Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
પદથી એ વ્યંજના સ્પષ્ટ થાય છે કે ભાસ્યમાન જીવ અસંગરૂપે તેને દેખાતો નથી. જેને દેખાતો નથી, તેને “તને' કહીને બોલાવે છે. તેનો અર્થ એ છે કે જેને “તને કહેવામાં આવ્યો છે. તે જ્ઞાતા સ્વતંત્ર છે અને તેને જે ભાસ્યમાન થાય છે, તે તેનું જ્ઞયતત્ત્વ છે. અજ્ઞાની જીવને પણ અહીં જ્ઞાતા–શય અલગ કરીને ભારત તને ન કેમ ?' એવો પ્રશ્ન પૂછ્યો છે. તને એટલે કોને? આ સર્વનામ જેના માટે મૂક્યું છે, તે દ્વિતીય પુરુષ નજરથી ઓઝલ છે પરંતુ તેના માટે જાણે સામે ઊભો હોય તે રીતે પ્રશ્ન કર્યો છે. સિદ્ધિકાર કહેવા માંગે છે કે તને એટલે કોને ? હકીકતમાં આ “તને' શબ્દ કોઈ ખાસ વ્યક્તિ માટે નથી, પરંતુ સિદ્ધિકારે “તને’ શબ્દ દ્વારા જે તુંકારો કર્યો છે, તે વિશભાવથી કરેલો છે. જે વ્યકિત જીવને સર્વથા અસંગ માને છે, તેને સંબોધીને તુંકારો કર્યો છે. અર્થાત્ દ્વિતીય પુરુષ તરીકે તેને સામે રાખ્યો છે. વ્યાકરણમાં ત્રણ પુરુષ હોય છે. પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ અને તૃતીય પુરુષ. હું, તું અને તે. ખરી રીતે વ્યાકરણના નિયમાનુસાર સંબોધન છે તે બીજા પુરુષ માટે હોવું જોઈએ. જે વ્યક્તિ અથવા જે દાર્શનિકો જીવને સર્વથા અસંગ માનતા હોય, તેઓ તૃતીય પુરુષની કક્ષામાં છે પરંતુ આ સાહિત્ય શ્રેણીનું ઉલ્લંઘન કરીને કવિરાજ આ થર્ડ પાર્ટી માટે અર્થાત્ તૃતીય શ્રેણીના જીવો માટે દ્વિતીય પુરુષનો પ્રયોગ કર્યો છે અને તે જીવો સામે જ હોય, તેમ તુંકારો કરી “ભાસત તને ન કેમ ?” એમ પૂછયું છે. ઉલ્લંઘનનું કારણ એ છે કે સામાન્ય રીતે જે સ્પષ્ટ દેખાય છે, તે સામેની વ્યક્તિને સ્પષ્ટ દેખાતું નથી. ત્યારે તેની-વૃત્તિને ઉતેજિત્ત કરવા માટે તેને ચેતના આપવામાં આવે છે કે ભાઈ ! તને કેમ દેખાતું નથી ? બીજી વસ્તુ એ છે કે જોનાર જ્ઞાતા સદાને માટે એકવચનમાં હોય છે. વ્યક્તિ તરીકે આત્મા એકવચન રૂપે પોતાનું વ્યક્તિત્વ જાહેર કરે છે, તેથી તે વ્યક્તિ સામે છે, એમ માનીને એકવચનમાં બહુવચનનો સંશ્લેષ કર્યો છે. તને એટલે કોને ? તેનો સાચો જવાબ એ છે કે જેઓને આત્મા અસંગ રૂપે પ્રતિભાસિત ન થયો હોય અને છતાં અસંગ છે, એમ બોલતા હોય તેના માટે “તને આ વ્યાપક સંબોધન છે.
હવે આપણે “તને માટે ઊંડાણથી જોઈએ તો આત્મા પોતે જ પોતાના મનને પૂછે છે કે હે મન ! જો આત્મા સર્વથા અસંગ હોય, તો તને અર્થાત્ મનને કેમ પ્રતિભાસિત ન થાય ? ,
હકીકતમાં આત્મા અને મનનો સંબંધ છે. પોતાનું મન જ્યારે માની બેઠું હોય કે આત્મા અસંગ છે. તો દોષ ક્યાંથી લાગે ? જો તે અસંગ છે તો કર્તા ક્યાંથી બને ? અસંગને કર્મ સાથે શું લેવા દેવા ? આવા પ્રશ્નો મનમાં સમાહિત હોય, ત્યારે જાગૃત થયેલો જ્ઞાનાત્મા પોતાનાં મન સાથે વાતો કરે છે અને મનને જ કહે છે કે તને કેમ દેખાતું નથી કે શું સ્થિતિ છે ?
આવા મહાન સિદ્ધિકાર જે અધ્યાત્મશ્રેણીમાં બિરાજમાન છે, તે સમાજના વ્યક્તિને તુંકારો કહીને અવગણના ન કરે પરંતુ તેમણે કાવ્યકળાથી આત્મા અને મનનો પ્રશ્નોતરી ભાવ પ્રગટ કરીને પોતાના મનને દ્વિતીય પુરુષ એકવચનમાં મૂક્યું છે અથવા ભલામણ કરે છે કે ભાઈ ! તમે તમારા મનને પૂછી જૂઓ કે તને કેમ કાંઈ દેખાતું નથી ? આ પદમાં “તને' શબ્દ ઘણો જ આંતરિક ભાવનો ધોતક છે. સામાન્ય કક્ષામાં “તને કહેવામાં આવ્યું નથી. શાસ્ત્રોમાં કે સંસ્કૃત સાહિત્યમાં પણ આ રીતે ત્વમ્ શબ્દનો પ્રયોગ કરવાની પ્રથા છે. વળી આથી આગળ વધીને જોઈએ તો “તને”
LLLLLLLLLLLLLLS(૨૫૭) LLLLLLLS
SSSSSSSSSSSSSS