Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
નથી. કારણ કે તેમની વીર્યશકિત અલ્પ હોવાથી તે ભારે કર્મ કરી શકતા નથી. આ રીતે કર્મક્ષેત્રમાં વીર્યનો ઉલ્લેખ બરાબર જોવા મળે છે.
પરંતુ ખૂબીની વાત એ છે કે આ વીર્ય અથવા શકિત કોઈ ઉદયમાન કર્મનું પરિણામ નથી. પરંતુ વયંતરાય કર્મનો ક્ષયોપશમ કે ક્ષય થવાથી શકિતનો પ્રાદુર્ભાવ થાય છે. જો અજ્ઞાનદશા હોય અને શકિતની પ્રાપ્તિ વધારે થાય, તો વીર્યનો દુરુપયોગ પણ થાય છે અર્થાતુ માઠા કર્મ બાંધે છે પરંતુ જ્ઞાનદશામાં વીર્યશકિત અન્ય આરાધનામાં પણ સહયોગી બને છે. અરિહંત પદની પ્રાપ્તિ થયા પછી અરિહંત પ્રભુ અનંત શકિતના ધારક છે. - આ બધું હોવા છતાં શાસ્ત્ર એમ કહે છે કે “મવરિયા સિદ્ધાં જયારે જીવની સિદ્ધ દશા પ્રગટ થાય અને અયોગી અવસ્થાને ધારણ કરે, ત્યારે જીવાત્મા વીર્યનો પણ પરિહાર કરી, અવીર્ય અર્થાતું વીર્વાતીત દશાને પ્રાપ્ત કરે છે. સિદ્ધ ભગવંત અનંત વીર્યના ધારક હોવા છતાં તેમનું વીર્ય ક્રિયાત્મક નથી, તેથી કરણવીર્યની અપેક્ષાએ સિદ્ધો મવરિયા કહેવાય છે. આથી જણાય છે કે ક્રિયાત્મક શકિત જીવનો મધ્યકાલીન ગુણ છે. જેને કેટલાંક આચાર્યો ખંડગુણ કે ખંડજ્ઞાન કહે છે. અર્થાત્ જીવને ઊર્ધ્વગતિ પ્રાપ્ત થતાં અને અરિહંત દશા સુધી પહોંચતા વીઆંતરાયનો ક્ષય થવાથી શકિતનું ઉદ્દઘાટન થયું છે પરંતુ સિદ્ધ દશા પ્રાપ્ત થયા પછી જીવ વીર્વાતીત દશા ભોગવે છે. ટૂંકમાં કહેવાનો આશય એ છે કે ક્ષયોપશમ ભાવી ગુણો જીવને અનુકૂળ હોવાથી સ્વભાવ રૂપ છે પરંતુ તે શાશ્વત સ્વભાવની શ્રેણીમાં આવતા નથી. આ વિષય ઘણો જ ગૂઢ અને ગંભીર છે. આ બાબતમાં સ્પષ્ટ નિર્ણાયક દાર્શનિક સિદ્ધાંત જોવા મળતા નથી પરંતુ કેટલાક શાસ્ત્રીય ભાવોને આધારે આ મંતવ્ય પ્રગટ કર્યું છે... અસ્તુ.
વીર્યની ફૂરણા પ્રગટ થાય છે, તે એક સામાન્ય સર્વમાન્ય હકીકત છે, અંતરાય કર્મના પાંચ સ્તંભમાં વિર્યાતરાય પણ એક ઘાતિ કર્મનો સ્તંભ છે અને આ સ્તંભ કોઈ પણ જીવની ક્રિયાત્મક અવસ્થામાં અવરોધ ઊભો કરે છે, જ્યારે અંતરાયમાં હાનિ થાય, અર્થાત્ વીર્યંતરાય કર્મનો ક્ષયોપશમ થાય, ત્યારે વીર્યનું સ્કૂરણ થાય છે અને એક પ્રકારે શકિતરૂપ આધ્યાત્મિક પ્રવાહ પ્રગટ થાય છે. જેમ જડ પદાર્થોથી કે તેનાં ઘર્ષણથી વીજળીનું સ્કૂરણ થાય છે, તે જ રીતે વીર્યનું ફુરણ થવામાં પરસ્પર ઉત્તમ ભાવોની પર્યાય કારણ બને છે અને આ વીર્યસ્કરણના આધારે જ જીવ દ્રવ્યકર્મનો ગ્રાહક બને છે. શાસ્ત્રકારે પણ અહીં સ્પષ્ટ કહ્યું છે કે જીવની વીર્ય સ્કૂરણા દ્રવ્યકર્મ ગ્રહણ કરવામાં કારણભૂત બને છે. આખી ગાથાનો સરવાળો આ પ્રમાણે થાય છે.
ભાવકર્મ રૂપ પર્યાયથી ચેતન તેમાં જોડાય છે અને તે વખતે વીર્યની જે ફૂરણા થાય છે, વિયંતરાય કર્મનો જે ક્ષયોપશમ છે, તે ભાવકર્મની પરિણતિનો આધાર લઈ યોગનું સંચાલન કરી દ્રવ્ય કર્મરૂપ પુદ્ગલ પરમાણુને ગ્રહણ કરે છે. ભાવકર્મ તે બીજ છે. વીર્યનું ફુરણ તે પાણી છે અને દ્રવ્યકર્મનો ઉદ્ભવ તે બીજમાંથી ફૂટતાં અંકુર છે. આ રીતે બીજથી લઈ સ્થૂલ ક્રિયા સુધી એક કાર્ય-કારણની પરંપરા ઊભી થાય છે. તે બધામાં ચેતનની હાજરી હોવાથી ચેતન તેનું અધિષ્ઠાન છે અને અધિષ્ઠાન હોવાથી આત્મા કર્તા–અભિકર્તા કે ઉપકર્તા બને છે. સંક્ષેપમાં ચેતનરૂપ
NSSSSSSSSSSSSSSSSSSSSSSSSS
LLLLLLLLLLLLLLLLS(૨૯૭), NISLLLLLS