Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
સાથે તેમાં વીર્ય એટલે શક્તિ પણ જોડાયેલી છે. વીઆંતરાય કર્મનો ક્ષયોપશમ, જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ અને મનોયોગરૂપી ઉદયભાવ, આ ત્રિવેણી છે, તે વિચાર શક્તિ છે. વિચારશક્તિમાં કેટલીક ભૂત–વર્તમાન અને ભવિષ્યની અવસ્થા છે. ભૂતકાળની વીતી ગયેલી ઘટના પર પણ વિચાર કરી તેનો ઈતિહાસ મેળવી જ્ઞાનની તારવણી કરે છે. એ જ રીતે વર્તમાનકાળમાં જે કાંઈ ક્રિયાકલાપ ચાલી રહ્યા છે. તેના ઉપર ચિંતન કરી ઘણાં સિદ્ધાંતો સ્થાપિત કરે છે. પદાર્થની ગુણધર્મિતા અને ગ્રહોના હલનચલનના આધારે વિચારશક્તિથી ભવિષ્યવાણી પણ કહી શકે છે. વિચારશક્તિ ત્રણે કાળને સ્પર્શ કરે છે. એ જ રીતે દ્રવ્ય અને ક્ષેત્ર તથા પદાર્થના સૂક્ષ્મભાવોને પણ નિહાળીને તત્ત્વની અન્વેષણા કરી તત્તવૃષ્ટિ મેળવે છે, વિચારશક્તિ એ મનુષ્યનું સાર્વભૌમ સાધન
સિદ્ધિકારે પણ અહીં વિચારને ઉજાગર કરવાની ભલામણ કરી છે અને પદાર્થોના સ્વભાવને ઓળખવા માટે સ્પષ્ટ કહ્યું છે કે “જુઓ વિચારી ધર્મ' અર્થાત્ જડ-ચેતનનો શું સ્વભાવ છે તેને ઓળખવાનું કહે છે કારણ કે અહીં જડ અને ચેતનનું પ્રકરણ ચાલી રહ્યું છે અને બે વસ્તુ સામે રાખવામાં આવી છે. ચેતનની પ્રેરણા અને જડમાં પ્રેરણાનો અભાવ, આ બંને વસ્તુ દ્રષ્ટિગોચર રાખીને વિચારવાનું કહે છે. જેમ આપણી સામે પાણી અને અગ્નિ, બંને હોય ત્યારે કોઈ પ્રશ્ન પૂછે છે કે ઉષ્ણતા ક્યાં છે ? તો સહેજે સમજાય તેવું છે કે અગ્નિમાં ઉષ્ણતા છે અને પાણીમાં ઉષ્ણતાનો અભાવ છે. બંને દ્રવ્યનો સ્વભાવ સ્પષ્ટ અને પ્રગટ છે, બહુ વધારે વિચારવું પડે તેમ નથી. છતાં પણ ન સમજાય તો વિચારવાની ભલામણ કરે છે. એ જ રીતે અહીં સ્પષ્ટ છે કે ચેતનમાં પ્રેરણા છે અને જડમાં નથી. તેમાં વિચાર કરવાની જરૂર નથી, છતાં પણ ન સમજાય તો “જુઓ વિચારી ધર્મ એમ કહે છે અર્થાત્ પદાર્થના સ્વભાવને ઓળખો. કોઈ વ્યક્તિને તાવ આવ્યો છે તે સ્પષ્ટ દેખાય છે છતાં પણ નાડી તપાસીને નિર્ણય કરવાની જરૂર છે. અહીં શાસ્ત્રકાર કહે છે કે પદાર્થની નાડ તપાસીને જો, તો સમજાશે કે બંનેનો ધર્મ શું છે ?
જૈનદર્શનમાં પણ કહ્યું છે કે “વત્યુ સદાવો ઘમ્પો વસ્તુનો જે સ્વભાવ છે, તે જ ધર્મ છે. પદાર્થના સ્વભાવનો નિર્ણય કરવો, તે ખરેખર સમ્યગ્દર્શનનો મૂળ પાયો છે. જડ હોય કે ચેતન, વિશ્વના પદાર્થનો નિર્ણય કરવો, તેના સ્વભાવનો નિર્ણય કરવો અને તેમાંથી સત્યની તારવણી કરવી, તે સમ્યગ્દર્શન છે. પદાર્થનો સ્વભાવ શું છે? સ્વભાવનો નિર્ણય શું છે? તે ચિંતનનો મુખ્ય વિષય છે. અહીં સ્વભાવ જાણવો એટલે જે પ્રત્યક્ષ દેખાય છે, તેના ગુણધર્મ જાણી લેવા, તેટલી માત્ર તેની સીમા નથી. પ્રત્યક્ષ જે કાંઈ અનુભવ થાય, તે પદાર્થની વર્તમાનકાલીન પર્યાય હોય છે. તે જાણી લેવા માત્રથી સ્વભાવનું જ્ઞાન પરિપૂર્ણ થતું નથી. વિષ અર્થાત ઝેરને જોવાથી કે ચાખવા માત્રથી વિષનો પૂર્ણ સ્વભાવ પ્રગટ થતો નથી. માત્ર તેની ક્ષણિક પર્યાયોનું જ્ઞાન થાય છે.
જ્યારે તેનો ગુણધર્મ જાણ્યા પછી તેનું પરિણામ શું આવે છે? પરિણામની પ્રતિક્રિયા ચેતન ઉપર શું થાય છે અને તેના ગુણના પ્રભાવથી મુક્ત થઈ શકાય કે કેમ? તે સમગ્ર પ્રક્રિયા જાણવી અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના આધારે પદાર્થનો તથા તેના સ્વભાવનો વિચારપૂર્વક પરિપૂર્ણ નિર્ણય કરવો, તે સ્વભાવ સંબંધી જ્ઞાન છે અને તે નિર્ણય ઉપર શ્રધ્ધા પણ થાય છે, ત્યારે તે સમ્યગ્દર્શન પપપપપપ પપપપપપ પપપપપપપપપપપપપપપપપ (૨૪૫) પીપીપી પહALS
S