Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
વિશેષ વિચાર કરવો ઘટે છે.
નિજકલ્પના : સામાન્ય રીતે કલ્પના એટલે કોઈ કાલ્પનિક કે બનાવટી ભાવો. તે ભાવો કલ્પનાજન્ય ગણાય છે હકીકતમાં કલ્પનાનો વ્યાપક અર્થ પણ સમજવો જોઈએ. જે બિલકુલ અસત્ છે, સત્ નથી, જેનું અસ્તિત્વ નથી, તેને પણ કલ્પના કહી શકાય પરંતુ કલ્પના તે સર્વથા અવાસ્તવિક નથી. જેમ આપણે કહીએ કે સ્વપ્ન તે મિથ્યા છે, એક કલ્પનામાત્ર છે, તો ત્યાં સ્વપ્ન સર્વથા મિથ્યા નથી. સ્વપ્ન જેવી કોઈ ક્રિયા છે પરંતુ તે ક્ષણિક છે, નાશવાન છે. તેનું કોઈ સ્કૂલરૂપ નથી. આંખ ખૂલતા જ સ્વપ્ન લય થઈ જાય છે, માટે આપણે સ્વપ્નને મિથ્યા કહીએ છીએ. અર્થાત્ સ્વપ્ન એક કલ્પનામાત્ર છે, આમ હોવા છતાં પણ સ્વપ્નની ક્રિયા એક હકીકત છે, તે ભૂલવું ન જોઈએ.
તે જ રીતે કલ્પના વાસ્વવિક નથી છતાં અસ્તિત્વ ધરાવે છે, તેવાં પરિણામોને અહીં શાસ્ત્રકાર “નિજ કલ્પના' શબ્દથી અભિવ્યકત કરી રહ્યા છે કારણ કે જીવદ્રવ્ય, અજીવ દ્રવ્યોના રૂપમાં કે સ્વરૂપમાં કશું પરિવર્તન કરી શકતો નથી પરંતુ આસકિતથી એક કલ્પના માત્ર કરે છે અને આ કલ્પના તે જ જીવનું ભાવકર્મ બની જાય છે. કલ્પના, કલ્પના જ રહી જાય છે. મરતી વખતે જીવને લાગે છે કે જાણે હું જભ્યો જ ન હતો, તેની બધી ઈચ્છાઓ અને તૃષ્ણાઓ તેની એક માત્ર કલ્પના બની જાય છે. હકીકતમાં તે પર દ્રવ્યોમાં કશું કરી શકતો નથી અને તેના આધારે પરદ્રવ્યોમાં જે કાંઈ થયું હતું, તેના પરિણામો તે દ્રવ્યોમાં જ રહી જાય છે. જીવ ફકત કલ્પનાનો જ અધિકારી બની જાય છે. આમ નિજ કલ્પના' એટલે આત્માની પરિણતિ અર્થાત્ વિભાવ પર્યાય, તે ભાવ કર્મોની એક પ્રકારની જ્વાળા છે. ચેતનમાં પ્રગટ થતી એક પ્રકારની જ્વલંત ચેતનારૂપ, અગ્નિરૂપ, તેજસ્વી પર્યાયોનો પ્રવાહ છે અને સૌથી મોટી વાત એ છે કે આ ભાવકર્મના પ્રવાહમાં જીવ જોડાયેલો છે. નદીનું પાણી વહે છે, તે ગતિથી પ્રવાહિત થઈ રહ્યું છે. પાણી તો સ્થિર ગુણાત્મક છે પરંતુ કોઈ નિમિત્તથી પ્રવાહરૂપ બન્યું છે. પાણી અને તેનો પ્રવાહ બંને એક જ છે પરંતુ પાણીનો જે સ્થિરગુણ છે, તે અત્યારે ક્રિયાત્મક બની ગયો છે અને પાણી વહેતું દેખાય છે. આ પાણીમાં આવેલી જે અસ્થાયી ક્રિયા છે, તેને સમજવા માટે આપણે થોડીવાર માટે તેને ભાવકર્મ કહીએ. સ્થિર પાણી ગતિરૂપ બની ગયું છે અને એ ગતિનો આધાર સ્વયં પાણી છે, તેથી વહન ક્રિયાને પણ અસ્થાયી રૂપે પાણીની ક્રિયા માનવી રહી.
આ જ રીતે ચેતન સ્થિત ગુણવાળો છે પરંતુ નિમિત્તભાવે તે ક્રિયાશીલ બની ભાવકર્મનો કર્તા બને છે અને પ્રવાહરૂપે પ્રગટ થાય છે. આમ ભાવકર્મના બીજ વવાયાં પછી હવે જુઓ શાસ્ત્રકાર કહે છે દ્રવ્યકર્મની લીલા શરૂ થાય છે. ભાવકર્મ તે અગ્નિ છે અને દ્રવ્યકર્મ તે ધૂમાડો છે, આ જ વાતને આપણા કૃપાળુ ગુરુદેવ સહજ કાવ્યભાવે કેટલી સુંદરતાથી પ્રગટ કરે છે તે જુઓ ! | ગ્રહણ કરે જડધૂપ ? આપણે ભાવકર્મની વાત કરી ગયા છીએ પરંતુ ભાવ અને કર્મ બંનેને સહયોગ આપનારું એક ત્રીજું તત્ત્વ છે, તે પણ એક પ્રકારનો ભાવ જ છે, તે ક્ષયોપશમ ભાવ છે. ભાવકર્મ તે ઉદયભાવ છે. ભાવકર્મને શકિત ન મળે ત્યાં સુધી તે વધારે આગળ વધી શકતું
SSSSSSSSSSSSS
\\\\\\\(૨૯૫) NIMILLSLLLLS