Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
નથી. જેમ અગ્નિને બળતણ ન મળે, તો પ્રગટ થતાંની સાથે જ તે ઠરી જાય છે. કોઈ પણ ક્રિયાત્મક ભાવોમાં સૂક્ષ્મ કે દૃશ્યમાન રૂપે શકિતનો સહયોગ હોય છે. વીજળી વગર પંખો ચાલતો નથી. વિદ્યુત તે ઘણી સ્કૂલ કે સૂક્ષ્મ ક્રિયાની જનક છે. તે સહયોગ આપે છે તે એક શકિત પ્રવાહ છે. તે જ રીતે જૈનદર્શન એમ કહે છે કે જીવમાં વીર્યંતરાય નામનું કર્મ છે. તે કર્મનો ક્ષયોપશમ થાય, ત્યારે વીર્યની સ્ફૂરણા થાય છે. આ ગાથામાં પણ જીવવીર્યની સ્ફૂરણાથી એવો ભાવ પ્રગટ કર્યો છે. અર્થાત્ જયાં સુધી વીર્ય રૂપે ક્ષયોપશમ ભાવ ઉદયભાવી કર્મોને સહયોગ ન આપે અને વીર્યનો મોહાત્મક ઉપયોગ ન થાય, ત્યાં સુધી કર્મનું નાટક ભજવાતું નથી. જયારે વીર્યની સ્ફૂરણા ઉદયભાવમાં જોડાય છે, ત્યારે જડ તત્ત્વરૂપી જે કર્મવર્ગણા છે, તેમાં હલનચલન થાય છે અને ભૂતકાળના કર્મો સાથે નવા કર્મો જોડાય છે. માનો કે ભાવ કર્મરૂપી અગ્નિથી પ્રગટ થયેલો આ એક દ્રવ્ય કર્મરૂપી ધૂમાડો છે તે જીવ વીર્યની સ્ફૂરણાથી પૌદ્ગલિક વર્ગણાઓને ગ્રહણ કરવાની ક્રિયા શરૂ કરે છે. માનો, અગ્નિમાંથી પ્રગટ થયેલો ધૂમાડો છે, જડ દ્રવ્ય તે અંધકારનું અથવા ધૂમાડાનું પ્રતિબિંબ છે, તેથી અહીં શાસ્ત્રકારે આ દ્રવ્યબંધને એક રીતે ધૂમાડાની ઉપમા આપી છે અને તે ધૂમાડો પોતાના ઉપર પોતે કલંક અર્થાત્ મેશ લગાડે છે. ધૂમાડાથી સ્વયં પોતાને આચ્છાદિત કરે છે. ભાવકર્મનું પરિણામ એક ધૂમાડો છે. એમ કહીને શાસ્ત્રકારે વ્યંગ પણ કર્યો છે અને પરોક્ષભાવે કહેવા માંગે છે કે હે ભાઈ ! ગ્રહણ કરીને અર્થાત્ કરી કરીને ધૂમાડો જ ગ્રહણ કરવાનો છે. સરવાળે ધૂપ શબ્દ જ ગ્રહણ થાય છે. શું તમે નથી જોતા !!! કે જયારે ધૂપને અગ્નિમાં નાખવામાં આવે છે, ત્યારે સ્વચ્છ આકાશ કેવું આચ્છાદિત થાય છે. વાદળાઓ આવે છે, ત્યારે આકાશ કેવું ઢંકાય છે. કપડાંનો મેલ કપડાંને શું આચ્છાદિત નથી કરતો ? તેમ આ દ્રવ્યકર્મ તે સ્વચ્છ આત્મભાવોને આચ્છાદિત કરે છે. તે એક ધૂપનું કામ કરે છે. કયારેક ધૂપ સુંગધિત હોય છે અને કયારે અમનોજ્ઞ હોય છે પરંતુ ધૂપ તો ધૂપ જ છે. સુંગધ હોય કે દુર્ગંધ, શુભ હોય કે અશુભ હોય, નિર્મળ જીવ પરિણામો માટે તે ભારભૂત છે, આચ્છાદાન છે, આવરણ છે, એટલે . આપણા ધર્મશાસ્ત્રોએ પણ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, શાતાવેદનીય, અશાતા વેદનીય, ઈત્યાદિ કર્મભાવો દ્વારા આચ્છાદાનનું વિશદ્ વ્યાખ્યાન કર્યું છે અને આ ધૂપદાનીને આપણા કવિરાજે પણ દ્રવ્યકર્મ સાથે સરખાવી છે. એક પ્રકારે તે મલિન અવસ્થા છે. તે શુદ્ધ અવસ્થા નથી તેમ કહેવા માટે ધૂપ શબ્દનો પ્રયોગ કર્યો છે.
પ્રાસ અલંકારની દૃષ્ટિએ રૂપ અને ધૂપનું મિલન કર્યું છે. ચેતનનું જે ભાવ કર્મરૂપી રૂપ છે. તે જ દ્રવ્યકર્મ રૂપી ધૂપ છે. આમ રૂપ અને ધૂપ બંને ફકત પ્રાસ અલંકાર છે એટલું જ નહીં પરંતુ બંનેમાં ગુણાત્મક ભાવ છે.
વીર્ય સ્ફુરણા : અહીં વીર્યસ્ફૂરણાનો ઉલ્લેખ કર્યો છે તો પ્રશ્ન થાય કે શું વીર્ય એ જીવનો સ્વાભાવિક ગુણ છે કે મધ્યમ અવસ્થામાં અમુક કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થતો કોઈ ખંડભાવ છે ? કારણ કે કર્મબંધ થવામાં કે કર્મની સત્તા જીવ સાથે જોડાઈ રહે અને કર્મ ઉદયમાન થાય, તે બધી અવસ્થામાં વીર્ય અર્થાત્ શિતનું અવલંબન છે. આ શિતના આધારે જ અલ્પકાલીન કે દીર્ધકાલીન કર્મના બંધ નિષ્પન્ન થાય છે. માખી-મંકોડા જેવા નાના જીવો નરકગામી થઈ શકતા
(૨૯૬).