Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
જેવો નિરાળો જ છે, એમ માનીને જો જીવને સ્વયંસિદ્ધ અસંગ માને, તો ધર્મ સાધનાની કોઈ આવશ્યકતા નથી અને પાપકર્મનો જવાબદાર કોઈ વ્યકિત નથી, પાપ કર્મ સ્વયં થયા કરે છે. તેની સાથે જીવને કાંઈ લેવા દેવા નથી. તે કર્મને અટકાવવાનો પ્રશ્ન ઊભો થતો નથી કારણ કે જીવ અસંગ છે અને અબંધ છે. તેમાં કોઈ આસકિતભાવ નથી, તેથી વિરકિતની પણ જરૂર નથી. આ રીતે અસંગની મિથ્થા વ્યાખ્યા કરવાથી જીવ કેમ જાણે બધી જવાબદારીથી મુકત હોય, તેવો ભાવ પ્રગટ થાય છે. આ તર્ક દ્વારા કોઈ પણ ઉત્તમ ભાવનાની મિથ્થા વ્યાખ્યા થઈ શકે છે. એક સતી સ્ત્રીને કોઈ એવા બ્રહ્મજ્ઞાની પુરુષે કહ્યું છે કે બધા પુરુષ બ્રહ્મ સ્વરૂપ છે. તેમાં કોઈ ભેદ નથી, ત્યારે તે સતી એમ વિચારે છે કે હવે પતિવ્રતની શું જરૂર છે ? બધા પુરુષ તો બરાબર છે. જેમ આ બ્રહ્મવાદની મિથ્યા વ્યાખ્યા છે. તે રીતે ઉત્તમ ભાવોને પણ મિથ્યાભાવ રૂપે સમજવા, તેને જ જૈનદર્શનમાં મિથ્યાત્વ અથવા મિથ્યાદર્શન કહે છે. પદાર્થ પોતાના સવરૂપે ઠીક જ છે. તેને સમજવામાં ભૂલ કરવી, તે જ મિથ્યાદર્શન છે અહીં શંકાકાર અસંગ શબ્દનો મિશ્રભાવ પ્રગટ કરીને એમ કહે છે કે આત્મા તો સદા અસંગ છે, સંગ રહિત છે, તેથી તેને કર્મ લાગે નહિ. જો કે અહીં શંકાકારે આત્માનો સ્વીકાર તો કરી લીધો છે અને સદા માટે તે અસંગ છે અર્થાત્ આત્મા નિત્ય છે, તેની સ્વીકૃતિ આવી ગઈ છે. શંકાકાર સ્વયં આત્માના સ્વરૂપની સ્થાપના કરે છે. આત્મા છે, એ ધરાતલ પર આત્માના સ્વરૂપની વ્યાખ્યા કરે છે કે આત્મા અસંગ છે.
અહીં એક ચિંતનીય અધ્યાત્મ વિચાર ઃ હકીકતમાં નિશ્ચયનયના આધારે આત્મા અસંગ જ છે અને તેનું સ્વરૂપ પણ કોઈનો સંગ કરનારું નથી. સ્વયં સ્વમાં પરિણત થયા કરે છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાન ફકત જાણવાની પ્રક્રિયા કરે છે. જ્ઞાન કોઈ ચીજનો સંગ કરતું નથી. અને ક્યાંય સંસકતે થતું નથી. જે સંગ કરે છે, તે મોહ છે અને મોહ તે આત્મા નથી. નિશ્ચયવૃષ્ટિમાં આ પ્રકારે ભેદજ્ઞાન થવાથી જીવ સર્વથા અસંગ જોઈ શકાય છે. અસંગભાવ, તે જીવનું સ્વયં શાશ્વત સ્વરૂપ છે અને જીવ અસંગ છે, તે લક્ષ ઉપર જ અધ્યાત્મસાધનાનો આખો રાજમહેલ ઊભો છે. અસંગ રૂપી ટોચ પર ચડવા માટે ત્યાગ, વૈરાગ્ય, વ્રત, નિયમ, મૌન, આસન, પ્રાણાયામ, વગેરે તેના પગથિયા છે. સાધનાની અંતિમ ટોચ, તે અસંગભાવ છે, આવો અસંગભાવ તે હકીકતમાં મુકિત છે અથવા મુકિતનું કારણ છે. અસંગભાવ બધા મમત્વભાવનો વિચ્છેદ કરીને નિર્મમત્વ અને નિરૂપાધિક સ્થિતિ સુધી લઈ જાય છે. ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે. કે “
àળ દૃઢે છત્વ' અર્થાત્ દ્રઢીભૂત થયેલા છે, ઊંડા ઉતરેલા છે, જેના મૂળિયા એવા સંસારને અસંગરૂપી શસ્ત્રથી છેદી શકાય છે. અસંગ એક માત્ર સાધન છે. આ રીતે અસંગ એ લક્ષ પણ છે, સાધ્ય પણ છે અને સાધન પણ છે. પૂર્ણ વિરકિત કે સંપૂર્ણ અસંગદશા તે સાધ્ય છે. જયારે વિરકિતની સાધના કરવી અને સંગનો પરિહાર કરીને સંગથી બચવા માટે માર્ગ ગ્રહણ કરવો તે સાધન છે. આ હકીકતમાં આત્મા શુદ્ધદશામાં અસંગ તો છે જ પરંતુ બધી પરિસ્થિતિમાં કે વ્યવહારદશામાં તેને અસંગ માની દુષ્કર્મ માટે પણ કર્તા ન માનવો કે જવાબદાર ન માનવો, તે સાધના પર પSSSSSSSSSS\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\(૨૨૮)\\