Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
છે, પ્રથમ ભૂમિકા છે. મતિજ્ઞાનના ઉત્પત્તિના ક્રમમાં પણ ઈહાની પહેલા સંશયને સ્થાન આપવામાં આવ્યું છે. શંકાએ એક પ્રકારનો પ્રશ્ન છે. જે ઉત્તરની અપેક્ષા રાખે છે... અસ્તુ.
અહીં ગાથાના આધ્યાત્મિક સરોવરમાં ગોથું મારીને હવે ઉપસંહાર કરીએ.
ઉપસંહાર : આગળથી જે વિષય ચાલ્યો આવે છે અને આત્મસિદ્ધિના ચોથા પદની “જીવ ભોકતા નથી તે વિષય ઉપર ચર્ચા શરૂ કરવામાં આવી છે. સ્વયં સિદ્ધિકારે પૂર્વમાં કહ્યું છે કે આત્મા છે, તે નિત્ય છે, કર્મનો કર્તા છે અને કર્મનો ભોકતા છે ઈત્યાદિ. તેમાં કર્તૃત્વ વિષે ચર્ચા થઈ ચૂકી છે. જયારે આ ગાથામાં જીવ ભોકતા નથી, તે વાતને વિશદ્ રૂપે આગળ વધારતા પુનઃ બીજા કેટલાક તર્ક કરવામાં આવ્યા છે. જો જીવ ભોકતા નથી તો ભોકતા કોણ છે ? જીવને ભોગરૂપી ફળ કોણ આપે છે ? મૂળમાં ભોકતા નથી એ પ્રશ્ન નથી પણ ભોગ આપનાર કોણ છે તે વાતને મુખ્યરૂપે ગ્રહણ કરી છે. ભોકતા થવું, તે તો પ્રત્યક્ષ છે, માટે ભોકતાપણાની ચર્ચા નથી, પણ ભોગ કરનાર કે કરાવનારની ચર્ચા છે, જીવ ભોકતા નથી તો ભોકતા થવામાં કોણ નિમિત્ત છે ? હકીકતમાં ભોગ કરાવનાર વિષે પ્રશ્ન ઊભો કર્યો છે અને ફળદાતા અથવા ભોગદાતા ઈશ્વર છે, એમ માનીને ભોકતા ભાવનો સમન્વય કર્યો છે. સાથે સાથે એ તર્કનો પણ ઉત્તર આપ્યો છે કે જો ઈશ્વર ભોગ કરાવે અથવા ફળ આપે તો તેમાં શું ઈશ્વરનું ઐવશ્ય ખંડિત ન થાય ? ઐશ્વર્યપણું ચાલ્યું જાય એમ ન કહી શકાય ? (એમ ન કહી શકાય એ અધ્યાર્થ છે) આ બંને પદ પ્રશ્નવાચક છે. એટલે આમ પણ કહી શકાય તે વાત ઉપર વજન ન મૂકતાં આ ગાથાનું અનુસંધાન આગળની ગાથા સાથે જોડી દેવામાં આવ્યું છે. જેનું આપણે હવે વિવેચન કરશું. આ અને આગળની બે ગાથા મળીને એક સળંગ ભાવ પ્રદર્શિત કરે છે, એટલે આટલો ઉપસંહાર કરીને આગળની ગાથાને જોવી રહી.