Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
જોડાયેલા છે. અસંગભાવે, અનાસકત ભાવે અથવા તીવ્રજ્ઞાનથી તે ભાવોનું છેદન ન થયું હોય, તો આ પરસ્પર પ્રભાવક અને પ્રભાવ્ય સંબંધોનો તંતુ ચાલી રહે છે. આ સંબંધ સૈકાલિક નથી. પરંતુ એક પ્રકારના વિકારી પરિણામો છે. જો જીવ જાગૃત ન હોય, તો અનંતકાળ સુધી ટકી શકે તેવા છે... અસ્તુ.
અહીં આપણે જીવના ભાવોની પુદ્ગલ પર થતી અસરને જોઈ, જયારે તેનાથી વિપરીત પુદ્ગલના પરિણામો પરિવર્તન પામે, ત્યારે જીવ ઉપર પણ તેનો પ્રભાવ પડે છે. રોગાદિ પરિણામો શરીરમાં ઉત્પન્ન થાય, ત્યારે જીવ મમત્ત્વથી અકળાય છે. અગ્નિથી ઘર બળી જાય, ત્યારે ઘર તો સમસ્ત અજીવ તત્ત્વ છે પરંતુ ઘરના સ્વામી ઉપર એવો પ્રભાવ પડે કે તે ગાંડો પણ થઈ જાય, બુધ્ધિ પણ ગુમાવી બેસે છે. આ રીતે પુદ્ગલના પરિવર્તનો પણ જીવના વિભાવોમાં કારણભૂત છે.
આ નિમિત્ત નૈમિતિક ભાવ જેનું આપણે બે પ્રકારે વર્ણન કર્યું છે, તે બંને ભાવોની પરંપરા પ્રાકૃતિક રીતે ચાલી આવે છે. આ બધો દ્રવ્ય સ્વભાવ છે. અર્થાત્ દ્રવ્યો પરસ્પર પરિણામ પામતા આવ્યા છે, તેથી અાહી સિદ્ધિકાર કહે છે કે રિયસ્થાનોની જે કાંઈ વિશેષતા છે તેને અનુલક્ષીને આ દ્રવ્ય સ્વભાવ ફળ આપે છે. અતિસૂક્ષ્મ અને એકેન્દ્રિય જીવ અથવા નિગોદના જીવ જેવી અતિ અલ્પ અવિકસિત અવસ્થામાં પણ ભોગ્ય સ્થાનના દ્રવ્યો પોતાના સ્વભાવ પ્રમાણે પ્રાકૃતિક રીતે ફળ આપે છે. તે સ્વયં નિયામક છે. તે પદાર્થો સ્વયં ઈશ્વર છે. પરિણામ પામવાનું સામર્થ્ય અથવા ઐશ્વર્ય જે ધરાવે છે, તે ઈશ્વર છે. પદાર્થમાં પોતાનું ઐશ્વર્યા છે એટલે તેને કોઈ બાહ્ય નિયામકની જરૂર નથી. દ્રવ્યોનો સ્વભાવ સમર્થ છે. જો આ દ્રવ્યો સ્વભાવશીલ ન હોય, પોતાના ભાવમાં સ્થિર રહી શકતા ન હોય, તો દ્રવ્યોનો જ નાશ થઈ જાય છે પરંતુ દ્રવ્યો પોતાના સ્વભાવને કાયમ રાખીને પરિણામ પામે છે અને સ્થાનની વિશેષતા પ્રમાણે કર્મરૂપી દ્રવ્ય ભિન્ન ભિન્ન રીતે ફળ આપે છે. એટલે જ ગાથામાં કહ્યું છે કે વિશેષ વિશેષ ભોગ્યસ્થાનોમાં ભિન્ન ભિન્ન પ્રકારે કર્મો દ્રવ્ય ભાવે ફળ આપે છે. હકીકતમાં જ્ઞાનવૃષ્ટિએ વિચારે તો કર્મ ભોકતાના ભાવ ઊભા કરે છે. ઘોડો પોતાની શકિતથી દોડે છે. લગામના ઈશારા પ્રમાણે તે ગતિ બદલે છે, ઘોડેસ્વારને એમ લાગે છે કે હું ઘોડો ચલાવી રહ્યો છું પરંતુ હકીકતમાં તે ઘોડાનો દેહ અને ઘોડેસ્વારનો દેહ જ ગતિશીલ બન્યા છે. ઘોડે સવારમાં રહેલો આત્મા ફકત જ્ઞાનનો જ કર્તા છે. આ રીતે કર્મફળ ભોગ્ય સ્થાનોમાં" ભોગરૂપી ઘોડા દોડાવે છે. જીવાત્મા તો પોતાના ભાવોને ભોગવે છે પરંતુ અહીં ભૂલવું ન જોઈએ કે આ બધા ભાવો પણ કર્મનું જ ફળ છે. વિભાવથી લઈ દ્રવ્યભોગ સુધી કર્મ જ ભોકતા બનાવે છે. ફકત શુધ્ધ દશામાં જ આત્મા અકર્તા અને અભોકતા છે. શેષ સર્વ પરિસ્થિતિમાં સર્વ કર્મફળ
પોતાનો પ્રભાવ પાથરવા માટે ભિન્ન ભિન્ન પ્રકારના ભોગ્ય સ્થાનોમાં જીવને અલગ અલગ - દેહરૂપી માટલા તૈયાર કરી જીવને ભોગને અનુકૂળ બનાવે છે. એ પણ એટલું જ સત્ય છે કે કર્મની શકિતમાં જીવાત્માની વીર્યશકિત જોડાયેલી છે. જો જીવને આધારે કર્મ ન હોય તો જીવનો આધાર છોડીને કર્મ ગમે ત્યાં રખડતા રહે અને ફળ આપતા રહે પરંતુ તે સંભવ નથી, તે ન્યાયોચિત નથી, તર્ક વિહીન છે, માટે કર્મનો આધાર જીવાત્મા છે અને સંસારી અવસ્થામાં કર્મને
\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\(૩૩૪)LSLLLLSLLLLSLLLLLSLLLS