Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ગાથા-૮૯
ઉપોદ્દાત : આ આગળની ત્રણેય ગાથાઓ કર્મની રિયુક્તિ ઉપર અર્થાત્ સંપૂર્ણ નિવૃત્તિ, વ્યાવૃત્તિ કે વિભાજન ઉપર આધારિત છે. ગાથાનો મુખ્ય તર્ક એ છે કે સંયોગ હોય, તો વિયોગ હોવો જોઈએ અને જે કર્મફળ આપે છે, તે કર્મનો સંપૂર્ણ નાશ થાય તે પણ એક સટિક સૈદ્ધાંતિક વ્યવસ્થા છે. એક ઉત્પત્તિ અને નાશનો અલગ ક્રમ છે. જ્યારે બીજો ક્રમ સર્વથા વિનાશનો પણ છે. અહીં ગાથામાં શુભાશુભ કર્મનો સર્વથા લય થઈ શકે છે, તે પ્રમાણભૂત હકીકત છે, તેમ સ્વીકારવામાં આવ્યું છે. વાદળા છે ત્યાં સુધી જ વરસાદ છે. વાદળા ખસી જાય, તો વરસાદ બંધ પડી જાય છે. દર્શનશાસ્ત્રનો સુપ્રસિદ્ધ સિદ્ધાંત “IRST નાશાત્ વાર્થનાશ !' તે સર્વથા ઘટિત થાય છે. એક પર્યાયનું પરિવર્તન થતાં તેનો ક્ષણિક વિલય થાય છે, જ્યારે સંયોગનો નાશ થતાં તે ક્રિયા સંપૂર્ણ લય પામે છે. અહીં આ ગાથામાં એ હકીકતને સિદ્ધ કરી છે અને આ જ સિદ્ધાંત પર આગળની બંને ગાથાઓ સંકળાયેલી છે. સર્વપ્રથમ આપણે આ ચાલુ ગાથાનું વિવેચન કરીશું.
જેમ શુભાશુભ કર્મ પદ, જાણ્યા સફળ પ્રમાણ
તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ II ૮૯ જેમ શુભા શુભ કર્મ... શંકાકારે શુભ અને અશુભ બંને શબ્દનો પ્રયોગ કર્યો છે અને બંને પ્રકારના કર્મ ફળ આપે છે, તે વાતને સ્વીકારી છે. આ ગાથામાં પુનઃ શુભ-અશુભ કર્મપદને અભિવ્યક્ત કર્યા છે. તે જે કાંઈ ક્રિયા કરે છે અને જે કાંઈ ફળ આપે છે, તેને પણ શંકાકારે માન્ય કર્યા છે. શુભ અને અશુભ, બંને ભાવો અસ્તિત્વ ધરાવે છે. તે વસ્તુનો ઈન્કાર કર્યો નથી. પ્રશ્ન ગાથામાં પણ આપણે એ ચર્ચા કરી હતી કે શુભ અશુભનો આધાર શું છે ? તેનું વ્યવહારિક દ્રષ્ટિએ તથા તાત્ત્વિક વૃષ્ટિએ વિવેચન કર્યું હતું. છતાં પણ ગૂઢાર્થ રહી ગયો હતો. કષાયના અભાવમાં યોગોની ક્રિયા શુભ થઈ જાય છે પણ યોગોની ક્રિયાને શુભ ગણવામાં કોઈ સૈદ્ધાંતિક આધાર જોવામાં આવતો નથી, તેથી કષાયરહિત યોગક્રિયા શુભ છે, તેમ કહેવામાં ક્રિયાનું જે પરિણામ આવે છે, તેના આધારે તેને શુભ કહેવામાં આવે છે અને એ જ રીતે ક્રિયાના પરિણામને જોઈને અશુભ ભાવનો નિર્ણય કરવામાં આવે છે.
પ્રશ્ન થાય કે શું દ્રવ્યદૃષ્ટિએ શુભાશુભનો નિર્ણય ઉચિત છે?
કોઈ એક વૈધ કે ડૉક્ટર જ્યારે ઓપરેશન કરે છે કે અસ્ત્ર ચલાવે છે, ત્યારે દ્રવ્યદ્રષ્ટિએ તે અશુભ ક્રિયા છે પણ તેનું પરિણામ સારું છે એટલે આપણે તેને શુભ કહીએ છીએ. એ જ રીતે દેશનો રાજા જનતાની રક્ષા માટે યુદ્ધ કરે, ત્યારે તે દ્રવ્યદ્રષ્ટિએ રક્તપાત છે, તો શું તેની આખી ક્રિયા અશુભ છે ? તેનાથી વિપરીત કષાય બકરાને પોષે છે, ત્યારે તેને ખૂબ સરસ રીતે રાખે છે પરંતુ તેનું પરિણામ ભયંકર છે, માટે સર્વથા અશુભયોગ તે પાપબંધનું કારણ બને છે. ક્રિયાનું બાહ્ય સ્વરૂપ જોવા માત્રથી જ કે ક્રિયાની કોમળતા કે કઠોરતા જાઈને શુભ-અશુભનો નિર્ણય કરી શકાતો નથી. સ્વાર્થને વશીભૂત વ્યક્તિ પાપ પરિણામને પણ મંગલકારી માને છે અને ધર્મની
SSSSSSSSSSS(૩પ૧) SS