Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
કોઈ પણ ધર્મ કે સંપ્રદાયનો મૂળ આધાર તેનું સૂક્ષ્મ ચિંતન હોય છે. ચિંતનના આધારે સિદ્ધાંત અને સિદ્ધાંતના આધારે વ્યવસ્થા, આ રીતે આખુ તંત્ર ચાલે છે. કર્તા જીવ ન કર્મનો' ગાથાના પ્રથમ પદમાં જે શંકા કરી છે કે “જીવ કર્મનો કર્તા નથી' આ મત સાંખ્યદર્શનનો છે. સાંખ્યદર્શન જીવને પુરુષ કહે છે અને પુરુષને સર્વથા અકર્તા તથા નિષ્ક્રિય માને છે, એટલે જીવ કાંઈ પણ કરી શકતો નથી. તેવી સાંખ્યદર્શનની સૈદ્ધાન્તિક વ્યવસ્થાને આધારિત આ શંકા અહીં ઉત્પન્ન કરી છે. આ રીતે કેટલાક જૈનદર્શનના આધ્યાત્મિક પરમ સિદ્ધાંતો જીવાત્માને અકર્તા માને છે. તેઓ કર્તુત્વનો ભાર વિભાવ ઉપર મૂકે છે અને વિભાવો તે આત્મા નથી પરંતુ તે એક પ્રકારનું અશુદ્ધ ઉપાદાન છે. જેના આધારે કર્મ થતાં રહે છે. આ રીતે શુદ્ધ દશામાં જીવને અકર્તા માન્યો છે અને છેવટે જીવ મુકત થાય છે. પ્રસ્તુત પ્રસંગમાં શંકાકારની શંકામાં જૈનદર્શનના અધ્યાત્મવાદનો સિદ્ધાંત આધારભૂત નથી પરંતુ આ આખી શંકા સાંખ્યદર્શનના ભાવોની સૂચક છે, તેથી આ પદમાં ‘કર્તા જીવ ન કર્મનો' એમ કહીને પરોક્ષ ભાવે સાંખ્ય ભાવ પ્રતિ ઈશારો કર્યો છે. આ શંકાની ઉપસ્થિતિ થતાંની સાથે જ શંકાકારની સામે પ્રશ્ન થાય છે કે જીવ કર્તા નથી, તો કર્તા કોણ છે ?
કર્મ જ કર્તા કર્મ ઃ શંકાકારના પ્રશ્નના જવાબ રૂપે સિદ્ધિકાર શંકાની પુષ્ટિ કરતા પુનઃ આ બીજું પદ ઉચ્ચારે છે કે કર્મનો કર્તા કર્મ છે. શંકાકાર કહે છે કે જીવને કર્તા ન માનવાથી પણ કર્તુત્વનું સમાધાન થાય છે, કર્મ સ્વયં કર્મને જન્મ આપે છે અને આ રીતે કર્મની પર્યાય ચાલ્યા કરે છે. જીવને કર્મની સાથે કાંઈ લેવા દેવા નથી. બૌદ્ધદર્શનમાં પણ પરોક્ષભાવે આવો જ મત છે કે ક્ષણિક પરિવર્તનનો પ્રવાહ ચાલ્યા જ કરે છે. વાસના રૂપી એક કર્મક્ષણ ઉત્તરક્ષણને જન્મ આપીને લય પામે છે. કોઈને કર્તા માનવાની જરૂર નથી. સ્વયં વાસના રૂપી કર્મથી ઉત્તરકાલીન કર્મ ઉત્પન્ન થાય છે અર્થાત્ કર્મનો કર્તા કર્મ જ છે. જીવને વચમાં લાવવાની જરૂર નથી. સાંખ્યના પ્રશ્નનો જવાબ સાંખ્ય સ્વયં આપે છે. “પુષg મત પ્રવૃતિg # અર્થાત્ જીવ કર્મ કરતો નથી કારણ કે તે અકર્તા છે પરંતુ પ્રકૃતિ સ્વયં કર્મ કરે છે. પ્રકૃતિ સ્વયં કર્મ રૂપ છે. એટલે એમ કહો કે કર્મનો કર્તા કર્મ જ છે.
અથવા સહજ સ્વભાવ – આ રીતે દર્શનિક સિદ્ધાંતોનું આવર્તન કરીને સ્વયં સિદ્ધિકાર શંકાકારની ત્રીજી ભૂમિકાને જન્મ આપે છે અને તેમની સામે પ્રશ્ન મૂકાય છે કે કર્મ શા માટે કર્મ કર્યા કરે ? કર્મનો કર્તા કર્મ કેમ બની શકે? કર્મમાં એવું કોઈ જ્ઞાન નથી કે તે બીજા કર્મને જન્મ આપી શકે. જીવની ગેરહાજરી છે અને કર્મ વિચારહીન છે, તો આવું જ્ઞાનહીન અને સંજ્ઞાહીન કર્મ બીજા કર્મને કરવાનો બોજો કેવી રીતે લઈ શકે? કર્મમાં એવો કોઈ ગુણ નથી કે કર્મ કર્મને પ્રગટ કરે ?
- ત્યારે શંકાકારની શંકાનું અવલંબન કરીને સિદ્ધિકાર કહે છે કે કોઈ પણ કર્મ વિચારપૂર્વક કર્મ કરતું નથી. કર્મ કરવામાં જીવની કે બીજા કોઈ સાધનની જરૂર નથી કારણ કે કર્મ થવું તે કર્મની સ્વભાવિક પ્રક્રિયા છે. લોખંડમાં કાટ પોતાની મેળે લાગે છે, પાણીમાં સેવાળ પોતાની મેળે થાય છે, આકાશમાં વાદળા સ્વયં ઘેરાય છે. જેમ પ્રકૃતિના આ બધા કાર્યો સ્વયં સહજ રીતે થાય છે, તેમ આ કર્મ પણ સહજ સ્વભાવે થતાં રહે છે. કર્મને ઉત્પન્ન થવામાં કોઈ કારણ
LLLLLLL(૨૨૪) ISLLLLLS