Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
૨) કર્મનું જવું તે અનાદિ સાંત છે – અર્થાત્ તે અભાવ મુકિત છે. ૩) જ્યારે શુભાશુભ કર્મનો પ્રવાહ સાદિ સાંત છે. ૪) નિરાવરણ જ્ઞાનનો ઉદ્ભવ તે સાદિ અનંત છે, તે ભાવમુક્તિ છે.
અહીં આપણે મોક્ષનો વિચાર કરીએ છીએ તો તેમાં બીજો ભંગ અને ચોથો ભંગ, બંને સ્પષ્ટ દ્રષ્ટિગોચર થાય છે અને અનાદિ સાંત કે સાદિ અનંત તત્ત્વોનો અભાવ હોવો, તે કોઈ પ્રમાણભૂત નથી. જેમ સાદિ સાંત તત્ત્વો છે, તેમ તેના વિપક્ષ તત્ત્વો અનાદિ સાંત અને સાદિ અનંતમાં પણ તર્ક સિદ્ધ છે. સાર એ થયો કે ધ્રુવ દ્રવ્યો અનાદિ અનંત છે અને તેના આધારે વિભાવ પરિણિતિ થાય છે, તે સાદિ સાંત છે. જીવ શુભાશુભ રૂપે તેને ભોગવે છે. જ્યારે વિભાવનો નાશ થાય છે, ત્યારે અનાદિ સાંત અને સાદિ અનંત ભાવો ઉદ્ભવે છે અને તે સાધનાના ફળ રૂપે મોક્ષનું ગૌરવ પામ્યા છે. સંપૂર્ણ ક્રમ આ પ્રમાણે ગોઠવી શકાય ?
(૧) અજ્ઞાનદશામાં શુભાશુભ કર્મભોગ (૨) વ્યવહારદશામાં શુભાશુભ કર્મભોગ (૩) જ્ઞાનદશામાં અશુભનો લય અને શુભનું આદિત્ય (૪) પૂર્ણ મોક્ષદશામાં શુભ-અશુભ બંનેનો લય અને મુક્તિ .
શંકાકારે આગળની ત્રણ સ્થિતિનો સ્વીકાર કર્યો હતો પરંતુ મુક્તિની વાત સાંભળી અટકી ગયા હતા. જ્યારે ગાથામાં એમ કહેવામાં આવ્યું કે ઉપરની ત્રણે સ્થિતિ પ્રવૃત્તિ સ્વરૂપ છે, તો સરવાળે પરમ નિવૃત્તિ મળવી જોઈએ અને પરમ નિવૃત્તિ થવાની ક્રિયાનું જે ફળ છે, તે મોક્ષ છે. પરંતુ ધ્યાન એ આપવાનું છે કે મોક્ષ તે કોઈ આસમાનથી ટપકેલું ફળ નથી પરંતુ સદ્રષ્ટિથી, સત્ સાધના વડે પ્રાપ્ત કરેલું મહાસાધ્ય છે. શાસ્ત્રકાર સ્વયં તેનું આગળ વિવેચન કરશે.
આ ગાથામાં આત્મસિદ્ધિના આધારભૂત પાંચમા પદનું આખ્યાન ચાલે છે કે જીવ જેમ કર્મનો કર્તા-ભોક્તા છે, તેમ કર્મનો મોક્ષ પણ છે. આ પાંચમું પદ તે પરમ સાધ્ય છે, મહાસાધ્ય છે, જેથી આ ગાથામાં મોક્ષ શબ્દ ઘણો મહત્ત્વપૂર્ણ છે.
| નિવૃત્તિ શું છે ? : સંસ્કૃતના આ શબ્દમાં થોડું ધ્યાન રાખવું ઘટે છે કે નિવૃત્તિ અને નિવૃત્તિ, એવા બે શબ્દો સ્પષ્ટ ન હોય તો ઘણી વખત સમજનારા ભૂલ કરતાં હોય છે. નિવૃત્તિ તે વ્યાવૃતિ છે અને નિવૃત્તિ તે ઉત્પત્તિ છે. બંને શબ્દમાં મૂળભૂત અંતર છે અહીં નિવૃત્તિની વ્યાખ્યા ચાલે છે. એક પ્રકારે છૂટું થવું, કોઈ ચીજને છોડી દેવી, ગાંઠનું છૂટી જવું, કે ક્રિયાથી શાંત થવું, યોગોને સ્થિર કરવા અને પ્રવૃત્તિથી અપ્રવૃત્તિ તરફ જવું, તેવા ઘણા ભાવો નિવૃત્તિમાં સમાયેલા છે. જેમ ગણિતમાં ગુણાકાર અને ભાગાકાર હોય છે, તેમેં ક્રિયાનો ગુણાકાર તે પ્રવૃત્તિ છે અને ક્રિયાનો ભાગાકાર તે નિવૃત્તિ છે. નિવૃત્તિ તે ક્રમિક છે. અંતે બધા કારણો સિદ્ધ થયા પછી અક્રમિકપણે પણ તે ફળ આપે છે.
ક્રમિક અને અક્રમિક બંને પ્રકારની પ્રવૃત્તિ જ્યારે શાંત થાય, ત્યારે સંપૂર્ણ નિવૃત્તિ ઉદ્ભવે છે. નિવૃત્તિ એ એક પ્રકારનો આત્યંતિક અભાવ છે. જ્યારે પ્રવૃત્તિના વિરામમાં જે નિવૃત્તિ આવે છે, તે હકીકતમાં નિવૃત્તિ હોતી નથી. ખરું પૂછો તો આવી મધ્યકાલીન નિવૃત્તિ તે પ્રવૃત્તિનું બીજ
પULL SS LLLLL(૩૫૪), LCCLLLLS