Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
અને
છે, તે સ્વાભાવિક પ્રણાલી છે, તે સામાન્ય સિધ્ધાંત પણ છે. આત્મસિદ્ધિમાં પૂર્વની ગાથામાં જે કહ્યું હતું કે જીવ કર્મનો ભોકતા છે, તે સિધ્ધાંત અહીં સિધ્ધ કર્યો છે. આ
ભોકતૃત્વભાવમાં વિક્ષેપ : દરેક જગ્યાએ સિદ્ધાંતના ઉત્સર્ગ અને અપવાદ, એવા બે માર્ગ હોય છે. ઉત્સર્ગ માર્ગ તે સામાન્ય પ્રણાલીને સ્પર્શ કરે છે... અસ્તુ.
જીવ ભોકતા બને જ તેવો નિયમ નથી. ભોકતા બને છે, બની રહ્યો છે, બની શકે છે, આ બધા કર્મભોગના સામાન્ય પરિણામો છે પરંતુ ભોકતૃત્વ ભાવમાં અનેક રીતે વિક્ષેપ થઈ શકે છે. ભોગભાવનો પ્રવાહ દ્વિવિધરૂપે ચાલે છે, શુભ અને અશુભ. તેમાં જે વિક્ષેપ થાય છે, તે ભોગવવાની હાનિ-વૃદ્ધિ કરનારો છે. વિક્ષેપના બે પ્રકાર છે. અનુકૂળ અને પ્રતિકૂળ. અનુકૂળ વિક્ષેપ તે તપોમાર્ગ કે સાધના માર્ગ છે. આવા કોઈ પણ આધ્યાત્મિક સાધનામય ભાવોનો સ્પર્શ થવાથી કર્મફળ વિલુપ્ત થઈ શકે છે. કાં તો કર્મનો બંધ થતો અટકે છે અથવા સત્તામાંથી જ ક્ષય પામે છે, જેથી તેને ફળ આપવાનો અવસર રહેતો નથી, ઉદયમાન કર્મ પણ ઘણે અંશે ક્ષયોપશમ ભાવથી પરિવર્તન પામે છે, તેથી ભોગમાં મોટું પરિવર્તન થઈ જાય છે. આ રીતે અનુકૂળ વિક્ષેપ દ્વારા અર્થાત્ વિશેષ પ્રણાલીનું અવલંબન કરવાથી જીવાત્માનો ભોગભાવ શૂન્યવત્ થઈ જાય છે, હાનિ પામે છે. અશુભભોગ શુભભોગમાં પરિવર્તન પામે છે અને શુભભોગ પણ ત્યાગના કારણે ભોગ આપ્યા વિના જ છટા પડી જાય છે. શભકર્મો પણ ભોગવવા લાયક નથી. જ્ઞ સાધનાના બળથી તે પણ વિરામ પામે છે. કયારેક વિશેષ પ્રણાલીમાં એવો પણ અવસર આવે છે કે શુભ ભાવોમાં અત્યંત વધારો થઈ મહાપુણ્યરૂપે પણ ભોગવાય છે. આખી પ્રણાલીમાં ભાવોના વિવિધ ચડાવ-ઉતરાવના કારણે કર્મભોગમાં વિવિધ પ્રકારના પરિણામો આવે છે, આ છે અનુકૂળ વિક્ષેપ પ્રણાલી.
- જ્યારે પ્રતિકૂળ વિક્ષેપમાં જીવ મોહના પરિણામે પાપવૃદ્ધિ કરે છે અને કર્મફળના ભાગમાં પણ ઘણી વૃદ્ધિ કરે છે. શુભકર્મના ભોગને પણ અશુભકર્મ રૂપે ભોગને અનુકૂળ કરે છે. કષાયના કારણે કર્મભોગમાં તીવ્રતાનો ઉદ્ભવ થાય છે. તે ઉપરાંત ભોગવવાના નિમિત્તો પણ પ્રતિકૂળ ભાવે સામે આવે છે. જો કે આ પણ એક ભોગભાવ જ છે. કર્મભોગ ઉદયભાવે જેમ ભોગવાય છે તેમ કર્મફળ નિમિત્તો પણ ઊભા કરે છે અને પ્રતિકૂળ નિમિત્ત જીવને હાનિકર્તા બની પાપ માર્ગમાં લઈ જાય છે. અજ્ઞાની જીવનો પુણ્યભોગ પણ પાપનું નિમિત્ત છે, તેથી આ પ્રતિકૂળ વિક્ષેપો કર્મના શુભાશુભ ભાવોમાં પણ ઘણું પરિવર્તન કરે છે. ઉદાહરણ રૂપે આપણે એક કપડાનું ઉદાહરણ લઈએ, કોઈ માણસને સ્વચ્છ કપડું આપવામાં આવ્યું છે. તેને કપડાંનો ઉપયોગ, ઉપભોગ કરવાનો છે પરંતુ અજ્ઞાન અને અબુદ્ધિના કારણે તે કપડાંને વધારે મેલું કરી, ગંદુ કરી, કપડાંની સામાન્ય અવસ્થાને બગાડી બૂરી રીતે ઉપભોગ કરે છે, જયારે બુદ્ધિમાન વ્યકિત કપડાંને સ્વચ્છ રાખવા પ્રયત્ન કરે છે. મેલને પણ સાફ કરીને દૂર રાખે છે અને શુકલભાવે તેનો ભોગ કરે છે. ભોગના બે પક્ષ છે (૧) શુકલપક્ષ અને (૨) કૃષ્ણપક્ષ. શુકલપક્ષમાં ઉપરની ત્રણ વેશ્યાઓ, તેજો લેશ્યા, પાલેશ્યા અને શુકલેશ્યાના પરિણામો ભોગવાય છે અને કૃષ્ણપક્ષમાં કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યા, એમ ત્રણ અશુભ લેશ્યાઓમાં જીવ કર્મ ભોગ કરે છે. જીવના
પN(૩૦૫) ANSLLS