Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
સજાતીય કે વિજાતીય પરમાણુઓનો અમુક યોગ્યતાના આધારે કે સૂક્ષ્મ કાળગતિના પ્રભાવે, પરસ્પર જેને તાદાત્ય ન કહી શકાય તેવો તદ્ રૂપ સંબંધ ઉત્પન્ન થાય છે. આ જ પ્રક્રિયા જીવ અને પુદ્ગલની વચ્ચે અસ્તિત્વ ધરાવે છે. જીવ જ્યારે પોતાના વૈભાવિક ભાવોથી પરિણત થાય છે, ત્યારે કર્મ પરમાણુઓ પણ તદ્રુપ તેવા પરિણામો કરે છે. પરિણામો કરે છે એટલું જ નહિ, પરંતુ તે જીવની સાથે જોડાય છે. જીવ તો અરૂપી છે, એટલે તે પરમાણુઓ સાક્ષાત્ જીવ સાથે જોડાઈ શકતા નથી પરંતુ જીવના આધારે આવા ભૂતકાલીન જે કાંઈ બંધ ચાલ્યા આવતા હતા, તેની સાથે તે બંધાય છે. આ બધા બંધોની વચ્ચે જીવ સ્વયં બંધાયેલો રહે છે, તેમાંથી કર્મબીજનું નિર્માણ થાય છે. તે સૂક્ષ્મ બીજના આધારે પ્રત્યક્ષ સ્થૂલ રૂપે એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના દેહોનું નિર્માણ થઈ સમગ્ર સંસારલીલા ચાલુ રહે છે. આથી આપણે જોઈ શકીએ છીએ કે બંધલીલા શું છે? અને જીવને બંધયુકત માનવો શા માટે જરૂરી છે ? પિંજરામાં પૂરાયેલો પોપટ પિંજરાની અંદર તો સ્વતંત્ર છે. પિંજરું બંધાયેલું છે. પોપટને કોઈએ બાંધ્યો નથી. પિંજરું બંધાયું છે પણ પિંજરાના આધારે પોપટ પણ બંધાયેલો છે. કપડામાં લાગેલો ડાઘ અને કપડું બંને જુદા છે પરંતુ કપડું ડાઘનું આધાર બન્યું છે, તેથી કપડું મેલું છે, ડાઘવાળું છે, તેમ માનવું રહ્યું. જીવ પણ બંધથી નિરાળો છે પરંતુ જ્યાં જીવ છે, ત્યાં જ બંધ શકય છે. જીવના આધારે જ બંધ છે. પોપટને માટે જ પાંજરું છે, માટે જીવ બંધાયેલો છે તે હકીકત સત્યથી દૂર નથી. નિશ્ચયવૃષ્ટિએ સત્ય ન હોવા છતાં વ્યવહારવૃષ્ટિએ સત્ય ન માનીએ, તો મિથ્યાવાદનો જન્મ થાય છે, તેથી જીવ અબંધ છે, તે શંકાકારનું લક્ષ સૈદ્ધાંતિક રીતે અયોગ્ય છે. જેનું નિરાકરણ સ્વયં સિદ્ધિકાર કરશે.
- આધ્યાત્મિક સંપૂટ : શંકાકારની આ ગાથા શંકાને સ્પષ્ટ તો કરે છે પણ સાથે ઘણા આધ્યાત્મિક ભાવોને પ્રગટ કરે છે. ભારતવર્ષમાં સાધનાનો જે ધોરી માર્ગ છે, તેમાં કેવા કેવા પ્રબળ તત્ત્વો, કયા કયા કેન્દ્રમાં જોડાયેલા છે, જેમકે પ્રકૃતિ, ઈશ્વર, કર્મ ઈત્યાદિ તત્ત્વોનો ખ્યાલ આપે છે. આ બધા પ્રબળ તત્ત્વો પોત પોતાની જગ્યાએ કેન્દ્રિત છે અને જીવ બધા કેન્દ્રો સાથે સંસકતા છે. જીવ પોતાની સંસકિતને જાણે, તો જ આસકિતથી મુકત થઈ શકે. દોરીથી બંધાયેલો મનુષ્ય હું દોરીથી બંધાયેલો છું, એવું જો ભાન કરે, તો જ દોરીથી છૂટવાની તેને ઈરછા થાય અને છૂટવાની ક્રિયા પણ કરે. તે રીતે આ ગાથામાં આ બધા સંસકત કેન્દ્રોનું વર્ણન જીવની વ્યાવહારિકદશાનો આભાસ આપે છે, શંકાકાર જેનો પરિહાર કરે છે. હકીકતમાં તે બધી વસ્તુઓ અસ્તિત્વ ધરાવે છે. કોઈ શંકા કરે કે અગ્નિ ગરમ નથી, તો હકીકતમાં તેનો અર્થ એ છે કે અગ્નિ ગરમ છે. એ દ્રષ્ટિએ આ ગાથાને જોવાથી જીવના બધા સંસકત ભાવો અને તેમાંથી નીપજતી આસકિત પ્રગટ થાય છે. તેનાથી મુકત થવું, તે જ આ ગાથાનો આધ્યાત્મિક સંદેશ છે..
ઉપસંહાર ઃ સિદ્ધિકારના જે જે શંકા સ્થાનો છે તે બધાનો ક્રમ ચાલુ છે. સિદ્ધિકારે બધા તર્કો દ્વારા પ્રતિપક્ષીને બોલતો કર્યો છે અને કમશઃ એક પછી એક શંકા પ્રગટ થઈ રહી છે. આગળ ની ઘણી ગાથાઓમાં પણ આવા શંકા–સમાધાનના વર્ણનો આવી ગયા છે. તે જ ક્રમમાં આ ૭રમી ગાથા પણ કેટલીક શંકાઓનું આખ્યાન કરે છે. જે જે તર્ક આપ્યા છે, તે બધા તર્ક દાર્શનિક જગતને સ્પર્શ કરે, તેવા ઘણા મહત્ત્વપૂર્ણ છે. ૭૨ મી ગાથામાં જીવને અબંધ કહીને ગાથાની પૂર્ણાહુતિ કરે
S(૨૩૨)>
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSS