Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS
માનવાની જરૂર નથી. જીવ પણ કર્મનો કર્તા નથી અને કર્મ પણ કર્મનો કર્તા નથી પરંતુ શંકાકાર કહે છે કે કર્મ સહજભાવે ઉદ્ભવે છે અને લય પામે છે. આ કર્મનો સ્વભાવ જ છે કે તે કર્મ રૂપે પરિણત થયા કરે. આમ આ ત્રીજી ભૂમિકામાં શંકાકારે પોતાનો મત મજબૂત કરવા માટે ભરપૂર
પ્રયાસ કર્યો છે.
કર્મ જીવનો ધર્મ – પ્રશ્ન થાય કે અહીં એકલું કર્મ તો નથી. કર્મની સાથે જીવનું અસ્તિત્વ દેખાય છે, તો જીવ કર્મ કરતો નથી, તેમ કેમ કહી શકાય ? વળી જીવ જે કર્મ કરે છે, તે કર્મ શા માટે કરે ? ત્યારે શંકાકાર કહે છે કે તમારે જો કોઈ પણ કર્તા માનવો હોય અને કર્મની લીલાને સમજવી હોય, તો એટલું જ કહી શકાય કે આ કર્મની પરંપરા પણ જીવનો એક સ્વભાવ છે, જીવનો ધર્મ છે. કર્મને જીવથી છૂટા પાડી શકાય તેમ નથી. આગળના વિવરણમાં પણ આપણે કહી ગયા છીએ કે ધર્મ અને ધર્મ વિભકત થઈ શકતા નથી. અગ્નિ અને પ્રકાશને છૂટા પાડી શકાતા નથી. તે જ રીતે કર્મની પરંપરા તે જીવનો ગુણધર્મ છે, તેમ માની લ્યો અને આખી કર્મ પરંપરા જીવના સ્વભાવ રૂપે ચાલી રહી છે. આ ચોથી ભૂમિકામાં સિદ્ધિકારે નાસ્તિકદર્શનનો અભિપ્રાય વ્યકત કર્યો છે. નાસ્તિકદર્શન કહે છે કે પુણ્ય કરે કે પાપ કરે પણ કર્મથી છૂટો પડી કર્મ જાળ થી વિમુકત થાય, તેવો કોઈ અવકાશ નથી. જયાં સુધી જીવ છે, ત્યાં સુધી કર્મ થતાં રહે છે. જો જીવ માનો તો કર્મ પણ જીવનો ધર્મ છે, તેમ માનવું રહ્યું. અહીં ધર્મનો અર્થ સ્વભાવ છે. જેમ કારેલું સમજણપૂર્વક પોતાની અંદર કડવાશ પેદા કરતું નથી પરંતુ કડવાશ તે કારેલાનો ધર્મ છે. કારેલું છે, ત્યાં કડવાશ છે. એ રીતે જીવ કર્મ રહિત રહી શકતો નથી. કર્મ એ જીવનો ધર્મ છે. આમ આ શંકાકારની ચોથી ભૂમિકામાં પણ સિદ્ધિકારે પરોક્ષભાવે નાસ્તિક દર્શનનો અભિપ્રાય વ્યકત કર્યો છે. ' અહીં શંકાકારે કર્મના એક પછી પાસાઓને સ્પર્શ કરીને માનો કે શંકાનો એક સંપૂટ રજુ કર્યો છે. તેના ચારે અંશનો આપણે આરંભમાં ઉલ્લેખ કર્યો છે અને પ્રવર્તમાન ચિંતનમાં અસ્તિત્વ ધરાવતા વિચારોની અભિવ્યકિત શંકા દ્વારા કરી છે. આગળ ચાલીને જો ચિંતનના મૂળ જ ખોટા હોય, તો ખોટા ચિંતનના આધારે આખી આરાધના પણ મિથ્થારૂપ બની જાય છે, તેથી આ ગથા ચિંતનના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન લાવવા માટે કર્મની બાબતમાં જે સૂક્ષ્મ ચિંતન છે, તેનો ઉલ્લેખ કરે છે.
ધર્મ શબ્દ : “ધર્મ' શબ્દ વ્યવહારમાં તો ખૂબ જ વપરાય છે. શાસ્ત્રોમાં પણ ભિન્ન ભિન્ન સાધનાઓ માટે “ધર્મ' શબ્દનો ઉલ્લેખ છે પરંતુ આગળ વધીને ધર્મ' શબ્દ દાર્શનિકગ્રંથોમાં પણ પ્રવેશ પામ્યો છે. જ્યાં જ્યાં ધર્મ શબ્દનો પ્રયોગ થયો છે, ત્યાં ત્યાં તેના અર્થમાં ઘણું રૂપાંતર થયું છે. તાંત્રિક ગ્રંથોમાં જ્યાં બલિ કરવાની પ્રથા છે, જીવહિંસા થાય છે, ત્યાં પણ ધર્મના નામે જ ભયંકર રકતપાત થાય છે અને ધર્મના આધારે આ તાંત્રિક શાસ્ત્ર ચાલે છે.
સંપ્રદાયના ક્રિયાકાંડો કે યજ્ઞયાગ કે પૂજા પાઠ, તે પણ બધી ધર્મવિધિઓ તથા ધર્મના અનુષ્ઠાનો અસ્તિત્વમાં આવ્યા છે. જે થોડે ઘણે અંશે સાર્થક હતા અને અનર્થકારી પણ હતા પરંતુ
NSSSSSSS(૨૨૫)
.