં વૈરાગ્ય છે. ત્યાગમાં પણ વૈરાગ્ય છે અને વૈરાગ્યમાં પણ ત્યાગ છે. પુણ્યફળની ઉપસ્થિતિમાં અને તેના ભાગમાં પણ વૈરાગ્યની સ્થિતિ હોવાથી જીવ પણ્યફળથી મુકત રહે છે. આ આખી શુભક્રિયા અશુભ ક્રિયાના ત્યાગમાં સ્વતઃ જીવની સાથે જોડાતી રહે છે. - અશુભક્રિયા એક કષાયયકત નિરાળો ભાવ છે. જે અધ્યાત્મને દૂષિત કરે છે અને યોગોને પણ દૂષિત કરે છે, માટે શુભની સાથે અશુભની તુલના થઈ શકે નહી. જીવાત્માની જે સામાન્ય શુભ જીવન પ્રણાલી છે. તેમાં કષાયના કારણે અશુભત્વ આવે છે અને પાપનો બંધ થાય છે. આ પાપબંધમાં મોહ તે મુખ્યપાત્ર છે. સ્પષ્ટ એ થયું કે મોહની ઉપસ્થિતિમાં અશુભકર્મો બંધાય છે અને ભોગવાય છે અને મોહની નિવૃત્તિમાં પ્રથમ ભૂમિકામાં પુણ્ય બંધાય છે અને જીવને ઉપરની સ્થિતિ સુધી પહોંચવામાં પણ સહાયક બને છે. મોહ સર્વથા શાંત થતાં શુભ પણ વિદાય લઈ લે છે. આ છે શુભની નિવૃત્તિ. આનો આખો ક્રમ નીચે પ્રમાણે ગોઠવાય છે. (૧) અશુભની પ્રવૃત્તિ અને શુભનું આચ્છાદન. (૨) અશુભની નિવૃત્તિ અને શુભનું પ્રવર્તન આ છે પ્રથમકક્ષા. પ્રથમકક્ષામાં શુભ અને અશુભ એક સાથે નિવૃત્ત થતા નથી. અશુભ નિવૃત્ત થાય, ત્યારે શુભ પ્રવૃત્ત થાય છે. બંનેની નિવૃત્તિ એક સાથે સંભવ નથી. ઉપરની કક્ષામાં અશુભની અને શુભની બંનેની સહગામી નિવૃત્તિ અર્થાત્ અશુભ નિવૃત્ત થાય છે અને શુભ પણ નિવૃત્ત થાય છે. આ ભૂમિકા નવમા ગુણસ્થાનક પછીથી આવનારી છે. સામાન્ય કક્ષામાં જીવ અશુભનો જ ત્યાગ કરવાનો અધિકારી છે. શુભને નિવૃત્ત કરી શકાતો નથી એક ચૌભંગી સામે રાખીએ.
(૧) અશુભની પ્રવૃત્તિ અને શુભનો નિરોધ (૨) અશુભની નિવૃત્તિ અને શુભની પ્રવૃત્તિ (૩) શુભની નિવૃત્તિ અને અશુભનો નિરોધ (૪) શુભની નિવૃત્તિ અને અશુભની નિવૃત્તિ.
IS (૩૬૧