Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
સમન્વયવાદી જૈનદર્શન કયારેય પણ પોતાને અનીશ્વરવાદી કક્ષામાં લાવી શકે તેમ નથી.
મહાન આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યજીએ બહુ જ સરસ રીતે અરિહંત ભગવાનને પણ વિશ્વવિધાતા માન્યા છે અને કહ્યું છે કે, અરિહંત ભગવાનની આજ્ઞાને માને છે, શ્રધ્ધાપૂર્વક સ્વીકારે છે, તે દેવગતિને પામે છે અને આજ્ઞાને પરિપૂર્ણ શિરોધાર્ય કરે, ત્યારે મુકિત પણ પામે છે પરંતુ અરિહંત ભગવાનની આજ્ઞાનો અનાદર કરે, આજ્ઞાને માને નહીં અર્થાત્ જે જીવ પર અરિહંત ભગવાનની આજ્ઞાનો પ્રભાવ ન પડ્યો હોય, તે જીવો દુર્ગતિ પામે છે અને નરકમાં પણ જઈ શકે છે. આ કથનમાં શબ્દનો જ ફરક છે. આશા એ પ્રધાન છે પછી અરિહંત ભગવાન મોક્ષમાં મોકલે છે કે દુર્ગતિમાં મોકલે છે, તે શબ્દ પર્યાય છે. કથનનો જ ફરક છે, મૂળ વાત એક જ છે.
અરિહંત ભગવાન સાક્ષાત્ ઈશ્વરરૂપે સ્થાપિત છે. જૈનદર્શન તેને ભગવાન કહીને જ પોકારે છે, તો પછી અમે ઈશ્વરને માનતા નથી તેમ કહેવું, તે પોતાના પગ ઉપર જ કૂહાડો મારવા જેવું છે. આ પ્રવાદથી મુકત થવાથી નાસ્તિકવાદની ગંધમાંથી પણ મુકત થઈ શકાશે. ઈશ્વરને ન માનવા તે લૌકિક દ્રષ્ટિએ એક પ્રકારનો નાસ્તિકવાદ છે, તેથી અનીશ્વરવાદ તે કલંક છે. અસ્તુ.
અહીં આપણે એટલી જ વ્યાખ્યા કરવાની છે કે અનેકાંતવૃષ્ટિએ ઈશ્વરનું યર્થાયરૂપ સ્વીકારીને સમન્વય કરીએ, તે જૈનદર્શનની ન્યાયેષ્ટિ છે.
આ ગાથામાં પણ કર્મફળ આપનાર કોઈ એક નિરાળા ફળદાતા ઈશ્વરની આવશ્યકતા નથી. તેવા કથનની સાથે જ ઈશ્વરના અસ્તિત્વનું પણ આખ્યાન કર્યું છે. કર્મસત્તા સ્વયં ફળદાતા છે. તો
ત્યાં ફળદાતા તરીકે ઈશ્વરની જરૂર નથી. તેનો અર્થ એ છે કે ઉપાસનામાં, સાધ્યમાં કે લક્ષમાં સાધક માટે ઈશ્વર ઉપાસ્ય છે, આદરણીય છે પરંતુ જો ઈશ્વરને કર્મના ફળદાતા તરીકે માની લઈએ, તો માણસ પોતાના પાપકર્મની જવાબદારીથી છૂટો થઈ જાય છે અને આ બધું દુઃખ મને ઈશ્વર આપે છે, તો મારે મારા કર્મ ભોગવવા પડે છે અને આ મારા કરેલા કર્મનું ફળ છે, તે થયાર્થવાદથી ખસી જાય છે અને ઈશ્વરને મિથ્યાદોષ આપે છે. મનુષ્ય પોતાના કર્મફળનો જો સ્વીકાર ન કરે, તો પોતે કર્મ કર્યા નથી તેવો પરોક્ષ રીતે બોધ થઈ જાય છે, માટે આપણા શાસ્ત્રકારે અહીં કર્મફળ આપવામાં ફળદાતા ઈશ્વરતણી જરૂર નથી. એમ કહીને હકીકતમાં જીવાત્મા પોતે જ કર્મફળનો દાતા છે, જો કે કર્મનું ફળ તો કર્મ જ આપે છે અને કર્મનો ભોગ કરાવવાની શકિત પણ કર્મમાં જ છે પરંતુ મૂળમાં તો પરોક્ષ રીતે જીવાત્મા પોતે જ ફળદાતા છે કારણ કે જો જીવાત્મા પુરુષાર્થ કરે તો કર્મસત્તામાં પરિવર્તન કરી તેની ફળ આપવાની શકિતનો નાશ પણ કરી શકે છે, કર્મનો ક્ષય પણ કરી શકે છે, કર્મફળના પ્રમાણમાં પરિવર્તન કરી શકે છે.
જ્યાં સુધી અજ્ઞાનદશા છે, ત્યાં સુધી ફળ આપવાની લગામ કર્મના હાથમાં છે પરંતુ જો જ્ઞાનદશા હોય, તો કેટલેક અંશે જીવાત્મા સ્વયં ફળદાતા બની શકે છે અને કર્મપ્રધાન ન થતાં તેમનું જીવન તાપ્રધાન બની જાય છે. આ એક સ્વતંત્ર વિષય છે. પરંતુ અહીં એટલું જ કહેવાનું છે કે કર્મનો ભોગ કર્મસત્તામાં જ સમાયેલો છે, તેથી ફળદાતા તરીકે ઈશ્વરની સ્થાપના કરવાની આવશ્યકતા નથી. ગાથાનું મંતવ્ય ઈશ્વરવાદની અવગણના નથી પરંતુ પરોક્ષ ભાવે ઈશ્વરના યથાર્થ રૂપની
\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\
\(૩૧) LLLLLLLLL\\\\\\\\\\\\\\\\\\\\