Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
જો સૈકાલિક સ્વભાવનો નિર્ણય કરે અને સદા માટે જે રીતે વર્તી રહ્યો છે તે તેનો તિરોભાવ અથવા ઢંકાયેલો ભાવ જ્ઞાનમાં પ્રગટ થઈ જાય, તો જીવ નિહાલ થઈ જાય છે. જેમ કોઈ માણસના ઘરમાં કરોડોનો ખજાનો દટાયેલો છે પરંતુ તે ખજાનાને જાણતો નથી. આ ખજાનો મારા અધિકારમાં છે તેવો તેને ખ્યાલ નથી, ત્યાં સુધી તે બાપડો ગરીબ ન હોવા છતાં અત્યંત દરિદ્ર છે, તેનું મન પણ દરિદ્ર બની રહે છે પરંતુ કોઈ કારણથી તેને જાણ થઈ અને તેના પર વિશ્વાસ આવ્યો કે મારા અધિકારમાં કરોડોનો ખજાનો દટાયેલો પડ્યો છે, ત્યારે તેના મનમાંથી ગરીબી ચાલી જાય છે. ખજાનો કાઢ્યા પહેલા જ ખજાનાની શક્તિ તેના મનમાં પ્રવાહિત થઈ જાય છે. ખજાનો નીકળે ત્યારે તો તેની વાત જ શું ? વણનીકળે પણ તે પોતાનો અપૂર્વ પ્રભાવ પાથરે છે. આ જ રીતે જીવાત્માને જ્યારે પોતાના સ્વરૂપની જાણ થાય છે, ત્યારે તે સૈકાલિક પોતાના સ્વભાવમાં વર્તમાન છે, તેવો નિશ્ચય થાય છે. હજુ શુધ્ધ સ્વભાવ પ્રગટ થયા પહેલા જ જીવની વિકલદશા મટી જાય છે અને કર્મસત્તાથી જાણે મુક્ત થયો હોય, તેવી એક પરમ આનંદની લહેર અનુભવે છે. હવે તે ડંકાની ટોચ પર બોલે છે કે, ફક્ત હું મારા સ્વભાવનો જ કર્તા છું અને જે કાંઈ કર્મો થાય છે તે બધો કર્મનો પ્રભાવ છે. હવે મારે તેની સાથે સંબંધ નથી. આ છે ગાથાનો આધ્યાત્મિક ઉત્તમ સંદેશ.
ઉપસંહાર : ગાથામાં સ્પષ્ટપણે રેખા અંકિત કરી છે કે એક સ્વભાવની ક્રિયા છે અને એક કર્મની ક્રિયા છે. કર્મની ક્રિયાનો કર્તા કર્મ છે. તેમાં અજ્ઞાનરૂપે આત્મા નિમિત્ત માત્ર છે, તેથી તેને કર્મનો કર્તા કહ્યો છે. આ બંને પંક્તિને કે બંને બિંદુઓને દૃષ્ટિગત રાખીને આત્મસત્તા અને કર્મસત્તાનું મંતવ્ય સ્પષ્ટ પ્રગટ કર્યું છે. સ્વભાવનો પ્રભાવ અને કર્મનો પ્રભાવ, બંનેને જ્ઞાનવ્રુષ્ટિએ વિખૂટા પાડ્યા છે. સાથે સાથે કહ્યું પણ છે કે અજ્ઞાનદશામાં બંને જોડાયેલા છે. ગાથાનો ઉપસંહાર એ જ છે કે જીવ સ્વતંત્ર છે પરંતુ પોતાનું ભાન ન કરે, ત્યાં સુધી તે પરાધીન પણ છે અને પરાધીનતામાં કર્મનો પ્રભાવ પણ છે. ટૂંકમાં આ ગાળામાં કર્મસિદ્ધાંતને સ્પષ્ટપણે સ્થાપિત કર્યો
\\\\\\\\\\\\\\\\\\(૨૭૨) ISLLLLSLLS
SSSSSSSSSS