Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
વાપરવામાં આવ્યો છે ? અહીં સ્પષ્ટ થાય છે કે “આપ” શબ્દ આત્મા માટે વપરાયો છે. તો શું સ્વભાવથી આત્મા જુદો છે? સ્વભાવમાં કાંઈ કરવાપણું છે ? જો આ વાક્ય સ્પષ્ટ કરીએ તો ત્રણ અવલંબન સામે આવે છે.
(૨) સ્વભાવ અને (૩) કર્તા. આ ત્રણેય અવલંબનથી એક વાત સ્પષ્ટ થાય છે કે અહીં સ્વભાવને કર્તા કહેવામાં આવ્યો છે. જ્યારે હકીકતમાં સ્વભાવ અહીં ક્રિયાનું કારણ છે. કારણમાં કર્તુત્વનો આરોપ કરવામાં આવ્યો છે. કર્તૃત્વમાં ઈચ્છા અને યત્ન હોય છે. જ્યારે “આપ” કહેતાં આત્મા આત્માના સ્વભાવમાં હોય, અર્થાત્ નિજભાનમાં રમણ કરતો હોય, ત્યારે ઈચ્છા અને પત્નનો લય થઈ જાય છે. શુધ્ધ સ્વભાવમાં ઈચ્છા પણ નથી અને યત્ન પણ નથી પરંતુ સ્વભાવ સ્વયં ક્રિયાશીલ છે, તેથી તેમાં જ્ઞાનાત્મક ક્રિયા છે. આ ક્રિયાનું ઉપાદાન કારણ સ્વભાવ છે. અહીં આવી ક્રિયાનો કર્તા કહેવાનું પ્રયોજન એ છે કે આત્મા એક સ્થાયી અસ્તિત્વયુક્ત શક્તિમાન દ્રવ્ય છે. તેનો સ્વભાવ ક્રિયાશીલ છે અને તેનો કર્તા આત્મા છે. હકીકતમાં અહીં વિકલાદેશના આધારે ભેદવૃષ્ટિ અપનાવી “આપ” અને “સ્વભાવ' નું ભેદરૂપે વિવરણ કર્યું છે. સ્વભાવ શબ્દ એ ગુણવાચી છે અને ગુણવત ટૂવ્ય અર્થાત્ ગુણ અને પર્યાયનો જે પિંડ છે તે દ્રવ્ય છે. આત્મા અને તેનો સ્વભાવ અભિન્ન છે. જેમ અંગોપાંગ અને શરીર વિવેચનની દૃષ્ટિએ ભેદરૂપે બોલાય છે પરંતુ હકીકતમાં અંગોપાંગનો પિંડ, તે શરીર છે. આમ શરીર અને અંગોપાંગ બંને અભિન્ન છે. એ જ રીતે આત્મા અને સ્વભાવ અભિન્ન છે.
સ્વભાવ જ્યારે નિર્મળ થઈ જાય છે અર્થાત્ જ્ઞાનગુણ સ્વચ્છ થઈ જાય છે, ત્યારે આત્મા નિજભાનમાં વર્તે છે અને જ્યારે નિજભાનમાં વર્તે છે, ત્યારે તે અન્ય કોઈ કર્મનો કર્તા નથી. અર્થાત્ જે કર્મ વિભાવથી થતા હતા, તે અટકી જાય છે પરંતુ જ્યારે જીવાત્મા સ્વયંનું ભાન છોડી વિષયાત્મક ભાવમાં વર્તે છે અથવા તેનું જ્ઞાન વિષયોથી અભિભૂત થાય છે, ત્યારે તે કર્મનો કર્તા થાય છે. જેમ કોઈના શરીરમાં ભૂત આવે, ત્યારે તે વ્યક્તિ પોતે કાંઈ નથી પણ મોહનો પ્રભાવ થતાં પોતે કોઈ જ્ઞાનાત્મા છે, તેવું ભાન લય પામે છે અને હું કર્તા છે. આ બધા દ્રવ્યો મારા છે. તેવો બોધ થાય છે. આ રીતે પોતાના ઘરમાંથી બહાર નીકળી બહિરાત્મા બને છે, ત્યારે જે અવસ્થા ઉત્પન્ન થાય છે, તે કર્મબંધનની અવસ્થા હોય છે, તેથી જીવને કર્મનો કર્તા કહ્યો છે. ત્યાં પણ હકીકતમાં જીવ કર્મનો કર્તા નથી. ફક્ત વિકારી ભાવનો જ કર્તા છે અને આ વિકારી ભાવો કર્મના કારણ હોવાથી જીવને કર્તારૂપે આરોપિત કર્યો છે. એટલે અહીં શાસ્ત્રકાર કહે છે કે “વર્તે નહિ નિજભાનમાં, કર્તા કર્મ પ્રભાવ’ કહ્યું છે. શાસ્ત્રકારે આ શબ્દ બહુ જ સમજી વિચારીને મૂક્યો
કર્મ પ્રભાવ : હકીકતમાં જીવ જ્યારે પોતાના ભાનમાં છે, ત્યારે કર્મ કરતો નથી. એ વાતનું સ્પષ્ટીકરણ કર્યા પછી જ્યારે નિજભાનમાં નથી, ત્યારે કર્મનો કર્યા છે તેમ કહેવું જોઈતું હતું પરંતુ સિદ્ધિકારે એ પ્રમાણે કહ્યું નથી. “કર્તા કર્મ પ્રભાવ' એવો શબ્દ વાપરીને કર્મની સત્તાને પ્રગટ કરી છે. વિકારી ભાવમાં જીવ કર્મ કરે છે, તે વાતનો નિષેધ કરીને આપણે ઉપરમાં જે કહ્યું તે પ્રમાણે
(૨૭૦) IS