Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda

View full book text
Previous | Next

Page 387
________________ જીવનું પોતાનું અજ્ઞાન, વિષયાસક્તિ અને કષાય, આ ત્રિપુટી જવાબદાર છે. જ્ઞાન, વિરક્તિ અને ચારિત્રના પરિણામોથી ભાવોમાં મોટું પરિવર્તન પણ થાય છે. ભાવોની જે કાંઈ ભરતી ઓટ થાય છે, તેમાં જીવાત્મા સ્વયં જવાબદાર છે. શુભાશુભ દ્રવ્યો નિમિત માત્ર છે પરંતુ અજ્ઞાનના કારણે મનુષ્ય એમ કહે છે કે આ અશુભ કે શુભ સંયોગોના કારણે હું સુખીદુ:ખી છું. સુખદુ:ખનો આધાર જીવના કર્મ છે, તેના કરતાં જીવના ભાવ જ મુખ્ય કારણરૂપ છે. જાણવા યોગ્ય જ્ઞાનતંતુ ? શુભાશુભ સંયોગ તે પણ કર્મનું ફળ છે અને તેના નિમિત્તથી ઉપજતાં રાગ-દ્વેષ પણ કર્મનું ફળ છે. આ વિષયને સ્પષ્ટ કરતાં શાસ્ત્રકારોએ કર્મના સ્પષ્ટ બે વિભાગ પ્રગટ કર્યા છે. ઘાતિ કર્મ અને અઘાતિ કર્મ. બાહ્ય દ્રષ્ટિએ જે કાંઈ શુભાશુભ સંયોગ ઉત્પન્ન થાય છે, તે આઘાતિ કર્મના ફળ છે. અઘાતિ કર્મ તે કર્મનિષ્પન સંયોગ ઉત્પન કરીને શુભાશુભ ઉપકરણો પ્રગટ કરે છે અર્થાત્ વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર, આ ચારેય અઘાતિ કર્મો દ્રશ્યમાન, પ્રગટ રૂપે વેદન થઈ શકે, તેવા સંયોગની રચના કરે છે અને પોતાના ઉદય પ્રભાવથી જીવને તેવા સંયોગોમાં લઈ જાય છે. આ છે અઘાતિ કર્મના શુભાશુભ કર્મફળ પરંતુ આ બધા સંયોગોની રચના થયા પછી તેમાં જે કાંઈ રાગ-દ્વેષના પરિણામો ઉદ્ભવે છે, અજ્ઞાન તથા મિથ્યાત્વનું જે નાટક થાય છે અને જીવાત્મા પોતાની નબળાઈથી આ નાટકનો શિકાર થાય છે, આ ઘાતિકર્મનું ફળ છે. ઘાતિકર્મો જીવને રાગ-દ્વેષરૂપી કર્મફળ આપે છે. શુભ-અશુભ સંયોગ પણ કર્મફળ છે અને તેનાથી ઉત્પન્ન થતાં વિભાવ પરિણામો છે, તે પણ કર્મફળ છે. આ શુભાશુભ ભાવોથી મુક્ત થઈ અંતે શુભાશુભ સંયોગથી પણ મુક્ત થવું, તે મોક્ષ છે. “કર્મ શુભાશુભ ભાવ.” ગાથાનું આ પદ ઘણું નાનું છે પણ તેનું પૃથક્કરણ કરતાં ખંડ અને ઉપખંડનો વિચાર કરતાં તેનો દ્રવ્યાર્થ, ભાવાર્થ અને પરમાર્થ સમજાય છે. આ એક જ પદમાં (૧) કર્મ (૨) કર્મજન્ય શુભાશુભ સંયોગ અને (૩) તેનાથી ઉપજતાં ભાવ, આ રહસ્યમય ત્રિપદી અભિવ્યક્ત કરી છે. કર્મ' શબ્દ સંપૂર્ણ કર્યતંત્રનો વિચાર કરાવે છે. શુભાશુભ સંયોગ તે અઘાતિ કર્મનું ફળ છે અને તેનાથી પ્રગટ થતું દશ્યમાન નાટક અને તેનાથી ઉપજતાં ભાવો, ઘાતિ કર્મોનો પ્રભાવ છે. જેમાં વિષય, કષાય, અવ્રત, પ્રમાદ આદિ ભાવોનો સમાવેશ થાય છે. આ ત્રણેય તત્ત્વોને સમજીને ભાવનું પરિવર્તન થતાં, આ ત્રિપુટી તૂટી જાય છે અને સાધક મોક્ષની મંઝિલને પામે છે. આ છે ગાથામાં મૂકેલી હીરા-મોતીની માળા. કર્મ શબ્દથી મન-વચન અને કાયાના યોગો દ્વારા જે કાંઈ ક્રિયા થાય છે, તે વર્તમાન કર્મ છે. વર્તમાન ક્રિયામાં પણ જીવના ભાવસંયુક્ત હોવાથી આ કર્મ કર્મબંધ રૂપે પરિણમે છે. તે સત્તા નિષ્ઠ કર્મ છે અને ત્યારબાદ વિપાક થતાં જે કાંઈ પરિણામ આવે છે, તે પણ કર્મનું પરિણામ છે. કર્મ કરતી વખતે પણ કર્મોના બે પ્રકાર છે, શુભ અને અશુભ અને જ્યારે તેનો વિપાક થાય છે, ત્યારે પણ તે શુભાશુભ કર્મો શુભ-અશુભ સંયોગ અને સંવેદન ઊભા કરે છે, જ્યારે શુભાશુભ કર્મરૂપ ફળ પ્રગટ થાય છે ત્યારે જીવ પુનઃ પોતાની શક્તિ અનુસાર વીર્યનું સ્કૂરણ કરી નવા ભાવ ઉત્પન્ન કરે છે અને આ ભાવથી પુનઃ કર્મની સાંકળ ચાલુ રહે છે, માટે અહીં શાસ્ત્રકાર કહે છે. કે શુભાશુભ કર્મોના ફળ અને તેમાંથી પ્રગટ થતાં ભાવ અને તે ભાવના પ્રભાવથી નવા કર્મબંધ, NSSSSSSSSSSSSSSSS(૩૬)SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS

Loading...

Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404