Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
આધારે જે પરિણામ પ્રગટ થાય છે, તેનો બોધ પ્રગટ કરવો અને પોતે જે બોધ કર્યો છે તે બોધ પર વિશ્વાસ કરવો. આટલો બધો ગૂઢ અર્થ “ભાન' શબ્દમાં પડ્યો છે, માટે અહીં નિજભાન' ' એવો શબ્દ વાપર્યો છે. જ્યારે ટકોરો મારીને કોઈ ચીજ લઈએ છીએ, ત્યારે તેના ગુણો પર વિશ્વાસ કરીએ છીએ. એમ બુદ્ધિના કે તર્કના બધા ટકોરા માર્યા પછી આત્મગુણો પ્રત્યે જ્યારે વિશ્વાસ પેદા થાય, ત્યારે આવો બોધ ભાનની કક્ષામાં આવી જાય છે. ગંભીર ભાવથી ભરેલો થેલીમાં રાખેલા મોતી જેવો આ “ભાન' શબ્દ ખરેખર ભાન કરવા જેવો છે. જ્ઞાન હોવા છતાં બેભાન હોય, તો તે જ્ઞાનની કક્ષાથી દૂર છે. માટે બેભાન મટી સભાન થવું, તે અર્થમાં આ “ભાન શબ્દ છે. અસ્તુ. - આધ્યાત્મિક સંપૂટ ઃ ગાથામાં સ્વયં શાસ્ત્રકારે આધ્યાત્મિક સંપૂટનો ઈશારો કર્યો છે. આત્મા પરમાર્થથી અસંગ છે. તેનું સ્વયં નિરીક્ષણ કરી શ્રધ્ધાયુક્ત ભાન કરવું, તે જ આ ગાથાની અધ્યાત્મ ફૂલની મંજરી છે. વ્યવહારદશાને છોડવા માટે જે સંદર્ભ બનાવ્યો છે, તે પણ સાધનાની પ્રાથમિક ભૂમિકા છે. સંસાર અનિત્ય અને ક્ષણભંગુર છે, તેમ બધા સાધકો અને શાસ્ત્રો બોલતા હોય છે પરંતુ ક્યાં જવું છે અને શું મેળવવું છે? તે પરમાર્થ પ્રગટ કરી શકતા નથી, તેથી જીવ સાધનાની પહેલી ભૂમિકામાં જ રોકાઈ જાય છે. સીડીમાં અટવાયેલો જીવ મંઝિલ ક્યાંથી મેળવે? પરમાર્થથી અસંગ તત્ત્વ છે. તે જ લક્ષ છે. જો કે અહીં “અસંગ છે પરમાર્થથી', તેમ કહ્યું પરંતુ તે સમજાવવા માટે છે. હકીકતમાં અસંગ અને પરમાર્થ બે વસ્તુ નથી. જે અસંગ છે તે જ પરમાર્થ છે અને પરમાર્થ છે તે જ અસંગ છે. કેવળ બે શબ્દનો પ્રયોગ કર્યો છે. ધાન્ય છે તે ખાધ છે, તે સમજવા પૂરતું જ છે પરંતુ ખાદ્ય તે ધાન્ય છે અને ધાન્ય તે ખાદ્ય છે. તે બંને એકરૂપ છે, એ જ રીતે પરમાર્થ છે, તે અસંગ છે અને અસંગ છે, તે જ પરમાર્થ છે. અહીં પણ બંનેનું અદ્વૈત છે. પરમ એ અર્થનું વિશેષણ છે અને અસંગનું પણ વિશેષણ છે. જો સાધારણ અસંગ હોય, તો ચોર-ડાકુ પણ ઘરનો સંગ છોડે છે પરંતુ તે પરમ અસંગ નથી. પરમ અસંગ એ છે કે જેને જ્ઞાનપૂર્વક પોતાના સ્વરૂપનો નિર્ણય કરી આત્માને સર્વથા અસંગ જામ્યો છે અને આસક્તિની વ્યાવૃતિ કરી છે, તે અસંગ છે. આખી ગાથા અધ્યાત્મભાવથી ભરપૂર છે. - ઉપસંહાર : આ ગાથામાં વ્યવહારનય અને નિશ્ચયનયનો પ્રતિબોધ છે. કવિરાજે સ્પષ્ટ ભાવે શંકાનો પ્રત્યુત્તર કરવા માટે ભરપૂર પ્રયાસ કર્યો છે અને ચીમકી આપી છે કે વ્યવહાર દશામાં રાચતા પરિગ્રહથી ભરપૂર તેવા આચાર્યો કે મહંતો કે એવા કોઈ શાસ્ત્રો પૂર્ણ અસંગની વાત કરીને સાધારણ જીવની દુર્દશા બની રહે તેવા ઉપદેશને આધીન ન થાય તે માટે સચોટ દિશા નિર્દેશ કર્યો છે અને સંબોધન કરીને કહ્યું છે કે જો વ્યવહારદશામાં અસંગ હોય તો તને દેખાય કેમ નહીં ? એમ કહીને ન્યાયવ્રુષ્ટિનું ઉદ્બોધન કર્યું છે. સંપૂર્ણ ગાથા બંને નયનું સ્પષ્ટ પ્રતિપાદન કરીને પૂરી થાય છે.
છેલ્લે ચોથા ચરણમાં નિજના ભાનનો ખ્યાલ આપ્યો છે અને સ્વચ્છ રીતિથી કહ્યું છે કે નિજભાન હોય, તો અસંગ ભાસે અને નિજભાન ન હોય, તો અસંગ પ્રતિભાસિત ન થઈ શકે. આ રીતે વિધિ અને નિષેધ બંને ભાવે આખ્યાન કરીને હવે શાસ્ત્રકાર આગળ વધે છે.
ܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܐܘag)ܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠ