Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
આનંદ લેનાર છે પરંતુ પોતે ફૂલથી જુદો એવો સુગંધનો સ્વામી છે. સિદ્ધિકારે અહીં એક અલૌકિક પ્રકરણ પ્રદર્શિત કર્યું છે... અસ્તુ.
ગાથામાં કર અનુભવ એવો આદેશ આપ્યો છે. તો શું અનુભવ સ્વતઃ થાય છે કે કરવો પડે છે? હકીકતમાં સામાન્ય રીતે મન અને ઈન્દ્રિયો જે વસ્તુ સામે આવે છે, તેનો સહેજે અનુભવ કરતી હોય છે. અનુભવ કરવા માટે કોઈ અલગ પ્રયાસ કરવો પડતો નથી પરંતુ વ્યવહારમાં કેટલાક વિશેષ અનુભવો લેવા માટે પ્રેકટીકલ નોલેજની થિયરી છે અર્થાત્ પ્રયોગ કરીને જાણવાની કે અનુભવ કરવાની એક રીત છે પરંતુ અહીં શાસ્ત્રકારે “કર અનુભવ’ એમ કહીને ઉપરના બંને પ્રકારના અનુભવોનો પરિહાર કર્યો છે. અહીં જે અનુભવ કરવા માટે આદેશ આપ્યો છે, તે એક આખી હિસાબ માંડવાની વાત છે.
જયારે મનુષ્ય પોતાના વિચારોનું ગણિત કરે છે અને પોતે જે કાંઈ જાણ્યું છે તેમાં સાચા ખોટાની તારવણી કરે છે, સ્વયં જ્ઞાનાત્મક તર્કથી જે કાંઈ જ્ઞાન મેળવ્યું છે તેનો નિચોડ કાઢે છે, ત્યારે તે સ્વયં જેમ દહીંમાંથી માખણ કાઢવામાં આવે, તે જ રીતે આ વિચારોનું નવનીત કાઢે છે. અર્થાત્ અનુભવમાંથી કાઢેલું નિશ્ચયાત્મક અનુભવરૂપ નવનીત છે, માટે અહીં શાસ્ત્રકાર જે અનુભવ કરવાનો આદેશ આપે છે તે સ્વયં આ બુદ્ધિમાન પ્રાણીઓને પોતાના અનુભવના આધારે સાચો અનુભવ મેળવવાની પ્રેરણા આપે છે અને કહે છે કે અમારા કહેવાથી નહી, તું સ્વયં તારા અનુભવોના આધારે આ નિર્ણયાત્મક જ્ઞાનરૂપી સુફળને મેળવ. માટે કહે છે કે 'કર અનુભવ' અર્થાત્ તારા પોતાના જ બૌદ્ધિક પુરૂષાર્થને જાગૃત કરી, બુદ્ધિનો ઉપયોગ કરી, સન્મતિ રૂપી જે સાચો માર્ગ છે, એ માર્ગનો તું સાચો યાત્રી છે. તેવો નિર્ણય કર. કોઈના કહેવાથી નહીં પણ જાત અનુભવ મેળવી લે. આ છે કૃપાળુ ગુરુદેવની ઉદારતા. તેઓ સ્વયં પોતાના વિચારો લાદી રહયા નથી પરંતુ જીવને જ જાગૃત થવા માટે પડકાર કર્યો છે. ગાથાના એક એક શબ્દ અલગ અલગ ભાવનાને અભિવ્યકત કરી જે પ્રેરણા આપી રહયા છે, તે ચાંદીની થાળીમાં ચમકતા મોતી જેવા છે. આ સોનુ છે, એમ કોઈના કહેવાથી સોની સ્વીકાર કરતો નથી પરંતુ જાણકાર સોની સોનાને કસોટી ઉપર નાંખી સ્વયં પોતાના અનુભવના આધારે નિર્ણય કરે છે કે આ સાચું સોનું છે. એ જ રીતે આ ગાથામાં વ્યકિતને જે વિચારો મળ્યા છે, તેને કસોટી ઉપર મૂકીને પૂરી તપાસ કર્યા પછી ગ્રહણ કરવાની અને નિર્ણય કરવાની વાત કરે છે. આ રીતે આ દ૯મી ગાથા-દ0 ઉપર નવમી ગાથા, તેમાં રહેલા નવના અખંડ આંક જેવી આ અખંડ આત્માની અખંડ સ્થિતિનો નિર્ણય કરવાની સૂચના આપે છે.
આધ્યાત્મિક સંપૂટ : કાલક્રમમાં જોવામાં આવે છે, કે જીવાત્મા અથવા બુદ્ધિમાન વ્યકિત શબ્દોમાં રમણ કરે છે. જેનદર્શનમાં આખો એક શબ્દનય મૂકવામાં આવ્યો છે. શબ્દનાય તે વાણીશાસ્ત્રનો એક પ્રકાર છે. મનુષ્યના જ્ઞાનમાં જેમ પદાર્થ મોટો ભાગ ભજવે છે, તેવી રીતે શબ્દો પણ મોટો ભાગ ભજવે છે. જૈનદર્શન એમ કહે છે કે “વિત સંતાગાન શબ્દ ' શબ્દમાં સંકેત અને શકિત બંને ભાવ રહેલા છે. સામાન્ય દાર્શનિકો શબ્દને કેવળ સંકેત માને છે પરંતુ શબ્દમાં એક પોતાની સ્વતંત્ર શકિત હોય . સંત વિનાબાભાવેએ કહ્યું છે કે આપણે ત્યાં
(૨૧૦)
SSSSSSSSS
SSSSSSSSSSSSSSSSSSSSS