Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
સંભાવના છે. આ રીતે પર્યાયનો પ્રવાહ સમાનભાવે અને વિભાવે પ્રવાહિત થાય છે.
અહીં સિદ્ધકારે એટલું જ લખ્યું છે કે “પર્યાયે પલટાય તેનો સામાન્ય અર્થ એ છે કે પર્યાયના આધારે પદાર્થ બદલાય છે પણ વાસ્તવિક અર્થ એ છે કે પર્યાયમાં જ પલટો આવે છે. પર્યાય પોતે બદલાય છે. નિશ્ચયથી પર્યાયના આધારે પદાર્થ બદલાતો નથી. વ્યવહાર દ્રષ્ટિએ એમ કહી શકાય કે સ્વભાવ બદલાયો હોય, તો માણસ બદલાઈ ગયો એમ બોલે છે પરંતુ હકીકતમાં માણસ બદલાયો નથી પણ તેનો વ્યવહાર બદલાયો છે. મૂળ પર્યાયનો દ્રવ્ય સાથે સંબંધ હોવાથી ગુણ પર્યાયના પરિવર્તનનો દ્રવ્ય ઉપર આરોપ કરવામાં આવે છે. આવા સમગ્ર આરોપિત ભાવો વ્યવહારનય ગણાય છે. પર્યાયે પલટાય” તે પદનો નિશ્ચય અર્થ પણ જાણવો જરૂરી છે. આખું પદ આ રીતે છે કે દ્રવ્યનયની અપેક્ષાએ આત્મા નિત્ય છે અને પર્યાયનયની અપેક્ષાએ તેની અવસ્થા પલટાય છે. અહીં શાસ્ત્રકારે ધ્યાન રાખીને દ્રવ્ય પલટાય છે, તેમ કહ્યું નથી પરંતુ ઘણી જ સાવધાનીપૂર્વક ઉલ્લેખ કર્યો છે કે પર્યાયના કારણે પરિવર્તન થાય છે. પદાર્થની જુદી જુદી અવસ્થાના દર્શન થાય છે. હકીકતમાં તો દ્રવ્યનો ધ્રુવ અંશ તે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન કે મન:પર્યવજ્ઞાનનો વિષય નથી, તે ફકત કેવળજ્ઞાનનો વિષય છે. પદાર્થનો ધ્રુવ અંશ બુદ્ધિથી સદા ગુપ્ત રહે છે અર્થાત્ બ્રૌવ્યપણું તે બુદ્ધિથી ગ્રહી શકાય તેવું તત્ત્વ નથી. કેવળ ઉત્પત્તિ અને વિલય જ હૃશ્યમાન છે. ઉત્પત્તિ અને વિલયના આધારે જ શાશ્વત દ્રવ્યનો નિર્ણય કરવામાં આવે છે.
બાળાદિ વય ત્રણનું જ્ઞાન એકને થાય – મોક્ષશાસ્ત્રમાં કહ્યું છે કે “ઉત્પન્ અય ધ્રૌવ્યયુ સત્ ' શાશ્વત પદાર્થમાં ત્રણ અંશો જોડાયેલા છે. ઉત્પત્તિ, વ્યય અને સ્થિતિ, આ ત્રણ ગુણોના આધારે જ પદાર્થ સત્ છે અર્થાત્ વાસ્તવિક છે. અહીં શાસ્ત્રકારે પણ પર્યાયનયનો આશ્રય લઈને પર્યાયના પરિવર્તનને જ દૃષ્ટિગત રાખી આત્માના ધ્રૌવ્ય અંશનું આખ્યાન કર્યું છે અને કહ્યું છે કે 'આત્મા દ્રવ્ય નિત્ય છે અને પર્યાયે પલટાય.' દર્શનશાસ્ત્રના ધ્રુવ સિદ્ધાંતનો આશ્રય કરીને સિદ્ધિકારે દ્રવ્યની નિત્યતાની સ્થાપના કરી છે. હવે આગળ ચાલીને કહે છે કે જ્ઞાને કરનારો જ્ઞાતા સ્વતંત્ર છે, નિરાળો છે, અવસ્થાઓ બદલાય છે પણ ભિન્ન ભિન્ન બધી અવસ્થાઓને સમજીને જાણનારો એક જ્ઞાતા અલગ છે, તેથી શાસ્ત્રકાર અહીં આત્માની નિત્યતા વિષે બીજો આ મહાન તર્ક ઉપસ્થિત કરે છે અને કહે છે કે "બાળાદિ વય ત્રણનું જ્ઞાન એકને થાય"
ઉદાહરણ રૂપે સિદ્ધિકારે મનુષ્યની પોતાની અવસ્થાઓને જ પ્રસ્તુત કરી છે, કારણ કે આ ઉદાહરણ પોતાનું નિજી હોવાથી વ્યકિત પોતાના જીવનને આધારે પણ પ્રમાણ આપી શકે છે પરંતુ આ ઉદાહરણ ફકત વય પૂરતું સીમિત નથી. મનુષ્યના લાંબા જીવનમાં તે હજારો પદાર્થની ત્રણે અવસ્થાનો અનુભવ કરતો હોય છે. ઘણી વખત તે કહે છે કે અહીં એક મોટું રાજમહેલ જેવું મકાન હતું, પરંતુ મારી સામેજ પડીને ખંડેર થઈ ગયું અને ત્યાં આજે નવો બંગલો બંધાયો છે. આ મકાનની ત્રણે અવસ્થાનો જોનાર સાક્ષી એક જ વ્યકિત છે. તે નિરાળો રહીને ફકત પોતાનું જ્ઞાન પ્રગટ કરે છે. અવસ્થા તો પદાર્થની થઈ છે. આવા બીજા પણ સેંકડો ઉદાહરણ મૂકી શકાય
S
SSSSSSSSSS(૨૦
ONNNNN